સાસ, બહુ ઔર સેંસેક્સ : સેંસલેસ

P.R

નિર્માતા : જયશ્રી માખીજા
નિર્દેશક : શોના ઉર્વશી
કલાકાર : તનુશ્રી દત્તા, અંકુર ખન્ના, કિરણ ખેર, ફારૂક શેખ, માસૂમી માખીજા

સાસુ વહુના શો અને સેંસેક્સમાં આ દિવસોમાં સામાન્ય ભારતીયો ખુબ જ રૂચિ લઈ રહ્યાં છે. આને જોતા શોના ઉર્વશીએ આ બંનેને મિલાવીને સાસ બહુ ઔર સેંસેક્સ નામની ફિલ્મ બનાવી છે. સાસ-બહુ સ્ટોક માર્કેટ સિવાય ફિલ્મમાં પ્રેમ ત્રિકોણ, સ્ટૉક બ્રોકરનો એક તરફનો પ્રેમ અને ગૃહિણીઓનો સ્ટોક માર્કેટમાં રસ લે છે આ બધી વાતોને પણ આ ફિલ્મની અંદર સમાવવામાં આવી છે.

શોનાએ નિર્દેશકની રીતે થોડાક દ્રશ્યો સારા ફિલ્માવ્યા છે પરંતુ લેખકના રૂપમાં તે પ્રભાવિત નથી કરી શકતી. ઘટનાઓનો ક્રમ બરાબર છે પરંતુ છેલ્લા બિંદુ સુધી પહોચવા માટે તે વધારે સમય લે છે. ફિલ્મનો સમય જો દોઢ કલાકનો હોત તો ફિલ્મ વધારે પ્રભાવશાળી હોત. બધુ જોઈને કહીએ તો સાસ બહુ ઔર સેંસેક્સ ફક્ત અમુક દ્રશ્યોમાં જ સારી લાગે છે.

પોતાની મા બિનિતા (કિરણ ખેર)ની સાથે નિત્યાને પોતાના પિતા અને કોલકાતામાં આવેલ આરામદાયક ઘર છોડવું પડે છે. નવી મુંબઈમાં આવીને નવા શહેરની સાથે તાલમેળ બેસાડવામાં તકલીફ પડે છે. તેનો પાડોશી રિતેશ (અંકુર ખન્ના) આ મુદ્દે તેને મદદ કરે છે.

બિનિતા કોલોનીમાં રહેનારી મહિલાઓ સાથે દોસ્તી કરીને તેમની સાથે કીટી પાર્ટીમાં જોડાવા લાગે છે. તેની મુલાકાત સ્ટોક બ્રોકર ફિરોજ (ફારૂખ શેખ) સાથે થાય છે જે તેમને પૈસાનું રોકાણ કરવાનો સાચો માર્ગ બતાવે છે.
P.R

સ્ટોક માર્કેટનો ચઢાવ-ઉતાર, કીટી પાર્ટી, સોપ ઓપેરા કઈ રીતે સંબંધોમાં બદલાવ લાવે છે તે આ વાર્તાનો સાર છે.

શોના વિષય લીકથી હટીને છે પરંતુ જરૂરી નથી કે લીકથી દૂર રહીને બીજા વિષય પર બનેલી ફિલ્મ સારી જ હોય. શેર માર્કેટને સમજવું હજી પણ ઘણાં લોકો માટે મુશ્કેલ છે. ફિલ્મની અંદર ઘણી ખામીઓ છે જેમની તરફ ધ્યાન આપવામાં આવ્યું નથી. ફિલ્મના સંગીત વિશે ઠીક છે તેવું કહી શકાય છે પરંતુ સારી વાત તે છે કે બધા જ ગીતો લગભગ એક-એક મિનિટના જ છે.

ફારૂખ શેખ અને કિરણ બેદીને અભિનય કરતાં જોઈને ખુબ જ સારૂ લાગે છે. લાંબા સમય બાદ ફારૂખે જોરદાર વાપસી કરી છે. કિરણ ખેરે પણ પોતાની ભુમિકા સાથે ન્યાય કર્યો છે. તનુશ્રીને પોતાની પ્રતિભાનો અવસર મળ્યો અને તેણે આનો ફાયદો પણ ઉઠાવ્યો. અંકુર ખન્ના દરેક ફિલ્મની અંદર વધારે હીટ થતાં જઈ રહ્યાં છે. માસુમીનો અભિનય પણ ટુકડાઓમાં સારો છે.

બધુ જોઈને સાસ બહુ અને સેંસેક્સ નિરાશ કરે છે.