રામાયણ સીરિયલથી જાણીતા બનેલા અભિનેતા અરુણ ગોવિલ (Arun Govil) ગુરૂવારે બીજેપી (BJP) માં સામેલ થઈ ગયા. રામાનંદ સાગરની સીરિયલ રામાયણમાં તેમણે ભગવાન રામની ભૂમિકા ભજવી હતી. અરુણ ગોવિલે દિલ્હીમાં બીજેપી કાર્યાલયમાં પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી, આ દરમિયાન બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ પણ હાજર રહ્યા.
5 રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણી વચ્ચે અરુણ ગોવિલની બીજેપીમા એંટ્રીને ખાસ માનવામાં આવી રહી છે. જો કે હજુ સુધી પાર્ટીએ અરુણ ગોહિલની જવાબદારી શુ શે તે જાહેર કરયુ નથી. એવુ કહેવાય રહ્યુ છે કે અરુણ ગોવિલ બીજેપીના સદસ્ય બન્યા પછી વિધાનસભા ચૂંટણીમાં પણ લડી શકે છે. જો કે આ વિશે પાર્ટી કે ખુદ ગોવિલની તરફથી કોઈ નિવેદન નથી આવ્યુ.
ઉલ્લેખનીય છે કે અરુણ ગોવિલથી પહેલા રામાયણના બીજા કલાકાર પણ રાજનીતિમાં આવી ચુક્યા છે. રામાયણમાં સીતાની ભૂમિકા ભજવનાર દીપિકા ચિખલિયા ઉપરાંત હનુમાનની ભૂમિકા નિભાવનારા દારા સિંહ અને રાવણની ભૂમિકા ભજવનારા અરવિંદ ત્રિવેદી પણ રાજનીતિમાં ઉતરી ચુક્યા છે. દીપિકા ચિખલિયા બીજેપીની ટિકિટ પર બે વાર ચૂંટણી પણ લડી ચુકી છે.