UP - એટામાં દર્દનાક દુર્ઘટના, શાળા બસ અને ટ્રકની ટક્કરમાં 25ના મોત

ગુરુવાર, 19 જાન્યુઆરી 2017 (11:05 IST)
ઉત્તર પ્રદેશના એટમાં એક સ્કૂલ બસ અને ટ્રકની ટક્કર થઈ ગઈ. આ દર્દનાક દુર્ઘટનામાં લગભગ 25 બાળકોના મોત થઈ ગયા. બીજી બાજુ અનેક બાળકો ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા. માહિતી મુજબ એટાના અલીગંજ વિસ્તારમાં આ દુર્ઘટનામાં આ દુર્ઘટના થી જ્યારે શ્હારના એક જેએસ વિદ્યા પબ્લિક શાળાની બસ એલકેજીથી 7માં ધોરણ સુધીના બાળકોને લઈને જઈ રહી હતી. ત્યારે સામેથી આવી રહેલ રેતીથી ભરેલી એક તેજ ગતિથી આવતી ટ્રકે ટક્કર મારી દીધી. આ બસમાં લગભગ 50-55 બાળકો સવાર હતા. 
 
દુર્ઘટના એટલી ભીષણ હતી કે કોઈપણ કાંપી જાય. દુર્ઘટના પછી બધા બાળકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. આશંકા બતાવાય રહી છે કે દુર્ઘટનામાં મરનારા બાળકોની સંખ્યા વધી શકે છે. સૂચના પછી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને કેસ નોંધવા સાથે રાહત અને બચત કાર્ય શરૂ કર્યુ.  અલીગઢના એસડીએમ મોહન સિંહ મુજબ દુર્ઘટના ધુમ્મસને કારણે થઈ. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. 

વેબદુનિયા પર વાંચો