મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ શોક વ્યક્ત કર્યો
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ અલ્લુરી જિલ્લાના ચિંતૂર મંડળમાં તુલસીપાકાલુ ઘાટ રોડ પર બસ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ઘટનામાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે બસ અકસ્માત અને ઘાયલોને પૂરી પાડવામાં આવી રહેલી સહાય વિશે અધિકારીઓ સાથે વાત કરી હતી. અધિકારીઓએ મુખ્યમંત્રીને માહિતી આપી કે બસમાં કુલ 35 મુસાફરો સવાર હતા, જેમાંથી ઘણાના મોત થયા હતા, જ્યારે ઘાયલોને ચિંતૂર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.