મોદીનું એક વર્ષ - બનારસને એક વર્ષ વધુ આપવુ પડશે

શનિવાર, 16 મે 2015 (18:00 IST)
સંગીતના બનારસ કુંટુંબ સાથે સંબંધ રાખનારા પ્રસિદ્ધ ઠુમરી ગાયક પંડિત છન્નુલાલ મિશ્રનુ માનવુ છે કે દેશના પ્રધાનમંત્રી અને વારાણસીથી સાંસદ નરેન્દ્ર મોદીને બનારસના વિકાસ માટે એક વર્ષનો સમય વધુ આપવો જોઈએ. 
 
મોદીના નામાંકનના સમયે તેમના પ્રસ્તાવક રહેલ મિશ્રના મુજબ દેશની સાંસ્કૃતિક રાજધાની બનારસની વિકરાળ સમસ્યાઓના સમાધાન માટે એક વર્ષનો સમય પુરતો નથી.  મિશ્રએ એ વાત એવા સમયમાં કહી છે જ્યારે ભાજપાના નેતૃત્વવાળી કેન્દ્રની રાજગ સરકાર આ મહિનાની 26 તારીખના રોજ એક વર્ષ પુર્ણ કરવા જઈ રહી છે. દેશના ત્રીજા સૌથી મોટા સન્માન, પદ્મભૂષ્ણથી સન્માનિત છન્નૂલાલ મિશ્રએ આઈએએનએસની સાથે વિશેષ વાતચીતમાં કહ્યુ, "બનારસની સમસ્યાઓ ખૂબ જૂની અને જટિલ છે. અને બધુ ઠીક થવામં થોડો સમય લાગશે.  આ ફક્ત એકલા મોદીના ગજાની વાત નથી. સૌએ મોદી બનવુ પડશે. અહીની જનતાને જાગૃત થવુ પડશે. મિશ્રએ પરોક્ષ રૂપે સ્વીકાર કર્યો કે ચૂંટણી સમયે બનારસ માટે જે વચન મોદીએ આપ્યા હતા, અત્યાર સુધી તેને જમીન પર ઉતારવા બાકી છે.  ઉલ્લેખનીય છે કે મોદીએ ચૂંટણી દરમિયાન ગંગાની સફાઈ, વારાણસીને વિશ્વસ્તરીય શહેર બનાવવા અને અહીના વણકરો અને બેરોજગારોને માટે રોજગાર આધાર ઉભો કરવા જેવા અનેક વચનો આપ્યા હતા. આ મહત્વપુર્ણ કાર્ય સરકાર બનવાના વર્ષ પછી પણ જમીન પર દેખાતુ નથી. ગંગાની હાલત જસ ની તસ કેટલીક ઘોષણાઓ અને ઉદ્દઘાટનોને જો છોડી દેવામાં આવે તો ગંગાની હાલત જસની તસ છે.  'સ્વચ્છ ભારત અભિયાન' છતા શહેરના રસ્તાઓ અને ગલિયોમાં હજુ પણ ગંદકીનો ભરમાર છે. 
 
બેરોજગાર આજે પણ રોજગારની વાટ જોઈ રહ્યા છે. મિશ્ર કહે છે કે સફાઈના મામલે પહેલા કરતા થોડી સ્થિતિ સુધરી છે. મોદી ઈમાનદાર છે તેથી વિશ્વાસ છેકે તેઓ પોતાના વચનો  પૂરા કરશે. થોડો સમય લાગી શકે છે. ઓછામાં ઓછો તેમને એક વર્ષની તક વધુ આપવી જોઈએ. તેઓ દેશના પ્રધાનમંત્રી છે. તમામ જવાબદારીઓ છે તેમના પર. તેમણે કહ્યુ જો મોદીએ બનારસમાં આ કામ કરી દીધુ તો આ શહેર અને દેશ માટે મોટી વાત રહેશે.  

વેબદુનિયા પર વાંચો