Oxford ડિક્શનરીમાં પહોંચ્યા અન્ના અને અબ્બા

શનિવાર, 28 ઑક્ટોબર 2017 (17:38 IST)
આખી દુનિયામાં જેટલી ભાષાઓ બોલાય છે તેનાથી પણ અનેક વધુ ભાષાઓ ફક્ત ભારતમાં જ પ્રયોગ કરવામાં આવે છે. પણ હવે આ ભારતીય ભાષાઓના શબ્દોને વૈશ્વિક સ્તર પર ઓળખ મળશે.  ઓક્સફોર્ડ ડિક્શનરીના નવા સંસ્કરણમાં આ ભારતીય શબ્દોના અર્થ શોધી શકાશે.. 
 
ગયા મહિને રજુ કરવામાં આવેલ ઓક્સફોર્ડ ડિક્શનરીના નવા સંસ્કરણમાં હિન્દી, ગુજરાતી, તમિલ,  તેલગૂ અને ઉર્દૂના નવા શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે.  લગભગ 70 નવા ભારતીય શબ્દોને ડિક્શનરીમાં સ્થાન મળ્યુ છે. તેલગૂ ભાષાના શબ્દ અન્નાને ઓક્સફોર્ડ ડિક્શનરીમાં સામેલ કરવામાં આવ્યો છે. 
 
અન્ના શબ્દનો હિન્દી અર્થ મોટાભાઈ થાય છે. કોઈને અન્ના કહેવાનો ઉદ્દેશ્ય તેમને સન્માન આપવાનુ હોય છે. ઉર્દૂના શબ્દ અબ્બાને પણ તેમા સામેલ કરવામાં આવ્યુ છે જેનો અર્થ પિતા થાય છે.. હિન્દી શબ્દ અરે અચ્છા, બાપૂ, બડા દિન, સૂર્ય નમસ્કાર વગેરેને પણ 
ડિક્શનરીમાં સામેલ કરવામાં આવ્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર