શાકા લાકા બુમ બુમ

સમય તામ્રકર

રવિવાર, 3 જૂન 2007 (10:04 IST)
એક સારી વાર્તા અને સંગીત પર કેવી રીતે ખરાબ ફિલ્મ બનાવી શકાય “શાકા લકા બુમ બુમ“ તેનુ જીવંત ઉદાહરણ છે. નિર્દેશકે એક સારી વાર્તાને પસંદ કરી હતી. અને તેના પરથી સારી ફિલ્મ બની શકે તેમ હતી. સફળ ફિલ્‍મના જરૂરી બધા મસાલા આ કથામાં હતાં જે સામાન્ય દર્શકોને પસંદ આવે છે. પરંતુ ફિલ્મની પટકથા એટલી નબળી છે કે દર્શકોં માટે સિનેમામાં બેસવું મુશ્કેલ બને છે. દર્શકોને સમજ નથી પડતી કે શું થઈ રહ્યું છે? અને શા માટે થઈ રહ્યુ છે? પરંતુ એટલું તો જરૂર સમજી જાય છે કે મગજ પર વધૂ જોર નાખવાની જરૂર નથી. જે નિર્દેશક બતાવી રહ્યાં છે તે ચુપચાપ જુઓ. મનોરજનના નામ પર કશું જ નથી. નથી કોમેડી, નથી એકશન કે નથી રોમાંસ. એક પણ દ્રશ્ય એવું નથી જે સારુ લાગે. પટકથા પર જરા પણ મેહનતન કરવામાં આવી નથી. કરી પૂરી ફિલ્મ માથાના દુખાવા રૂપ છે.

કહાનીમાં એજે (બૉબી દેઓલ) કે જે એક રૉક સ્ટાર છે. જેના ગીત-સંગીતની દુનિયા દિવાની છે. એજેને એક-એક ધૂન બનાવવા માટે ખૂબ મેહનત કરવી પડે છે. એજે ઈચ્છે છે કે સંગીતની દુનિયામા તેનાથી અન્‍ય કોઇ આગળ નીકળી ન શકે. એજેમાં ત્યારે અસુરક્ષાની ભાવના આવે છે જ્યારે તે રૈજી(ઉપેન પટેલ) ને મળે છે. રૈજી નૈસર્ગિક પ્રકૃતિનો ધની છે. સંગીત તેની નસ-નસમાં દોડે છે. એજેને લાગે છે કે જો રૈજીનું સંગીત દુનિયાની સામે આવશે તો લોકો તેને ભૂલી જશે. એજે રૂહી (કંગના) ને ચાહે છે. પણ રૂહી રૈજી ને પ્રેમ કરે છે.

શીના(સેલિના જેટલી) રૈજીને આગળ વધારવામાં મદદ કરે છે. અને તેને પ્રેમ કરે છે. જ્યારે એ જુએ છે કે રેંજી રૂહીને ચાહે છે. ત્યારે તેનામાં બદલાની ભાવના આવી જાય છે. બે ભગ્નહૃદયી શીના અને એજે એક થઇ જાય છે અને રેંજીને બરબાદ કરવામાં જોડાઇ જાય છે. એજે રેંજી સાથે મિત્રતા કરીને તેનો વિશ્વાસ જીતી લે છે. એજે રેંજીની બધી ધુનો ચોરી લે છે, અને તેને દારુનો વ્યસની કરીને બીમાર કરે નાખે છે. રેંજી ને જ્યારે આ વાતની ખબર પડે છે ત્યાં સુધી ધણુ મોડુ થઈ જાય છે. રૂહી એજી જોડે બદલો લે છે અને રેંજી ઠીક થઈને પાછો ફરે છે. અને સંગીતની દુનિયામાં છવાઈ જાય છે.

ફિલ્મમાં ધટનાક્રમ ની બેહદ કમી છે અને ફિલ્મ કેવલ સંવાદના દમ પર જ ચાલે છે. બૉબી અને ગોંવિંદ નામદેવ વચ્ચેના દ્ર્શ્યો એટલા બધા છે કે તે બૉર કરે છે. જો આ બધા દ્ર્શ્યોને કાઢી નાખવામાં આવે તો ફિલ્મ કેવલ એક કલાકમાં જ પૂરી થઈ જાય.

એક મ્યુઝિકલ ફિલ્મમાં ગીતો ની સંખ્યા વધારે હોવી જોઈએ,પણ ગીતોની કમી દેખાઇ આવે છે. પરંતુ જેટલા પણ ગીતો છે એ હિટ છે. પણ સાચી સિચ્યુએશન પર નથી. હિમેશના સંગીતને નિર્દેશકે બરબાદ કરી નાખ્યું છે.

નિર્દેશક સુનિલ દર્શનમા કલ્‍પનાશક્તિનો અભાવ છે. એમને સેટ પર કોસ્ટ્યુમ પર અને ફિલ્મને સ્ટાઈલિશ લુક આપવામાં જેટલો પૈસો ખર્ચ કર્યો તેનો અડધો પણ પટકથા પાછળ કર્યો હોત તો ફિલ્મ સારી બનતી, ફિલ્મના બધા કલાકારો ના ચરિત્ર વિષે કશી સમજ નથી પડતી, બધા કાચીંડાની જેમ રંગ બદલતા રહે છે.

બૉબીનો નેગેટિવ રોલ છે, આખી ફિલ્મમા બૉબીએ એક જેવી ભાવમુદ્રા રાખવાની હતી. બૉબીને પોતાનુ કેરિયર લાંબુ ચલાવવુ હોય તો તેને આવા રૉલથી બચવું જોઈએ. ઉપેન પટેલ હજુ અભિનયનો ક, ખ ,ગ... સીખે છે.

ઉપેનને હજી ધણી મેહનત કરવી પડશે. કંગનાને સેલિનાથી વધારે ફૂટેજ મળ્યાં છે. કંગનાનો અભિનય સારો છે પણ ગ્લેમરસમાં સેલિના મેદાન મારી જાય છે. અસરાની અને વિવેક વાસવાનીએ બોર કરવામાં કોઈ કસર છોડી નથી. ગોંવિદ નામદેવ ફ્રેમમાં તો બહુ જ દેખાય છે પણ સંવાદ બહુ ઓછા બોલ્યા છે.

હિમેશ રેશમિયાનુ સંગીત એકમાત્ર પ્લસ પોઈંટ છે.. ફિલ્મનુ ટાઈટલ ગીત સારુ બન્યુ છે. બધુ મળીને “શાકા લાકા બુમ બુમ” એવી ફિલ્મ છે જે કોઇને પસંદ નહીં આવે.

ભાવાનુવાદ - શ્રીમતી કલ્યાણી દેશમુખ

વેબદુનિયા પર વાંચો