સાઁવરિયા - ભંસાલીની સૌથી નબળી ફિલ્મ

IFM

નિર્માતા-નિર્દેશક - સંજય લીલા ભંસાલી
સંગીત - મોંટી શર્મા
કલાકાર - રણબીર કપૂર, સોનમ કપૂર, સલમાન ખાન, રાણી મુખર્જી, જોહરા સહગલ

સંજય લીલા ભંસાલીની 'સાઁવરિયા' એક પ્રેમ કથા છે. આ પ્રેમ કથામાં ગુલાબો (રાણી મુખર્જી) રણબીરરાજ (રણબીર કપૂર) ને પ્રેમ કરે છે. રાજ સકીના(સોનમ કપૂર)ને પ્રેમ કરે છે. અને સકીના ઈમાન(સલમાન ખાન)ને. બધાનો પ્રેમ સાચો છે.

કથાના મુખ્ય અભિનેતા છે રણબીર અને સકીના. સપનોના એક શહેરમાં રણબીર એક રાત્રે પુલ પર સકીનાને જોઈને તેની પર મોહિત થઈ જાય છે. બંને વચ્ચે દોસ્તી થઈ જાય છે. સકીના, રાજને ફક્ત પોતાનો મિત્ર માને છે, પણ તે સકીનાને માટે પોતાનો જીવ આપવા પણ તૈયાર છે.

IFM
રાજને મુલાકાતની બીજી રાત્રે ખબર પડે છે કે સકીના, ઈમાન નામના એક વ્યક્તિને પ્રેમ કરે છે, જે સકીનાને છોડીને ક્યાંક જતો રહ્યો છે. અને એક વર્ષ પછી પાછો ફરવાનો હોય છે. એ દિવસ આવવાની તૈયારીમાં છે. રાજ, સકીનાને એ વાતનો વિશ્વાસ અપાવવાની બહુ કોશિશ કરે છે કે ઈમાન નહી આવે, પણ ઈમાન આવે છે અને સકીનાને લઈને જતો પણ રહે છે.

વાર્તા ત્રણ દિવસ અને ત્રણ રાતની છે, સવા બે કલાકનો સમય પણ ધણો લાંબો લાગે છે. કારણકે ફિલ્મમાં કંટાળાજનક દ્રશ્યો છે. કહેવા માટે તો ફિલ્મ એક પ્રેમ કથા છે, પણ એમાંથી પ્રેમ જ ગાયબ છે.

સકીના ઈમાનને પ્રેમ કરે છે જે ફિલ્મમાંથી ગાયબ છે. રાજ સકીનાને પ્રેમ કરે છે, પણ સકીના તેને પ્રેમ નથી કરતી અને આખી ફિલ્મ આ બંનેની આસપાસ જ ફરે છે. વાર્તા એવી છે કે દર્શકોની સહાનુભૂતિ ન તો સકીનાને મળી શકતી કે નથી રાજને. ફક્ત સંવાદોને સહારે વાર્તાને આગળ વધારી છે. પણ સંવાદોમાં પણ એટલો દમ નથી.

ફિલ્મની પટકથામાં કેટલીય ખામીયો છે. રાજને ખૂબ જ સારો માણસ બતાવ્યો છે. જ્યારે તેને ખબર પડે છે કે સકીના તેને પ્રેમ નથી કરતી છતાં પણ તે તેની પાછળ કેમ પડે છે ? સકીના રાજથી પીછો કેમ નથી છોડાવતી ?

શહેરના સુમસામ રસ્તાઓ પર આખી રાત સકીના અને રાજ ફરતાં રહે છે, ગાતા રહે છે શું તેમને કોઈ જોતું નથી ? જ્યારે કે સકીનાને તો ઘરવાળાંઓની ખૂબ બીક લાગતી હોય છે. રાજ વિશે પણ કશું નથી બતાવ્યું કે તે કોણ છે ? ક્યાંથી આવ્યો છે ? તેનો ઉદ્દેશ્ય શુ છે ?

આ જ હાલત ઈમાનના રોલની છે. તે સકીનાને છોડીને ક્યાં જાય છે અને કેમ જાય છે કશું જ સ્પષ્ટ નથી કર્યુ. ઈમાન અને સકીનાના બહુ થોડાં દ્રશ્યો મુક્યા છે. દર્શકોને એ નથી સમજાતું કે ક્યારે આ બંનેને એકબીજા પ્રત્યે આટલું આકર્ષણ થઈ ગયુ.

સલમાન અને સોનમની જોડી કોઈપણ રીતે જામતી નથી. બંને વચ્ચે ઉંમરનું અંતર ચોખ્ખું દેખાય છે.

IFM
નિર્દેશક સંજય લીલા ભંસાલી કદાચ એવું વિચારતાં હશે કે તેઓ જે કરશે તે દર્શકોને ગમશે અથવા તો તેમને પોતાના પર વધારે પડતો આત્મવિશ્વાસ થઈ ગયો છે. ફિલ્મના સેટ અને ભવ્યતા વાર્તા પર હાવી થઈ ગયા છે. એક જેવા સેટ અને લાઈટ અને શેડને કારણે ફિલ્મ મોનોટોનસ લાગે છે.

IFM
રણબીર કપૂરનો અભિનય પહેલી ફિલ્મના હિસાબથી ઠીક છે. સોનમ કપૂર કેટલાક એંગલથી સુંદર લાગે છે અને કેટલાંક એંગલથી સાધારણ. રણબીરના મુકાબલે તેનો અભિનય નબળો છે. સલમાન ખાન બિલકુલ નથી જામતા. તેમની નાનકડી ભૂમિકા જોઈને તેમના પ્રશંસક નિરાશ થશે. રાણી મુખર્જીનો અભિનય સુદર છે. પણ તેમની ભૂમિકાને વધુ પડતું મહત્વ આપી દીધુ છે. જોહરા સહગલ પ્રભાવશાળી છે.

મોંટી શર્મા દ્વારા સંગીતબધ્ધ ગીતોમાં 'સાઁવરિયા' અને 'જબ સે તેરે નૈના' સારા છે. તકનીકી રૂપથી ફિલ્મ સશક્ત છે. બધુ મળીને 'સાઁવરિયા' સંજય લીલા ભંસાલીની સૌથી કમજોર ફિલ્મ છે.