મોદીના 8 વોટયુદ્ધ - ચૂંટ્ણીઓમા મોદીની જીતના 8 પરિબળો

મંગળવાર, 23 ડિસેમ્બર 2014 (17:16 IST)
કેન્દ્રમાં બીજેપીની સત્તા આવ્યા અને મોદીના પીએમ બન્યા પછીથી થયેલ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને એક પછી એક સતત સફળતાઓ મળી રહી છે. પણ શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે છેવટે બીજેપીને એવો તે કયો મંત્ર મળી ગયો છે. જેના દમ પર તેઓ સતત મેદાન મારી રહ્યા છે. જો ન જાણતા હોય તો આગળની સ્લાઈડમાં જાણો બીજેપીએ છેવટે કેવી રીતે જીત મેળવી.

લોકસભા ચૂંટણીમાં બીજેપીની જીત-હારના તમામ દાવા થયા તમામ સર્વેમાં બીજેપીને સૌથી મોટી પાર્ટી બતાવાઈ પણ સરકાર બનાવવાના દાવો કોઈએ ન કર્યો. મોદીની સામે તમામ રાજનીતિક દળોની સાથે જ દેશી-વિદેશી મીડિયા. એનજીઓ લોબી જેવા અવરોધક હતા. પણ નરેન્દ્ર મોદી ટેકનોલોજીનો પ્રયોગ અને પોતાની અસીમ ઉર્જાનો ઉપયોગ કરી લોકો સુધી પહોંચ્યા. અને જોરદાર જીત નોંધાવી અને 3 દશકા પછી દેશમાં પુર્ણ બહુમતની સરકાર બનાવી. આ ચૂંટણીએ દેશની રાજનીતિની દિશા અને દશા બંનેને બદલી નાખી. 

જમ્મુ કાશ્મીરમાં બીજેપીએ આ ચૂંટણીમાં અત્યાર સુધીનુ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ. બીજેપીને અગાઉની 11 સીટોની સામે આ વખતે વધુ સીટો મળી. આ ચૂંટણીમાં બીજેપીએ જોરદાર પ્રદર્શનનુ કારણ  પીએમ નરેન્દ્ર મોદીની કૈપેનિંગ રહ્યુ.  જો કે તેઓ બહુમત ન મેળવી શક્યા પણ કિંગમેકર બન્યા. વિપક્ષના છૂટા પડવાનો ફાયદો મળ્યો.

બીજેપીને  ઝારખંડમા સારી સમજનો પરિચય આપતા આજસુ અને લોજપા સાથે ગઠબંધન કર્યુ. જો કે આ ગઠબંધનમાં બીજેપીને આજસુની વાસ્તવિક જમીની તાકતથી અનેક વધુ સીટો મળી. જેનો ફાયદો હવે આદીવાસીઓના સાથના રૂપમાં મળ્યો. બીજેપીની છવિ બની કે તેઓ ખુદ કરતા વધુ રાજ્યના વિકાસને મહત્વ આપે છે. આ સમગ્ર ચૂંટણી દરમિયાન પીએમ મોદીના ચૂંટણી પ્રચારમાં આગળના મોરચાની આગેવાની કરવી પણ બીજેપીના ફાયદામાં રહી. 

મહારાષ્ટ્રમાં બીજેપીને વિપક્ષના એકજૂટ ન હોવાથી જીત સૌથી મોટુ કારણ રહી. બીજેપીએ પ્તોઆના જ જૂના સહયોગી શિવસેનાને નિશાન પર લીધુ. જેનાથી જનતામાં હિદુત્વના પ્રહરી અને વિકાસની છબિ બની. ચૂટણી પ્રચાર દરમિયાન  પીએમ મોદીએ બીજેપીના અભિયાનની આગેવાની કરી. સમગ્ર મહારાષ્ટ્રમાં દિલ્હીમાં નરેન્દ્ર મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ના નામથી છદ્મ કૈપેનિંગ પણ થયુ.  આ દરમિયાન બીજેપીએ મરાઠી અસ્મિતાના સન્માન પર મોરચો કરીને બાળા સાહેબ ઠાકરે વિરુદ્ધ એક શબ્દ પણ ન બોલ્યા. પરિણામ એ આવ્યુ કે શિવસેનાના કાડર વોટરોને છોડીને બીજી પાર્ટીઓના હિન્દુવાદી વોટ બીજેપીના ફાળે ગયો. બીજેપીએ અહી બધા દળોને અંતિમ સમય સુધી ગઠબંધન મોરચે સંશયમાં રાખ્યા. આ કારણે વિપક્ષીઓને તૈયારીની તક ન મળી. 

