સિનિયર જેલ અધિક્ષક મનોજકુમાર આર્યએ જણાવ્યું હતું કે, જિલ્લા જેલમાં 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે આયોજિત આરોગ્ય શિબિરમાં તમામ કેદીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી ત્યારે કેદીઓ એઇડ્સથી પીડિત હોવાનું જણાયું હતું. તેમણે કહ્યું કે 15 કેદીઓના ટેસ્ટ રિપોર્ટમાં પુષ્ટિ થઈ કે તેઓ એઈડ્સથી પીડિત છે, તેમના માટે જિલ્લા જેલમાં એક અલગ બેરેક બનાવવામાં આવી છે અને ત્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.