જમ્મુ-કાશ્મીરને ફરી મળશે રાજ્યનો દરજ્જો, જે લોકો શાંતિ ભંગ કરવા માંગે છે, તેમના વિરુદ્ધ સખત એક્શન લેવાશે - અમિત શાહ

શનિવાર, 23 ઑક્ટોબર 2021 (20:05 IST)
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે(Amit Shah) શનિવારે કહ્યું કે 5 ઓગસ્ટ 2019નો દિવસ સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં ચૂંટણી થવાની જ છે. શાહે કહ્યું કે કાશ્મીરમાં યુવાનોને તક મળે તેથી એક  સારું સીમાંકન થશે, ડિલીમિટેશન પછી ચૂંટણીઓ પણ યોજાશે અને જમ્મુ -કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો મળશે. તેમણે કહ્યું કે જે કોઈ જમ્મુ-કાશ્મીરની શાંતિને ખલેલ પહોંચાડવા માંગે છે, અમે તેની સાથે કડકાઈથી વ્યવહાર કરીશું.
 
શ્રીનગરમાં જમ્મુ અને કાશ્મીર યુથ ક્લબના સભ્યોને સંબોધતા શાહે કહ્યું કે આ આતંકવાદ, ભત્રીજાવાદ, ભ્રષ્ટાચારનો અંત છે... તેમણે કહ્યું કે આજે જમ્મુ-કાશ્મીરમાં યુવાનો વિકાસ, રોજગાર અને શિક્ષણની વાતો કરી રહ્યા છે. આ એક મોટો ફેરફાર છે. હવે ભલે ગમે તેટલું દબાણ કરવામાં આવે, પરિવર્તનના આ પવનને કોઈ રોકી શકતું નથી.
 
અમિત શાહ જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે શનિવારે શ્રીનગર પહોંચ્યા. જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબૂદ થયા બાદ કેન્દ્રશાસિત પ્રદેશની આ તેમની પ્રથમ મુલાકાત છે. ગૃહમંત્રીએ કહ્યું કે, “સવા બે વર્ષ પછી હું જમ્મુ -કાશ્મીર આવ્યો છું અને સુરક્ષા સમીક્ષા બેઠક બાદ મારો પહેલો કાર્યક્રમ યુવા ક્લબના યુવાનો સાથે યોજાઈ રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરના યુવાનોને મળીને હું ખૂબ જ ખુશ અને હળવાશ અનુભવી રહ્યો છું. "
 
અઢી વર્ષ પહેલા કાશ્મીરમાંથી પત્થરમારો અને હિંસાના સમાચાર આવતા હતા - શાહ 
 
તેમણે કહ્યું કે કોઈપણ ક્ષેત્રમાં પરિવર્તન યુવાનોની ભાગીદારી વિના થઈ શકે નહીં. અઢી વર્ષ પહેલા જે કાશ્મીરથી આતંકવાદ, પથ્થરમારો અને હિંસાના સમાચારો આવતા હતા. ત્યાના યુવાનો વિકાસની વાત કરી રહ્યા છે,  શાહે કહ્યું, "કાશ્મીરને ભારત સરકાર તરફથી મદદ મળે છે, આવવી પણ જોઈએ, કાશ્મીરે ઘણું સહન કર્યું છે. પરંતુ એક દિવસ ચોક્કસ આવશે જ્યારે કાશ્મીર ભારતના વિકાસમાં યોગદાન આપશે.  તે લેનારુ નહી પણ ભારતને આપનારુ  રાજ્ય બનશે.
 
શાહે કહ્યું કે કાશ્મીરની 70 ટકા વસ્તી 35 વર્ષથી ઓછી વયની છે. જો આ લોકોના મનમાં આશા જગાડવામાં આવે અને તેને વિકાસના કામો સાથે જોડવામાં આવે તો કાશ્મીરની શાંતિમાં ક્યારેય કોઈ વિક્ષેપ નહીં આવે. તેમણે કહ્યું, “હું ખાતરી આપું છું કે જે પણ જમ્મુ-કાશ્મીરની શાંતિને ખલેલ પહોંચાડવા માંગે છે, અમે તેની સાથે કડક કાર્યવાહી કરીશું. વિકાસની જે યાત્રા અહીંથી શરૂ થઈ છે, તેને હવે કોઈ રોકી શકશે નહીં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર