પાછલાં પાંચ વર્ષની અંદર થયેલ હુમલાઓ પર નજર નાંખીએ તો અત્યાર સુધી દેશે હજારો બેગુનાહ જીંદગીઓનાં મૃત્યું જોયા છે. અમે અત્યાર સુધી થયેલ આતંકવાદી હુમલાઓનો ક્રમવાર ઈતિહાસ નીચે આપ્યો છે :
13 માર્ચ, 2003: મુંબઈની એક લોકલ ટ્રેનમાં બોમ્બ વિસ્ફોટમાં 11નાં મોત 25 ઓગસ્ટ,2003 : મુંબઈમાં બે કાર ધડાકામાં 60નાં મોત 15 ઓગસ્ટ, 2004 : આસમમાં બોમ્બ ધડાકાઓની અંદર 16નાં મોત, જેની અંદર મોટા ભગાના સ્કુલના બાળકો હતાં. 29 ઓક્ટોમ્બર, 2005 : દિલ્હીના બજારોમાં ત્રન જોરદાર ધડાકામાં 66નાં મોત. 7 માર્ચ, 2006 : બનારસમાં ત્રણ બોમબ વિસ્ફોટમાં 15નાં મોત 60 ઘાયલ. 11 જુલાઈ, 2006 : મુંબઈના રેલ્વે સ્ટેશનોમાં અને લોકલ ટ્રેનોમા6 7 બોમ્બ ધડાકામાં 180 કરતાં પણ વધારે લોકોનાં મોત 8 સપ્ટેમ્બર, 2006 : મુંબઈથી 260 કિલોમીટર દૂર માલેગાવની અંદર એક મસ્જીદની નજીક થયેલ બોમ્બ ધડાકામાં 32 લોકોનાં મોત. 19 ફેબ્રુઆરી, 2007 : ભારતથી પાકિસ્તાન જઈ રહેલ સમજૌતા એક્સપ્રેસમાં બે બોમ્બ વિસ્ફોટ, 66 કરતાં વધારેનાં મોત, મરનારા મોટા ભાગે પાકિસ્તાની હતાં. 18 મે, 2007 : હૈદરાબાદમાં ઝુમી નમાઝના સમયે મસ્જીદમાં બોમ્બ ફાટવાથી, 11નાં મોત. 25 ઓગસ્ટ, 2007 : હૈદરાબાદમાં એક મનોરંજ પાર્કમાં રોડના કિનારે એક ઢાબામાં થોડીક મિનિટના સમયગાળાની અંદર ત્રણ ધડાકાઓમાં, 40નાં મોત. 13 મે, 2008 : જયપુરમાં એક પછી એક 7 ધડાકાઓમાં 63નાં મોત. 25 જુલાઈ, 2008 : બેંગલોરમાં 7 ધડાકાઓની અંદર એકનું મોત, 15 ઘાયલ. 26 જુલાઈ, 2008 : અમદાબાદમાં 70 મિનિટની અંદર 26 ધડાકાઓમાં 56 લોકોનાં મોત અને 200 ઘાયલ. 13 સપ્ટેમ્બર, 2008 : રાજધાની દિલ્હીનાં મહત્વપુર્ણ બજારોની અંદર ક્રમબદ્ધ ધડાકાઓની અંદર 26નાં મોત. 28 સપ્ટેમ્બર, 2008 : ગુજરાતના મોડાસા અને મહારાષ્ટ્રના માલેગાવમાં બોમ્બ ધડાકામાં 5નાં મોત. 21 ઓક્ટોમ્બર, 2008 : મણિપુર પોલીસ કમાંડર કોમ્પલેક્ષની નજીક ધડાકામાં 17નાં મોત. 30 ઓક્ટોમ્બર, 2008 : આસામમાં અલગ અલગ વિસ્તારની અંદર 18 આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 45 લોકોનાં મોત અને 100 કરતાં વધારે ઘાયલ.