Navratri 2020:કેવી રીતે બન્યા માતાના 51 શક્તિપીઠ, જાણો શિવ અને સતીની કથા
શનિવાર, 17 ઑક્ટોબર 2020 (00:00 IST)
નવરાત્રિના દિવસોમાં માતાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. આ વખતે નવરાત્રિ 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. માતાના શક્તિપીઠનુ ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન તેમનું મહત્વ વધી જાય છે. . માતા દુર્ગાએ દુષ્ટોનો સંહાર અને પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે ઘણા સ્વરૂપો લીધા. જેમાંનું એક સ્વરૂપ સતીનું હતું. જેમાં તેમણે શિવ સાથે લગ્ન કર્યા. અહીંથી માતા સતીની શક્તિ બનવાની કથા શરૂ થાય છે. ચાલો જાણીએ ભગવાન શિવ અને માતા સતીની કથા, કેવી રીતે માતાના 51 શક્તિપીઠનું થયુ નિર્માણ.
પુરાણો અનુસાર, પ્રજાપતિ દક્ષ બ્રહ્માના માનસ પુત્રોમાંથી એક હતા. તેમની બે પત્નીઓ હતી, જેમનુ નામ હતુ પ્રસુતિ અને વીરણી, રાજા દક્ષની પત્ની પ્રસુતિના ગર્ભથીમાતા સતીનો જન્મ થયો હતો. પૌરાણિક કથા મુજબ માતા સતી શિવ સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ રાજા દક્ષ આ લગ્નની વિરુદ્ધ હતા. તેમને શિવજીના રહેવાની રીત અને વેશભૂષા પસંદ નહોતી. તેમ છતાં તેમને પોતાની ઇચ્છા વિરુદ્ધ પોતાની પુત્રી સતીના લગ્ન શિવ સાથે કરવા પડ્યા
એકવાર રાજા દક્ષે ખૂબ જ ભવ્ય યજ્ઞનુ આયોજન કર્યુ. તે યજ્ઞમાં તેમણે તમામ દેવી-દેવતાઓને આમંત્રણ આપ્યું. પરંતુ આ યજ્ઞમાં ભગવાન શિવ અને માતા સતીને આમંત્રણ આપવામાં આવ્યુ નહી. માતા સતી આમંત્રણ વિના અને શિવના ના પાડવા છતા પણ પોતાના પિતાને ઘેર ગયા. માતા સતી જ્યારે તેમના પિતાને ત્યા પહોચી તો પ્રજાપતિ દક્ષએ ભગવાન શિવ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો. આ રીતે માતા સતીએ પોતાના પતિનું અપમાન સહન ન થયુ અને તેમણે હવન કુંડમાં પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી.
ભગવાન શિવને જ્યારે આ વાતની ખબર પડી, ત્યારે તે ખૂબ જ દુ:ખી અને ક્રોધિત થઈ ગયા. પછી તેમણે વીરભદ્રને ત્યાં મોકલ્યો. વિરભદ્રએ ગુસ્સામાં રાજા દક્ષનું માથુ ઘડથી અલગ કરી નાખ્યું. જ્યારબાદ શિવજીએ માતા સતીના શરીર લઈને દ્રવિત હૃદયથી તાંડવ કરવાનું શરૂ કર્યું. જેનાથી બધા દેવી-દેવતાઓ ચિંતિત થઈ ગયા. ત્યારે શિવજીનો મોહ ભંગ કરવા માટે વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના શરીરને ટુકડે ટુકડા કરી નાખ્યા. માતા સતીના શરીરનો ભાગ અને આભૂષણ જ્યા જ્યા પડ્યા ત્યા શક્તિપીઠનું નિર્માણ થયુ. આ રીતે કુલ મળીને 51 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો