હોટલ ઓબેરોયમાંથી આતંકનો સફાયો

એએનઆઇ

શુક્રવાર, 28 નવેમ્બર 2008 (16:15 IST)
મુંબઈમાં હાલમાં ત્રણ સ્થળોએ પોલીસ અને સેનાના જવાનોનું અભિયાન ચાલી રહ્યુ હતું. જેમાંથી ઓબેરોય હોટેલમાં જવાનોએ પોતાનો કબ્જો જમાવી લીધો છે. તેમજ નરીમન હાઉસમાં પણ ઓપરેશન પૂર્ણ કરી દેવામાં આવ્યુ છે. જેમાં ફસાયેવલા લોકોને સલામતરીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન સેનાએ બે આતંકીઓને હોટલમાં ઠઆર કર્યા હતા.

મુંબઈમાં આતંક્વાદીઓ દ્વારા ચાલી રહેલા હુમલાએ ગંભીર રૂપ ધારણ કર્યુ છે. દેશના ઇતિહાસમાં આ સૌથી મોટો આતંકવાદી હુમલો છે. જેમાં 127 લોકોના મોત થયા છે. જ્યારે 14 પોલીસ જવાનો શહીદ થયા છે. જ્યારે 277 લોકોને ગંભીર ઈજા થઈ છે.

આ ઉપરાંત સેનાના કમાંડર દ્વારા તાજ હોટેલમાં પણ ઓપરેશન પૂરૂ થવાની જાહેરાત થઈ તેની થોડી જ ક્ષણો બાદ તાજ હોટલમાંથી ચાર ચાર ગ્રેનેડ બોમ્બ ફેકાયા જેનાથી ફરી અફડાતફડી મચી ગઈ હતી. હાલમાં ફરી તાજમાં ઓપરેશન ચાલુ કરાયુ છે.

વેબદુનિયા પર વાંચો