કેજરીવાલે આશુતોષનુ રાજીનામુ કર્યુ રદ્દ, બોલ્યા - તમને ખૂબ પ્રેમ કરીએ છીએ

ગુરુવાર, 16 ઑગસ્ટ 2018 (10:05 IST)
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આશુતોષનુ રાજીનામુ રદ્દ કરી દીધુ છે. તેમણે આશુતોષ તરફથી રાજીનામુ લઈને કરવામાં આવેલ ટ્વીટના જવાબમાં એક ટ્વીટ કરતા લખ્યુ - ના આ જનમમાં તો નહી. અરવિંદ કજરીવાલે લખ્યુ કે છેવટે કેવી રીતે અમે તમારુ રાજીનામુ સ્વીકારી લઈએ ? ના આ જન્મમાં તો નહી. 
 
આ પહેલા આશુતોષે બુધવારની સવારે આપ ની રાજનીતિક મામલાની સમિતિ(પીએસી)ને રાજીનમૌ મોકલી ખુદને પાર્ટીથી જુદા કરવાની સૂચના આપી. આશુતોષે ટ્વીટ કરી પોતાના નિર્ણયની સાર્વજનિક જાહેરાત કરતા કહ્યુ કે દરેક યાત્રાનો અંત જરૂરી છે. AAPસાથે મારી સુંદર અને ક્રાંતિકારી જોડાણ પણ અંત થઈ ગયો છે. 
 
તેમણે પાર્ટીમાંથી રાજીનામુ આપવાનુ કારણ બતાવતા તમણે કહ્યુ કે આ વ્યક્તિગત કારણોથી નિર્ણય લીધો છે. આશુતોષે આપ સાથેના પોતાના રાજકારણીય યાત્રામાં તેમના સહયોગ આપનારા બધા નેતાઓ અને કાર્યકર્તાઓનો આભાર માન્યો. પાર્ટી તરફથી આ વિશે હાલ કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી નથી. 
 
ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં દિલ્હીમાં કેજરીવાલ સરકારની રચના પછી AAPથી જુદા થયેલ મુખ્ય નેતાઓની લિસ્ટમાં આશુતોષ ચોથુ મોટુ નામ છે. આ પહેલા આપના સંસ્થાપક સભ્ય યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ અને શાજિયા ઈલ્મી પાર્ટી સાથે નાતો તોડી ચુક્યો છે.  છેલ્લા કેટલાક સમયથી પાર્ટીની ગતિવિધિઓથી જુદી ક્ઝાલી રહેલ કુમાર વિશ્વાસ પણ આપના નેતૃત્વથી નારાજ બતાવવામાં આવી રહ્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર