. સોમવારની રાત્રે જ્યારે અચાનક ચારે બાજુથી ગોળીઓ ચાલવા લાગી તો અમરનાથ યાત્રીઓથી ભરેલી બસમાં કોઈએ સપનામાં પણ નહોતુ વિચાર્યુ કે તેમના પર આતંકી હુમલો થઈ શકે છે.. તેમની બસો આતંકવાદીઓ અને સુરક્ષા બળોની વચ્ચે ફાયરિંગમાં ફસાય ગઈ હતી. આતંકવાદીઓનો મકસદ વધુથી વધુ લોકોનો જીવ લેવાનો હતો. પણ આતંકવાદીઓના મનસૂબા પર બસના બહાદુર ડ્રાઈવરે પાણી ફેરવી દીધુ. વલસાડના ઓમ ટ્રેવલ્સની બસનો આ ડ્રાઈવર મુસ્લિમ છે જેનુ નામ સલીમ શેખ છે. શેખ ભોલેના ભક્તોને લઈને અમરનાથથી કટરા જઈ રહ્યો હતો. ત્યારે આતંકીએ હુમલો થઈ ગયો પણ તેમની દિલેરીએ બસમાં સવાર અનેક મુસાફરોના જીવ બચાવી લીધા.
ઉલ્લેખનીય છે કે ગોળીઓનો અવાજ સાંભળીને બસમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો ગભરાય ગયા હતા પણ આવા સંકટના સમયે બસના સલીમ શેખે હિમ્મત ન હારી. તેને ખબર હતી કે જો તેને બસ રોકી દીધી તો આતંકવાદીઓ માટે બસ પર નિશાન સાધવુ સહેલુ થઈ જશે. બસ પછી શુ હતુ. સલીમે બસના એક્સેલેટર પર પગ મુક્યો અને ગોળીબારની વચ્ચે બસ દોડાવવી શરૂ કરી દીધી. આ દરમિયાન એક ગોળી બસના ટાયર પણ પણ વાગી છતા પણ સલીમે બસ ન રોકી અને સતત બસ દોડાવતો રહ્યો. છેવટે સલીમ બસને લઈને એક આર્મી કૈપમાં પહોંચી ગયો અને આ રીતે તેણે પોતાના જીવ પર રમીને અનેક લોકોનો જીવ બચાવી લીધો.