ખમતરાઈ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ એસએન સિંહે જણાવ્યું કે સત્યમ રહંગદાલે (17) ભાનપુરીના ધનલક્ષ્મી નગરનો રહેવાસી છે. રોજની જેમ તે સવારે જિમ ગયો હતો. જીમમાં ટ્રેડ મિલ પર ચાલી રહ્યો હતો. દરમિયાન અચાનક તે બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો.