450 કરોડના રોકાણથી બનેલા SAARC સેટેલાઈટની 10 ખાસ વાત
શુક્રવાર, 5 મે 2017 (11:03 IST)
આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીષ ઘવન અંતરિક્ષ કેન્દ્ર પરથી દક્ષિણ એશિયા સેટેલાઈટ GSAT-9ને શુક્રવારે સાંજે 04:57 લોંચ કરવામાં આવશે. 235 કરોડ રૂપિયાના રોકાણથી તૈયાર ઈસરોના GSAT-9 ને GSLV-F06થી અંતરિક્ષથી રવાના કરવામાં આવશે. ભારતની આ સ્પેસ ડિપ્લોમેસીમાં દક્ષિણ એશિયા ક્ષેત્રમાં ચીનની વધતી અસરને રોકવાનુ પણ સામેલ છે.
પાકિસ્તાનને છોડીને અબ્ધા સાત દેશ આ પ્રોજેક્ટમાં સામેલ છે. જેમણે આ સેટેલાઈટનો લાભ મળશે. તેનાથી સૌથી વધુ ફાયદો ભૂતાન અને માલદીવ જેવા નાના દેશને મળશે. ઈસરોનો આ સેટેલાઈટ આધુનિક તકનીકથી લેસ છે....
GSAT-9 ની 10 ખાસ વાતો....
- ઈસરોએ 2230 કિલો વજની આ કમ્યુનિકેશન સેટેલાઈટને 3 વર્ષમાં તૈયાર કર્યો છે.
- સેટેલાઈટને તૈયાર કરવામાં& 235 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. જ્યારે કે આખા પ્રોજેક્ટમાં 450 કરોડ રૂપિયાનો ખર્ચ થયો .
- તેમાં ભારત ઉપરાંત નેપાળ, ભૂતાન, માલદીવ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફગાનિસ્તાનનો સમાવેશ છે. જો કે પાકિસ્તાને એવુ કહીને ખુદને તેનાથી અલગ કરી લીધુ હતુ કે તેનો પોતાનો અંતરિક્ષ કાર્યક્રમ છે.
- તેથી પાકિસ્તાનને છોડીને સાર્કના સાત દેશોને લાભ મળશે. દક્ષિણ એશિયાની આર્થિક અને વિકાસાત્મક પ્રાથમિકતાઓને પૂરી કરવામાં મદદ મળશે.