#TrumpInIndia Live -ટ્રમ્પ અને મેલાનિયાનું પીએમ મોદીએ કર્યુ સ્વાગત, મોદી ટ્રમ્પને ભેટી પડ્યા

સોમવાર, 24 ફેબ્રુઆરી 2020 (12:08 IST)
એરપોર્ટ બાદ ટ્રમ્પ પોતાની બીસ્ટ ગાડીમાં બેસીને  ઈન્ડિયા રોડ શો શરૂ થયો હતો. રસ્તા પર જતાં પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
-તો ટ્રમ્પે પણ ગાડીમાં બેસીને રસ્તા પર સ્વાગત માટે ઉભેલાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
- એરપોર્ટ પર માથે ગરબો રાખીને મહિલાઓએ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. 
- પ્રોટોકોલ તોડીને પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે પહોંચ્યા. જેવા જ સીડીઓથી ટ્રમ્પ નીચે આવ્યા ત્યાં જ આગળ ઉભેલાં વડા પ્રધાન મોદી તેમને ભેટી પડ્યા હતા. જાણે કે વર્ષો જૂનાં બે દોસ્ત મળી રહ્યા હોય તેવો નજારો એરપોર્ટ પર સર્જાયો હતો. 
 












દુનિયાના સૌથી તાકતવર દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ થોડી જ વારમાં અમદાવાદ પહોંચશે.  રાષ્ટ્રપતિના રૂપમાં તે પોતાની પ્રથમ પ્રવાસ પર ભારત આવી રહેલ ડોનાલ્ડ ટ્રંપના સ્વાગત માટે અમદાવાદને સજાવ્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અમદાવાદ  પહોંચી ગયા છે. તેઓ એયરપોર્ટ પર તેમનુ સ્વાગત કરશે. ડોનાલ્ડ ટ્રંપ પોતાના પરિવાર સાથે ભારત આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદ, દિલ્હી અને આગરાની મુલાકાત લેશે. 
-  મોટેરા સ્ટેડિયમમાં 60 હજાર લોકોએ કરી લીધો પ્રવેશ, હજુ પણ સ્ટેડિયમ બહાર ભારે જનમેદની. સ્ટેડિયમની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમની મજા માણી રહ્યા છે હજારો લોકો. 
 
- નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્યપાલ અને અમદાવાદના મેયર બિજલ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. 
 
પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં જે ટવીટ કર્યું હતું તેનો જવાબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આપ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે હિન્દીમાં ટ્વીટ કરીને લખ્યું હતું કે- હું ભારત આવવા તત્પર છીએ. હું રસ્તામાં છું, થોડા જ કલાકોમાં હું બધાને મળીશ.
 
- ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએંમ નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. 9000 બહેનો સામૈયા દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીનું સ્વાગત કરશે. કોટેશ્વરથી સ્ટેડિયમ સુધી કળશથી સામૈયું કરાશે. દૂધ ઉત્પાદક મહિલાa દ્વારા સ્વાગત કરવામાં આવશે.
 
-  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈ ટ્વીટ કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદ આવતાં પહેલાં એક વીડિયો શેર કર્યો હતો. જેને રિટ્વીટ કરીને પીએમ મોદીએ લખ્યું કે, ભારત તમારા આગમનની આતુરતાપુર્વક રાહ જોઈ રહ્યું છે. તમારી મુલાકાતથી આપણા દેશો વચ્ચેની મિત્રતા જરૂરથી વધારે ગાઢ બનશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર