ભારત અને ચીનના ટોચના સૈન્ય કમાંડર વચ્ચે એક લાંબી રાહ જોયા પછી આજે ચીનના મોલ્ડોમાં વાતચીત થશે. એલએસી પર ઉભા થયેલા તનાવ વચ્ચે આ છઠ્ઠી લેફ્ટિનેટ જનરલ સ્તરની વાતચીત છે. આ વખતે તેમા બંને દેશો તરફથી વિદેશ મંત્રાલયના પ્રતિનિધિ પણ હાજર રહેશે. આ પ્રતિનિધિ સંયુક્ત સચિવ સ્તરના અધિકારી રહેશે. સેનાના સૂત્રોએ આ માહિતી આપી છે.
ઉલ્લેખનીય છે કે બેઠક સવારે 11 વાગે શરૂ થઈ ચુકી છે. કોર કમાંડર સ્તરની અંતિમ બેઠક બે ઓગસ્ટના રોજ થઈ હતી. આ રીતે લાંબા સમય પછી આજે આ બેઠક થઈ રહી છે. જો કે આ દરમિયાન બ્રિગેડિયર સ્તરની પાંચ બેઠક થઈ છે. આ દરમિયાન બંને દેશોની સેના વચ્ચે એકવાર ફરી ઝડપ થઈ ચુકી છે અને હવાઈ ફાયરિંગ પણ થઈ ચુક્યુ છે. આ દરમિયાન ભારતે પણ આક્રમક વલણ અપનાવતા અનેક ઊંચા પર્વતો પર સ્થિતિ મજબૂત કરી લીધી છે.
સેના સાથે જોડાયેલ સૂત્રોના મુજબ ભારત તરફથી આ માંગ મુકવામાં આવશે કે મે પહેલાની સ્થિતિ એલએસી પર લાગુ કરવામાં આવે. આ બેઠકમાં ભારતનુ વલણ વધુ કડક રહેવાની આશા છે. હવે તે એલએસી પર ચીની સેનાના મુકાબલા માટે પહેલાથી વધુ સારી સ્થિતિમાં છે અને તમામ મુખ્ય પર્વતો પર સેના ગોઠવાયેલી છે. ભારતીય સેનાએ શિયાળા માટે પોતાની પુર્ણ તૈયારી કરી લીધી છે. જયારે કે ચીની સેના શિયાળાની શરૂઆતથી બેહાલ છે. બેઠકમાં ભારતનુ નેતૃત્વ લેફ્ટિનેટ જનરલ હરેન્દ્ર સિંહ દ્વારા કરવાની શક્યતા છે જે સતત છેલ્લી 5 બેઠકોનુ પણ નેતૃત્વ કરી ચુક્યા છે.
બર્ફીલા હવામાનની વચ્ચે ભારતે પણ ચુશુલ ક્ષેત્રમાં પોતાની હાજરી વધારી દીધી છે, જેથી તેનું વર્ચસ્વ જાળવી શકાય. સૂત્રો કહે છે કે લદ્દાખના આગળના બધા મોરચાઓ અને સંવેદનશીલ ઊંચાઇવાળા વિસ્તારોમાં સેનાએ શિયાળા દરમિયાન સૈન્ય અને હથિયારોની હાલની સંખ્યા જાળવવા જરૂરી વ્યવસ્થા કરી છે.
શિયાળામાં, અહીંનું તાપમાન માઈનસ 25 ડિગ્રી સુધી નીચે જાય છે. પેંગોંગ તળાવની દક્ષિણ કાંઠે વ્યૂહાત્મક ધારની ટેકરીઓ પર નિયંત્રણ રાખીને ભારતે ફિંગર 2 અને ફિંગર 3 વિસ્તારોમાં સૈન્ય તાકતને વધુ મજબુત બનાવ્યો છે. જ્યારે ચીને ફિંગર 4 થી ફિંગર 8 વચ્ચેનો વિસ્તાર નિયંત્રિત કર્યો છે.