હરિયાણામાં બીજેપી હંમેશાની જેમ કમજોર સમજવામાં આવતી હતી. પણ છેલ્લે સમયે હજકા સાથે ગઠબંધન તોડવુ બીજેપી માટે ટર્નિંગ પોઈંટ સાબિત થયો. બીજેપીના આ પગલાથી મતદાતાઓમાં  મોદીની મજબૂત નેતાની છબિ ઉપસી. સાથે જ દિલ્હીમાં સત્તા હોવાથી કેન્દ્રમાં બીજેપીની ધાકનો ફાયદો પણ મળ્યો.  એટલુ જ નહી બીજેપીને વિપક્ષીઓ પર ભ્રષ્ટાચાર અપરાધ જેવો આરોપોને પણ ફાયદો મળ્યો અને બીજેપીને જોરદાર જીત મળી. બીજેપીને  અહી સત્તાવિરોધી લહેરનો પણ જોરદાર ફાયદો મળ્યો. તેમણે પૂર્વવર્તી કેન્દ્ર સરકારના ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવીને પણ રાજ્યમાં જીતનુ વાતાવરણ બનાવ્યુ. 
 
 

મધ્ય પ્રદેશામં બીજેપીની પાસે શિવરાજ સિંહ ચૌહાણ જેવો મોટો ચેહરો હતો. જો કે કોંગ્રેસમાં અંદરખાને તૂટને કારણે બીજેપીને ફાયદો થયો. કોંગ્રેસી ન તો જનતામાં બીજેપી સરકારની ઉણપો ગણાવી શક્યા અને ન તો પોતાની યોજનાઓ વિશે સમજાવી શક્યા. સાથે જ બીજેપીને અગાઉની સરકાર પર ભ્રષ્ટાચારના આરોપોનો ફાયદો મળ્યો. અહી પણ મોદીએ ફટાફટ રેલીઓ કરી. સાથે જ એમપીમાં આરએસએસના મજબૂત કડારનો પણ સાથ મળ્યો. 

રાજસ્થાનમાં બીજેપીની સત્તામાં કમબેક થયુ તો નરેન્દ્ર મોદીના નામ પર જ . અહી બીજેપીએ લોકસભા ચૂંટણીમાં પણ કલીન સ્વિપ કર્યુ. અહી વિધાનસભા ચૂંટણી લોકસભા ચૂંટણી પહેલા થઈ. પણ વસુંધરા રાજેએ આ જીતનો શ્રેય એક લાઈનમાં નરેન્દ્ર મોદીને આપ્યો. અશોક ગોહલત સરકાર તરફ જનતાની વિશેષ નારાજગી ન હોવા છતા બીજેપીને મળેલ જીત અપ્રત્યાશીત રહી.  પણ આને બીજેપીનુ મજબૂત કમબેકના રૂપમાં જોવામા આવી. 

રમખાણો પછી બધા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને જોરદાર જીત મળી. રમખાણો પછીથી ત્રણ ચૂંટણીમાં બીજેપીને નરેન્દ્ર મોદેની આગેવાનીમાં જોરદાર જીત મળી.  ક્યારેક બીજેપીને પોતાના જૂના સિપાઈઓનો પડકાર મળ્યો તો ક્યારેક રમખાણોના ભૂતો તરફથી. એનજીઓ લોબી સહિત બધી પાર્ટીઓએ એકજૂટ થઈને મોદી વિરોધનો મોરચો ખોલ્યો. પણ નરેન્દ્ર મોદીએ રમખાણોની રાજનીતિથી ઉપર ઉઠીને હંમેશા જનતાનો પ્રેમ મેળવ્યો. જેનુ કારણ મોદીની છબિ રહી. મોદી એક બાજુ જો ભગવા દળના સેનાપતિના રૂપમાં ગુજરાતના મેદાનમાં રહ્યા તો બીજી બાજુ તેમના રાજ્યમાં સારી કાયદા વ્યવસ્થાએ પણ લોકોને સમ્મોહિત કરી. મોદીના પક્ષમા ભૂજ ભૂકંપ દરમિયાન નવા નવા સીએમની છબિ રહી. જેમા તેમણે દિવસ રાત બધી મશીનરી લગાવીને પીડિતોને મદદ પહોંચાડી. જેની આજે પણ પ્રશંસા થાય છે. મોદીની આ છબિ તાજેતરના કાશ્મીર જળપ્રલયમાં પણ જોવા મળી. 

વેબદુનિયા પર વાંચો