નમસ્તે ટ્રમ્પ: યુએસ સિક્રેટ એજન્ટ્સ સુરક્ષા વ્યવસ્થા પર રાખશે તીરછી નજર,જુઓ કેવી છે તૈયારીઓ

મંગળવાર, 18 ફેબ્રુઆરી 2020 (18:56 IST)
અમેરિકી પ્રમુખને ‘ધ બિસ્ટ’ તરીકે ઓળખાતી વિશ્વની સૌથી સુરક્ષિત કારમાં બેસાડવામાં આવે છે. અમેરિકી પ્રમુખ જ્યારે કોઈ દેશની મુલાકાતે જાય તે પહેલાં એરફોર્સના ગ્લોબ માસ્ટર કાર્ગો કેરિયર વિમાનમાં આ રીતે કાર ફીટ કરી જે-તે શહેરમાં લઈ જવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરીએ અમેરિકી પ્રમુખ ટ્રમ્પની અમદાવાદની મુલાકાત દરમિયાન 22 કિલોમીટરનો રોડ-શો પણ યોજાવાનો છે. અમેરિકી પ્રમુખના કાફલામાં 40થી વધુ કાર જોડવામાં આવે તેવી શક્યતા છે. આમાંથી એક રોડરનર અમદાવાદ આવી પહોંચી છે.
 
સોમવારે વિમાનમાંથી અમેરિકી સુરક્ષા એજન્સીઓ માટેના આધુનિક ઉપકરણો તેમજ સિક્રેટ સર્વિસના વેપન્સ સહિતની સામગ્રી લાવવામાં આવી હોવાનું મનાય છે. પરોઢિયે આવેલું આ વિમાન બપોરે 2 વાગ્યે પરત ગયું હતું. હવે ટ્રમ્પના આગમન સુધી દરરોજ એક વિમાન જરૂરી સાધન સામગ્રી પહોંચાડવા માટે અમદાવાદ એરપોર્ટ આવશે.
 
ટ્રમ્પના આગમનને લઇને યુએસ સિક્રેટ એજન્ટ્સ સુરક્ષા વ્યવસ્થા પર ખૂબ જ તીરછી નજર રાખી રહ્યાં છે. ત્યારે આ માટે તેમણે સ્પેશિયલ યુએસથી સુરક્ષા સાધનો એરક્રાફ્ટથી મગાવ્યા છે. જેમાં એક કાર કે જેના ઉપર 360 ડિગ્રી કેપ્ચર કરી શકે તેવા સુવિધાવાળો કેમેરો લગાવવામાં આવ્યો છે, તે સ્પેશિયલ યુએસથી મગાવવામાં આવી છે. જેની કિંમત અંદાજે 1 કરોડ 25 લાખ રૂપિયા જેટલી છે. આ કેમેરાનું સીધું કનેક્શન ગુજરાત પોલીસ અને સિક્રેટ સર્વિસના એજન્ટ્સના રૂમમાં હશે. જેના માટે ગુજરાત પોલીસના ઓફિસર્સ અને સિક્રેટ સર્વિસના એજન્ટે બેઠકનું આયોજન કર્યું હતું. આ સિવાય એર ફોર્સ માટે પણ સ્પેશિયલ સિક્યોરિટી ફાળવવામાં આવશે.
 
આ કાર અમેરિકી પ્રમુખના કાફલાનો ભાગ
ધ વ્હાઈટ હાઉસ કોમ્યુનિકેશન્સ એજન્સી (ડબ્લ્યૂએચસીએ) રોડરનર કાર દરેક અમેરિકી પ્રમુખના કાફલાનો ભાગ છે. તે મોબાઈલ, કમાન્ડ-કન્ટ્રોલ વ્હીકલ તરીકે ઓળખાય છે. આ વાહન અમેરિકી પ્રમુખના કાફલાનું મુખ્ય સંદેશા વ્યવહાર હબ છે. આમાં ટ્રાન્સપોન્ડર, એન્ટેના, સેટેલાઈટ કોમ્યુનિકેશન, વીએચએફ એન્ટેના જેવી સુવિધા હોય છે. તે અમેરિકી સિક્રેટ સર્વિસ કમાન્ડની વિશેષ એસયુવી છે. આ કાર સોમવારે અમદાવાદમાં જોવા મળી.
 
કારના છાપરા પર ફ્લેટ પ્લેટ બનાવેલી હોય છે જેના પર સેટેલાઈટ કમ્યુનિકેશન એન્ટેના ફીટ કરેલું હોય છે.
રોડરનર પર એક્સ આકારના સેટેલાઈટ કમ્યુનિકેશન એન્ટેના સાથે સરક્યુલર એન્ટેના પણ હોય છે.
રોડરનરના વચ્ચેના ભાગમાં સંદેશા વ્યવહારના સાધનોની રેક હોય છે. એક રેકમાં રાઉટર, ત્રણ ડીટીઈસીએચ સર્વર હોય છે. રોડ રનરના ત્રણ લેપટોપ ઓનબોર્ડ નેટવર્ક સાથે કનેક્ટ રહે છે.
સેન્ટર કોન્સોલના જમણા કપહોલ્ડરમાં હેરિસ હેન્ડહેલ્ડ જ્યારે ડાબામાં 3 શાઉટ નેનો છે.
કોન્સોલમાં સેમીફિક્સ કમાન્ડ સેન્ટર છે જે સ્પેશિયલ ઓપરેશન માટે વપરાય છે.
રોડરનરના ડાબા પડખે પાવર પેનલ છે. આ સિવાય બહારની બાજુએ કોઈપણ સુધારા નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર