શુ મોદીના વિદેશ પ્રવાસથી ખરેખર દેશની શાખ વધી છે

સોમવાર, 18 મે 2015 (12:27 IST)
સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની એક તસ્વીર વારેઘડીએ શેયર કરવામાં આવે છે. બંને પ્રધાનમંત્રીની રોચક તુલના કરતી તસ્વીરમાં મનમોહન સિંહ એક સાઈલેંટ મોડ પ્રધાનમંત્રીના રૂપમાં હોય છે જ્યારે કે નરેન્દ્ર અમોદી ફ્લાઈટ મોડમાં બતાવાય છે. 
 
તસ્વીરોમાં કરવામાં આવેલ નરેન્દ્ર મોદીનું અવલોકન તેમના કાર્યસમયની હકીકત છે. તેમણે ગયા વર્ષે 26 મેના રોજ પ્રધાનમંત્રી પદની શપથ લીધી અને માત્ર 21 દિવસોમાં પ્રથમ વિદેશ યાત્રા પર નીકળી ગયા. 16 જૂન અને 17 જૂનના રોજ તેમણે ભૂતાનની યાત્રા કરી. 
 
ભૂતાનથી પરત ફર્યા પછી એક મહિનામાં તેઓ ચાર દિવસીય બ્રાઝીલ યાત્રા પર નીકળી ગયા. 2014ની વાત કરીએ તો ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનો છોડીને પ્રધાનમંત્રીએ દર મહિને વિદેશ યાત્રા કરી. 
 
2015માં તેઓ 6 દેશોની યાત્રા કરી ચુક્યા છે. આ અઠવાડિયે મોદી ચીન, મંગોલિયા અને દક્ષિણ કોરિયાની પાંચ દિવસીય યાત્રા પર છે. મોદીની વિદેશ યાત્રાને આંકડામાં ફેરવીએ તો જોઈશુ કે તે 348 દિવસોમાં લગભગ 40 દિવસ વિદેશોમાં રહ્યા. 

શુ યુપીએ સરકાર કરતા સારી છે રાજગની વિદેશ નીતિ ? 
મોદીની વિદેશ યાત્રાઓની મોટાભાગે આલોચના થતી રહી. માર્ચ અને એપ્રિલ મહિનામાં પાક. નષ્ટ થવાને કારણ અનેક ખેડૂતોએ આત્મહત્યા કરી.  એ સમયે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદીની વિદેશ યાત્રાઓ પર હુમલો કરતા કહ્યુ કે પ્રધાનમંત્રીને વિદેશ યાત્રાઓ કરવાને બદલે મંડીઓની મુલાકાત લેવી જોઈએ. 
 
આલોચના તેમને સ્થાને યોગ્ય છે પણ સવાલ એ ઉઠે છે કે મોદીની વિદેશ યાત્રાઓથી દેશની પ્રેસ્ટિજ વધી કે આ યાત્રાઓ વૈશ્વિક નેતાઓ સાથે વ્યક્તિગત સંપર્કને ઉત્તમ કરવા સુધી સીમિત રહી ?
 
નિષ્ણાંતોનુ માનીએ તો યૂપીએ સરકારની તુલનામાં રાજગ સરકારની વિદેશ નીતિ અનેક દ્રષ્ટિએ અલગ છે. પ્રધાનમંત્રી મોદીએ વિદેશ મંત્રાલયની જવાબદારી સુષમા સ્વરાજને સોંપી. પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી પછી સુષમા સ્વરાજ પહેલી એવી મહિલા રહી છે જેણે વિદેશ મંત્રાલયની જવાબદારી સાચવી. 
 
મોદી સરકારે પડોશી દેશો સાથે સંબંધ સુધારવાની દિશામાં પહેલ કરી. પડોસનો વિસ્તાર કરવા માટે પૂર્વી એશિયાઈ દેશો સાથે પણ સંબંધ સારા કરવાનો પ્રયાસ કર્યો. 

પડોશીઓ સાથે સંબંધ સુધારવાની દિશામાં કર્યુ છે સારુ કામ 
મોદી સરકારની વિદેશ નીતિના મુદ્દે ચીની મામલોના વિશેષજ્ઞ અને જાણીતા પત્રકાર વિજયક્રાંતિનુ કહેવુ છે કે છેલ્લા અનેક વર્ષોથી પડોશી દેશો સાથેના સંબંધોને લઈને સરકાર ઉદાસીન હતી. એ દેશો સાથે સંબંધો સુધારવા સરકાર માટે પડકાર બની ગઈ હતી. પ્રધાનમંત્ર્રી નરેન્દ્ર મોદીએ આ દિશેમાં સારુ કામ કર્યુ. 
 
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ સાર્ક દેશો સાથે સંબંધો સુધારવાની શરૂઆત પ્રધાનમંત્રી પદની શપથ લેતા પહેલા જ શરૂ કરી દીધી હતી. 
 
નરેન્દ્ર મોદીએ પોતાના શપથ ગ્રહણ સભારંભમાં સાર્કના બધા દેશોના પ્રમુખોને આમંત્રિત કર્યા. પહેલીવાર પાકિસ્તાની પ્રધાનમંત્રી ભારતીય પ્રધાનમંત્રીના શપથ સમારંભનો ભાગ બન્યા. 
 

પાકિસ્તાન સાથે સંબંધો ક્યારેક નરમ તો ક્યારેક ગરમ 
 
જો કે પાકિસ્તાનના ભારત સાથેના સંબંધો ક્યારેક નરમ તો ક્યારેક ગરમ રહ્યા. સપ્ટેમ્બરમાં કાશ્મીરમાં આવેલ પૂરથી પાકિસ્તાન પણ પ્રભાવિત થયુ. પ્રધાનમંત્રીએ વિપદા સમયે પાકિસ્તાનને મદદની રજૂઆત કરી. અને જ્યારે પાકિસ્તાને કાશ્મીરના અલગતાવાદીઓ સાથે નિકટતા બતાડવાન પ્રયત્ન કર્યો તો ભારતે સચિવ સ્તરની વાતચીત રોકી દીધી. 
 
ભારત અને પાકિસ્તાનની વચ્ચે સીમા પર ગોળીબારની પૂછપરછ છિટપુટ ઢંગથી આખુ વર્ષ ચાલતી રહી. ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને અનેકવાર લલકાર્યુ હતુ. પ્રધાનમંત્રીના રૂપમાં તેઓ મોટાભાગે શાંત રહ્યા. 
 
નરેન્દ્ર મોદીએ શાંતિકાળના દિવસોમાં તો પડોશીઓ સાથે સંબંધો સુધારવાના પ્રયત્ન કર્યા, વિપદા સમયે પણ તેમણે આગળ ચાલીને મદદ કરી. મોદીના આ વલણથી વિદેશોમાં ભારતની સાખ વધુ મજબૂત થઈ. 

ચીન સાથે સંબંધોને સંતુલિત કરવાનો પ્રયાસ 
 
નરેન્દ્ર મોદીએ ચીન સાથે સંબંધો સુધારવાથી વધુ સંતુલિત કરવાની દિશામાં કામ કર્યુ. વિજય ક્રાંતિના મુજબ ચીનનુ નામ આવતા જ ભારતીય નેતાઓની બોલતી બંધ થઈ જતી હતી. નરેન્દ્ર મોદી એ ભયને ખતમ કરી નાખ્યો. તેમણે જાપાન વિયેતનામ ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે સંબંધો સુધારીને ચીનને ઘેરવાનો પ્રયાસ કર્યો. 
 
ગયા વર્ષે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારતની યાત્રા કરી હતી 
 
વિજયક્રાંતિના મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો કે તેઓ ભારતીય સીમામાં પોતાની સેનાની ઘુસપેઠ રોકે. ઘુસપેઠ સાથે બંને દેશોના સંબંધો સુધારી શકાતા નથી. જો કે ચીને ભારતના આક્રમકના વલણનો જવાબ પાકિસ્તાન સાથે સંબંધોમાં નિકટતા બતાવીને આપવાનો પ્રયત્ન કર્યો. 

વેબદુનિયા પર વાંચો