1991 માં લોખંડવાલામાં જે શૂટાઆઉટ થયો હતો તેને હંમેશા જ શંકાની નજરે જોવામાં આવ્યો. આ શૂટઆઉટ વિશે કહેવાય છે કે તે દાઉદના ઈશારે કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે આ અપરાધ કરનાર અપરાધીઓ ચારેબાજુથી ઘેરાઈ ગયા હતા અને તેથી જ આત્મ સમર્પણ કરવાં માંગતા હતા, પરંતુ પોલિસે તેમને મારી નાખ્યાં. નિર્દેશક અપૂર્વ લાખિયાએ આ એનકાઉંટરને પોલીસની નજરે બતાવ્યું છે. અપૂર્વએ આ ઘટના વિશે વધારેમાં વધારે જાનકારી પોલીસ રેકોર્ડમાંથી મેળવી હશે, એટલે પોલીસનો પક્ષ આ ફિલ્મમાં મજબૂત હોય એ સ્વભાવિક છે.
સત્ય ઘટનાઓ પર ફિલ્મ બનાવવી એ કોઈ સરળ કામ નથી. બનાવવામાં પણ આવે તો કદી ડોક્યુંમેટ્રી બની જાય છે તો કદી મીઠું મરચુ વધું થઈ જાય છે. (આધી હકીકત આધા ફસાના) થોડી હકીકત તો થોડી મનઘડન કથા ના વગર આ ફિલ્મ બની જ નથી શકતી. પરંતુ અપૂર્વએ આ ફિલ્મમાં હકીકત અને મનોરંજનનું બેલેંસ સરખું રાખીને તેને જોવાલાયક બનાવી છે. લોખંડવાલા એનકાઉંટર કોઈ મોટી ધટના તો નહોતી અને ધણાં લોકો તો આ વિશે કશું જાણતાં પણ નથી. તે છતાં તે લોકોને આ ફિલ્મ સમજવામાં કોઈ મુશ્કેલી નથી આવતી.
લાખિયાએ પોતાના તરફથી આ ઘટના પાછળની હકીકતને શોધવાનો પ્રયત્ન નથી કર્યો, પરંતુ જેવું બધાં જાણે છે તેવું જ તેમણે દર્શકોની સામે આ ઘટનાનું ફિલ્મી રુંપાતર કરીને મૂકી દીધું છે. એટલેજ તો તેમણે આ ફિલ્મના પ્રચારમાં કહ્યું છે કે સાચી અફવાઓ પર આધારિત.
શૂટઆઉટ એટ લોખંડવાલા સાચી છે કે ખોટી એ વિચારવાનું કામ નિર્દેશકે દર્શકો પર છોડી દીધું છે. ફિલ્મના પ્રદર્શિત થવાના એક દિવસ પહેલા અંડરવર્લ્ડ ના પહેલાના ડૉન એજાજ લકડાવાલા એ આ ચોખવટ કરી છે કે આ શૂટ આઉટ ફર્જી હતો અને તેને દાઉદના ઈશારો પર અંજામ આપવામાં આવ્યો હતો.
માયા ડોલાસ (વિવેક ઓબેરોય) દાઉદ નો માણસ હતો. તે દાઉદના ઈશારો પર મુંબઈમાં અપરાધ કરતો હતો. કામ કરતાં-કરતાં તેને એ વાતનું અભિમાન થઈ ગયું કે તેને હવે દાઉદની જરુર નથી. તેને દાઉદના કાયદા કાનૂન માનવાની ના પાડી દીધી. પોલિસ ઑફિસર ખાન (સંજય દત્ત) પોતાના ગ્રુપ એટીએસ (એંટી ટેરિસ્ટ સ્કવૉડ) ના દ્વારા માયા અને તેમના દોસ્તોની શોધમાં રહે છે.
