આતંકીઓ સમુદ્રનાં રસ્તે શહેરમાં પ્રવેશ્યા

મુંબઈમાં બુધવારે કાળો કેર વર્તાવનાર આતંકવાદીઓ સમુદ્રનાં માર્ગે પ્રવેશ્યા હોવાનું જાસુસી તંત્રનું માનવું છે. આ આતંકવાદીઓની સંખ્યા 20થી વધુ હોવાનો અંદાજ છે.

દેશની રાજધાનીનાં સૌથી વીવીઆઈપી વિસ્તારને આતંકવાદીઓએ સતત દસ કલાક સુધી બાનમાં રાખ્યું હતું. તેઓ સતત ફાયરીંગ અને ગ્રેનેડથી બ્લાસ્ટ કરતાં હતાં. તેઓ હોટલ તાજ થી લઈને ઓબેરોય હોટલ,કોલાબા, બોરીવલી વગેરે વિસ્તારમાં ફેલાઈ ગયા હતાં. તેમજ આટલા લાંબા સમય સુધી ફિદાયીન ઓપરેશન ચલાવવા માટે વિશાળ માત્રામાં તૈયારી અને ગોળા બારૂદ પણ જોઈએ.

દેશની ટોચની જાસુસી સંસ્થા આઈબીએ જાહેર કર્યું હતું કે આતંકવાદીઓ દરિયાઈ માર્ગે શહેરમાં પ્રવેશ્યા હતાં. તેઓ 20થી વધુ સંખ્યામાં હાજર છે. તેમની પાસે વિશાળ સંખ્યામાં ગોળી અને હેન્ડ ગ્રેનેડ લઈને આવ્યા છે. મહારાષ્ટ્ર ટાઈમ્સનાં અખબારે એક સંદિગ્ધ આતંકવાદીઓનો ફોટો પ્રકાશિત કર્યો હતો. જેની પાસે એક બેગ હતી. આ બેગમાં વિશાળ માત્રામાં બોમ્બ અને ગોળીઓ રાખી શકાય તેમ છે. તેથી આતંકવાદીઓ એન્કાઉન્ટર લાંબુ ચાલે તેની તૈયારી સાથે આવ્યા હતાં.

આટલી મોટી સંખ્યામાં આતંકવાદીઓનું જમીન માર્ગે આવવું શક્ય નથી. તેથી તેમણે દરિયાઈ માર્ગ પસંદ કર્યો હશે, તેવું માનવામાં આવી રહ્યુ છે. તેઓ બે બોટમાં આવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જો કે આ અંગે વધુ માહિતી તપાસમાં જ જાણવા મળશે. પણ તેનાથી મુંબઈની દરિયાઈ સીમાની સુરક્ષા પર સવાલ ઉપસ્થિત કર્યા છે.

વેબદુનિયા પર વાંચો