કોણે બિછાવી મધ્યપ્રદેશમાં બીજેપીની રાજકારણીય જાળ, વાંચો ઈનસાઈડ સ્ટોરી

બુધવાર, 11 માર્ચ 2020 (09:50 IST)
મધ્યરપ્રદેશના  કદાવર નેતા રહેલા માઘવરાવ સિંધિયાના પુત્ર જ્યોતિરાધિત્ય સિંધ્યા કોંગ્રેસ છોડ્યા પછી હવે જલ્દી જ ઔપચારિક રીતે બીજેપીમાં જોડાશે.  સિંધિયા સમર્થક ધારાસભ્યોના સમર્થનથી બીજેપી એકવાર ફરી પ્રદેશની સત્તા પર કબજો જમાવવાની કોશિશ કરવાની તૈઅયરી કરી ચુક્યુ છે. 
 
ભારતીય જનતા પાર્ટી જો કે કમલનાથ સરકારના તખ્તા પલટ કરવાની તક ખૂબ પહેલાથી જ શોધી રહી છે પણ પાર્ટી સંગઠનના એક મજબૂત સિપાહી અને કદાવર નેતાએ આ વખતે રાજકારણની એવી જાળ બિછાવી કે  બીજેપી કોંગ્રેસને તોડવામાં સફળ થઈ ગઈ. 
 
આ નેતા અન્ય કોઈ નહી પ્ણ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર છે. જમીન સાથે જોડાયેલા નેતા નરેન્દ્ર સિંહ તોમરનો મધ્યપ્રદેશના ગ્વાલિયર ચંબલ સંભાગમાં ઘણો પ્રભાવ છે. અને કોંગ્રેસના મોટાભાગના બાગી ધારાસભ્ય પણ આ જ વિભાગમાંથી આવે છે. જેમના વિદ્રોહ પર ઉતરવાને કારણે કમલનાથ સરકાર પર સંકટ આવી ગયુ છે. 
 
કેન્દ્રીય મંત્રીના એક નિકટની વ્યક્તિએ જણાવ્યુ કે બીજેપીની નવી રાજકારણીય જાળ પાથરવાના સૂત્રધાર નરેન્દ્ર સિંહ તોમર જ હતા અને મધ્યપ્રદેશથી લઈને દિલ્હી સુધીની રાજનીતિક ઘટનાક્રમોમાં તેઓ હંમેશા સક્રિય રહ્યા. 
 
 
નિકટના સૂત્ર મુજબ ગ્લ્વાલિયરના મુરારમાં 1957માં જન્મેલા તોમરના વિદ્યાર્થી નેતાના રૂપ જ પોતાના રાજનીતિક જીવનની શરૂઆત કરી હતી. તેથી સંગઠન પર તેમની મજબૂત પકડ છે.  આ વિભાગમાં કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડવની જવાબદારી તેમને જ આપવામાં આવી હતી.  ગ્વાલિયર સિંધિયા પરિવારનો ગઢ છે. આ માટે તેમના ગઢમાં પાર્ટી ધારાસભ્યોને તોડવાની રણનીતિનો સીધો મતલબ હતો કે બીજેપીએ જ્યોતિરાદિત્ય સિંધિયા માટે પોતાનો દરવાજો પહેલા જ ખોલી નાખ્યો હતો. 
 
જ્યોતિરાદિત્ય સિંઘિયાની દાદી અને ગ્વાલિયરની રાજમાતા વિજયા રાજે સિંધિયા જનસંઘની સક્રિય સભ્ય હોવાની સાથે સાથે બીજેપીની સંસ્થાપકોમાં સામે3લ રહી હતી. એ પણ બતાવવામાં આવે છે કે પાર્ટીમાં રાજમાતા વિજયા રાજે સિંઘિયાના પણ વિશ્વસ્ત રહેલા તોમરના સિંઘિયા પરિવારના નિકટના સંબંધોને જોતા પણ તેમંને નવી જવાબદારી સોંપવામાં આવી હતી. 
 
સૂત્રોએ બતાવ્યુ કે છેલ્લા કેટલા દિવસોથી દિલ્હી સ્થિત નરેન્દ્ર સિંહ તોમરના રહેઠાણ 3, કૃષ્ણ મેનન માર્ગ પર મધ્યપ્રદેશના મોટા નેતાઓની અવરજવર વધી ગઈ હતી. આ ઉપરાંત તોમરા પણ પોતાના ક્ષેત્રનો પ્રવાસ વધુ કરવા લાગ્યા હતા. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નિકટના અને વિશ્વસનીય કહેવાતા તોમરને થોડા દિવસ પહેલા જ મઘ્યપ્રદેશમાં બીજેપીની રણનીતિની જવાબદારી સોંપવામાં આવી હતી. મઘ્યપ્રદેશ બીજેપી અઘ્યક્ષ પદથી લઈને પ્રદેશમાં કેબિનેટ સ્તરના મંત્રી સુધીની જવાબદારી સાચવી ચુકેલા તોમર મઘ્યપ્રદેશમાં બીજેપીના કદાવર નેતા છે. પ્રદેશમાં જય અને વીરુના નામથી ચર્ચિત શિવરાજ અને તોમરની જોડીએ 2013માં 165 સીટો જીતાડીને બીજેપીને ત્રીજી વાર સત્તા પર બેસાડવાનુ કામ કર્યુ હતુ  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર