નૌ સેનાએ મુંબઇમાં વિભિન્ન સ્થળોએ હુમલો કરનાર આંતકીઓને મુંબઇ લાવનાર શકમંદ જહાજને રોકી લીધુ છે. રક્ષાસુત્રો દ્વારા જાણવા મળેલી માહિતી મુજબ પાકસ્તાનમાંથી આતંકવાદીઓને મુંબઇ લાવનાર આ જહાજને આંતરી લેવાયું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, એમવી એલ્ફા નામના આ જહાજ દ્વારા આતંકવાદીઓ કરાંચીથી ગુજરાતના માર્ગે થઇ મુંબઇ આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.