એક દિવસ તેમને જાસૂસ દ્વારા એ સૂચના મળે છે કે માયા અને તેના સાથી લોખંડવાલામાં આવેલ એક ફલેટમાં સંતાયા છે. કહેવાય છે કે તેમને કોઈ જાસુસે નહિ પણ ખુદ દાઉદે ફોન કરી માયાનું સરનામું બતાવ્યું હતું નિર્દેશક અપૂર્વે બંને બાજુઓને બતાવ્યા છે. પોલિસ તે જગ્યાને ચારે તરફથી ઘેરી લે છે. ખાન પોતાના સાથિયોને આ સલાહ આપે છે કે જેવા તેમને ગુનેગારો દેખાય કે તરતજ તેમને મારી નાખે. એક અપરાધી જીવતો પકડાય છે તો ખાન તેને પણ ગોળીઓથી વીંધી નાખે છે. છ કલાક સુધી ચાલેલા આ એનકાઉંટરમાં બધા અપરાધીઓ માર્યા ગયા હતા.
અપૂર્વનો વાર્તા કહેવાનો અંદાજ ખૂબ રોચક છે. એક વકીલ (અમિતાભ બચ્ચન)ની સામે ખાન, કવિરાજ પાટિલ(સુનિલ શેટ્ટી) અને જાવેદ શેખ (અરબાજ ખાન) બેસેલા છે. ખાન પર આ આરોપ છે કે તેમને એનકાઉંટર દ્વારા બહુ લોકોને મારી નાખ્યા છે. ખાન પોતાની સફાઈ આપે છે અને સ્ટોરી ચાલતી રહે છે.
ખાન પોતાની સફાઈમાં કહે છે કે માયા જેવા લોકોને મારી નાખવા જોઈએ કારણકે તેમના જીવતા રહેવાથી કોઈને ફાયદો નથી. અમિતાભ છેલ્લે જજને સવાલ કરે છે કે તમારા ઘરની બહાર કોઈ માણસ બંદૂક લઈને ઉભો હોય તો તમે શું ઈચ્છો છો કે તે ઑફિસ્રર ખાન જેવો હોય કે માયા ડોલાસ જેવો અંડરવર્લ્ડનો માણસ.
અપૂર્વએ પોલિસમાં કામ કરવાવાળાનો માનવીય પહેલુ પણ બતાવ્યો છે. પોલિસવાળા દિવસરાત કામ કરતા રહે છે અને તેને કારણે તેમના પરિવારવાળા ઉપેક્ષિત હોવાનો અનુભવ કરે છે. અને આ પછી વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે. હંમેશા અપરાધિયોથી ઘેરાયેલા રહેતા હોવાથી તેઓ જીંદગીના કેટલાય સારા પળ ગુમાવી દે છે.
અંતિમ સમયે ફલેટમાં ફસાયેલા માયા અને તેમના સાથી ટેલિફોન દ્વારા પોતાના પરિવાર સાથે વાતો કરે છે. તેમને પોતાના પભૂલનો પછતાવો થાય છે. કદાચ તેમને પણ દર્શકોની થોડી હમદર્દી મળે. એવી કોશિશ નિર્દેશકે કરી છે.
ફિલ્મની એકશન સાચી છે આખી ફિલ્મમાં હજારો ગોળીઓ ચાલે છે અને કેટલાય લોકો મરે છે. કેટલાક દ્રશ્ય તો એવા છે કે તમારું દિલ બેસી જાય. બે ગીતો એવા છે જેને હટાવી નાખવા જોઈએ કારણ કે તે સ્વાદિષ્ટ ખીચડીમાં કાંકડાનું કામ કરે છે.
પોલિસ ઑફિસર ખાન બનેલા સંજય દત્તનો અભિનય શાનદાર છે. સુનિલ શેટ્ટી અને અરબાજ ખાને તેમનો સાથ સરસ રીતે નિભાવ્યો છે. માયા ડોલાસના રુપમાં વિવેકે પોતાની છાપ છોડી છે. તેમની બોડી લેંગ્વેંજ જબરજસ્ત છે. તુષાર કપૂરે ઓવર એકટિંગ કરી છે. અભિષેકને પહેલી રીલમાં જ મારી નાખવામાં આવ્યાં છે. ખબર નથી પડતી કે તેમણે આ રોલ કેમ સ્વીકાર કર્યો. અમિતાભનો રોલ પણ નાનો છે. નાયિકાઓના ભાગે કશું નહોતું. નેહા ઘૂપિયા, દિયા મિર્ઝાને બે-ત્રણ દ્રશ્યો મળ્યા છે. ફિલ્મના અન્ય તકનીકી પક્ષ મજબૂત છે.