આજે જ્યારે રાજનીતિમાં ચારેબાજુ પરિવારવાદની બોલબાલા છે. રાજકારણીય પરિવારમાં વિવાદના સમાચાર સતત ચર્ચામાં છે. આવામાં ગુજરાતમાં રહેનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરિવાર પર એક નજર નાખવી જરૂરી છે. રાજનીતિના વર્તમાન સમયમાં તમને મોદી પરિવારની સ્ટોરી ખૂબ રસપ્રદ લાગશે. તમને એ જાણીને નવાઈ લાગશે કે પ્રધાનમંત્રી મોદીના ભાઈ-ભત્રીજા અને પરિવારના બીજા સભ્ય તેમની ઊંચા મહત્વથી દૂર લગભગ અજાણી જીંદગી જીવી રહ્યા છે. આ પરિવારમાં કોઈ ફિટર પદ પરથી રિટાયર થયુ છે, કોઈ પેટ્રોલ પંપર પર સહાયક છે, કોઈ પતંગ વેચીને ગુજરાન ચલાવી રહ્યુ છે તો કોઈ ભંગાર વેચવાનો બિઝનેસ પણ કરે છે.
ઓક્ટોબરમાં પુણેમાં એક એનજીઓના કાર્યક્રમમાં 75 વર્ષીય સોમાભાઈ મોદી મંચ પર હાજર હતા. ત્યારે સંચાલકે ખુલાસો કરી દીધો કે તેઓ પ્રધાનમંત્રીના સૌથી મોટા ભાઈ છે. શ્રોતાઓમાં એકાએક હળવી ઉત્તેજના ફેલાય ગઈ. છેવટે તેમણે પોતાના પૈતૃક શહેર વડનગરમાં વૃદ્ધાશ્રમ ચલાવનારા સોમાભાઈ સફાઈ આપવા આગળ આવ્યા. તેમણે કહ્યુ કે હુ નરેન્દ્ર મોદીનો ભાઈ છુ. પ્રધાનમંત્રીનો નહી. પ્રધાનમંત્રી મોદી માટે તો હુ 123 કરોડ દેશવાસીઓમાંથી જ એક છુ. જે બધા તેમના ભાઈ-બહેન છે. આ કોઈ બડબોલાપણુ નથી. સોમાભાઈ પ્રધાનમંત્રી મોદીને છેલ્લા અઢી વર્ષથી મળ્યા નથી જ્યારથી તેમણે દેશની ગાદી સાચવી છે.
ભાઈઓ વચ્ચે ફક્ત ફોન પર જ વાત થઈ છે. તેમના સૌથી નાના ભાઈ પંકજ આ મામલે થોડા નસીબવાળા છે. ગુજરાત સૂચના વિભાગમાં ઓફિસર પંકજની ભેટ તેમના જાણીતા ભાઈ સાથે તેથી થઈ જાય છે કે તેમની મા હીરાબેન તેમની સાથે ગાંધીનગરના 3 રૂમના સામાન્ય ઘરમાં રહે છે. પ્રધાનમંત્રી પોતાની માતાને મળવા છેલ્લા 2 મહિનામાં 2 વાર આવી ચુક્યા છે અને મે માં અઠવાડિયા માટે દિલ્હીના રહેઠાણ પર પણ લઈ આવ્યા હતા.