ગુરુનાનકે જપુજી સાહેબમાં લગભગ 674 પદની રચના 16 રાગોમાં કરી છે. તેમની વાણીની સૌથી મહત્વની રચના 'જપુજી સાહેબ' છે. બધા ગુરુઓની વાણી જપુજીનીજ વ્યાખ્યા છે. કહેવાય છે કે બધા ઉપનિષદો અને ગીતાના અઘ્યયન થી જે ફળ મળે છે તે જ 'જપુજી સાહેબના' અધ્યયન થી મળે છે.
જપુ નો અર્થ થાય છે કે હંમેશા સ્મરણ કરવું. ભગવાનનું નામ વારેઘડીએ લેવાથી મનના તમામ વિકારો દૂર થાય છે. મન પવિત્ર થાય છે અને પ્રભુની ભક્તિમાં ઘ્યાન લાગે છે. જપુજી નો શરુઆતનો શબ્દ એક ઓમ બીજ મંત્ર છે. જેવી રીતે ગીતામાં બીજ મંત્ર ઓમ છે
'જપુજી' માં આત્મવિકાસના પાંચ સોપાન છે - ઘર્મ ખંડ, જ્ઞાન ખંડ, શ્રમ ખંડ, કર્મ ખંડ તથા સત્ય ખંડ. જીજ્ઞાસુ પ્રભુના નામનુ સ્મરણ કરીને મન આત્માને પવિત્ર કરે છે અને આ પાંચ ખંડોનું ચિંતન કરીને સત્યનું અર્થાત બ્રહ્મનું દર્શન કરે છે. આ વાણીમાં શ્રવણ અને મનન કરવા પર વિશેષ ભાર આપ્યો છે.