દર્શન માટે પહોચેલ આ વ્યક્તિએ મંદિરનાં ચોકમાં બધા ચેકિંગ પોઈન્ટ પાર કરી લીધા. સુરક્ષા કર્મચારી તેને પકડી નાં શકી. અંદર ગયા પછી એ જ્યારે ચશ્માથી ફોટા લઈ રહ્યો હતો ત્યારે પોલીસવાળાની નજર તેના પર પડી. ચશ્માના બને કિનારે કૈમરા લાગેલા હતા. ચશ્માની અંદર જ ફોટો ખેંચવાનું બટન પણ હતું. પોલીસે આ મામલાની તપાસ કરી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એક હાઈટેક ચશ્માં છે. આ પ્રકારનાં ચશ્માંની અંદર ફોટો ખેંચવા ઉપરાંત કોલિંગ વગેરેના ફીચર પણ હોય છે.
કેમેરાવાળો ચશ્મો કેવી રીતે પકડ્યો ?
મિડીયા રીપોર્ટસ મુજબ પોલીસે જોયું કે અચાનક ચશ્મામાંથી એક લાઈટ આવી અને પછી તેમાંથી એલાર્મ વાગ્યું. પોલીસે તરત જ તેને કસ્ટડીમાં લઈ લીધો હતો. આ વ્યક્તિની ઓળખ વડોદરામાં રહેનારા જાની જયકુમાર તરીકે થઈ છે. તેઓ પત્ની સાથે રામ મંદિર આવ્યા હતા. યુવકની પૂછપરછ કર્યા બાદ તેને છોડી મુકવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આ વ્યક્તિનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. ચશ્માની કિંમત લગભગ 50 હજાર રૂપિયા હોવાનું કહેવાય છે. યુવાન એક વેપારી છે.