મનમોહનસિંહે આપાતકાલિન બેઠક બોલાવી

વાર્તા

ગુરુવાર, 27 નવેમ્બર 2008 (15:22 IST)
દેશની આર્થિક રાજધાની મંબઇમાં થયેલા ઘાતકી આતંકવાદી હુમલાથી પ્રધાનમંત્રી ડો. મનમોહનસિંહે આવી પડેલી સ્થિતિને પગલે આજે મંત્રી મંડળની એક આપાત કાલિન બેઠક બોલાવી હતી. બેઠકમાં સુરક્ષા સલાહકાર એન.કે.નારાયણે આ ઘટના અંગે મુંબઇની તાજા સ્થિતિ અંગે જાણકારી આપી હતી.

આતંકવાદીઓની વિરૂધ્ધ છેલ્લા 12 કલાકથી કમાન્ડો કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે. આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 101 લોકો માર્યા ગયા છે. જેમાં એટીએસના પ્રમુખ હેમંત કરકરે, એસીપી અશોક કામ્ટે, વિજય સાલસ્કર સ હિત કેટલાય પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે.

ગૃહમંત્રી શિવરાજસિંહ પાટીલ ઘટના સ્થળની મુલાકાત લેવા માટે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ જે.કે.દત્તની સાથે મુંબઇ આવ્યા છે. પ્રધાનમંત્રી મનમોહનસિહ અને લોકસભા વિપક્ષના નેતા લાલકૃષ્ણ અડવાણી પણ મુંબઇ આવી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો