શોપિંગમોલને જ ઈંડિયાની પ્રગતિ સમજનારા તે વાતને ભુલી જાય છે ભારતની પચાસ કરતા વધારે આક્ષાદી ગામડાઓની અંદર રહે છે જેમને ઘણી બધી મૂળભુત સુવિધાઓ પણ નથી મળતી.
ઈ-મેલ અને એસએમએસના જમાનામાં પણ ઘણાં લોકો અભણ છે અને સમસ્યાથી ઝઝુમી રહ્યાં છે. હવે તો ફિલ્મોની અંદરથી પણ ગામડાઓ ગુમ થતા જાય છે. આ ગામ લોકોની સંભાળ લીધી શ્યામ બેનેગલે. સજ્જનપુર ગામ દ્વારા શ્યામે ગ્રામીણ જીવનની એક ઝાંખી દેખાડી છે અને હસીભર્યા અંદાજમાં પોતાની વાતને સામે મુકી છે.
આ વાર્તા પોસ્ટ ઓફીસની બહાર બેઠેલા એક પત્ર લેખકની છે અને તેના દ્વારા પૃષ્ઠભુમિ પર પ્રસંગોને બતાવવામાં આવ્યા છે. આ પત્ર લેખક અભણ લોકોના પત્રો લખે છે અને તેમને મળેલા પત્રોને વાંચીને સંભળાવે છે. શ્યામ બેનેગલનું કહેવું છે કે મુંબઈ જેવા શહેરમાં થોડાક મહિના પહેલા આવા લોકો હતાં. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભારતની અંદરના વિસ્તારોમાં આજે પણ આ રીતના પત્ર લેખક લોકો રહે છે.
મહાદેવ (શ્રેયસ તળપદે) લોકોના પત્રો લખે છે અને પૈસા કમાય છે. એક દિવસ તેની પાસે કમલા (અમૃતા રાવ) પત્ર લખાવવા માટે આવે છે જેને તે નાનપણમાં પ્રેમ કરતો હતો. તેને જોઈને મહાદેવનો જુનો પ્રેમ જાગી ઉઠે છે. પરંતુ તેને તે જાણીને દુ:ખ થાય છે કે કમલાના લગ્ન થઈ ગયા છે અને તેનો પતિ મુંબઈમાં છે. કમલાના પતિને મહાદેવ એવો પત્ર લખે છે કે તેનાથી તે કમલાને નફરત કરે.
P.R
આ પ્રેમકહાનીની અંદર બીજી વાર્તાઓને પણ જોડવામાં આવી છે. જેની અંદર એક ગુંડાની પત્નીની વિરુદ્ધ એક કિન્નર ચુંટણી લડે છે. બાળ વિધવા અને કંપાઉંડરનો પ્રેમ અને તેનો અંત. અંધવિશ્વાસથી ભરેલી એક મા જે પોતાના દિકરા પરથી મંગળનો પડછાયો દૂર કરવા માટે તેના લગ્ન એક કુતરાની સાથે કરાવે છે.
ગામડાથી શહેરની તરફની વાર્તા કમલાના પતિ દ્વારા દેખાડી છે. શોપિંગ મોલ માટે ખેડુતોની જમીન પર કબ્જો અને આ સમાચારને સનસનીખેજની રીતે દેખાડતા એક ટીવી ચેનલ પર નુક્કડ નાટક દ્વરા વ્યંગ્ય કર્યો છે.
નિર્દેશક અને લેખકે આ સમસ્યાઓનું કોઈ જ નિરાકરણ ન બતાવતાં તેમને જેવી છે તેવી રીતે જ રજુ કરી દિધી છે કે હજુ પણ ભારત આ રીતની સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. શ્યામ બેનેગલે ફિલ્મનો મુડ હલ્કો રાખવા માટે આ ગંભીર વાતોને વ્યંગ્યાત્મક રીતે રજુ કરી છે.
ફિલ્મની વાર્તામાં થોડીક ઉણપ છે પરંતુ તેના ઉદ્દેશ્યને જોતા તેને નકારી શકાય નહિ. બે વસ્તુઓ નડે છે. એક તો ફિલ્મની લંબાઈ અને બીજા ગીતો. ફિલ્મ જો થોડી નાની હોત વાર્તા ઝડપથી આગળ વધતી કેમકે ઘણી જગ્યાએ ફિલ્મ રોકાયેલી લાગે છે. ફિલ્મના ગીતો થીમને અનુરૂપ અને અર્થપુર્ણ છે અને તે ફિલ્મની ગતિમાં પણ અવરોધ કરે છે.
ફિલ્મની અંદર બધા જ કલાકારોનો સારો અભિનય છે અને તેનો શ્રેય શ્યામ બેનેગલની પારખી નજરને જાય છે. આ શ્રેયસ તળપદેના સૌથી શ્રેષ્ઠ અભિનયમાંનો એક માનવામાં આવશે. મહાદેવના પાત્રને તેમણે ખુબ જ ઉંડી રીતે ભજવ્યું છે. તેનું ચરિત્ર કેટલાય રંગોથી ભરેલુ છે.
P.R
અમૃતા રાવનો અભિનય ઠીક છે. યશપાલ શર્મા અને ઈલા અરૂણનો અભિનય જબરજસ્ત છે. ઈલા જ્યારે પણ પડદાની સામે આવે છે ત્યારે દર્શકોને હસાડીને જાય છે. સાધુ બનેલ દયાશંકર અને કિન્નર બનેલા રવિ ઝાંકલે પણ ઘણાં હસાવ્યા છે. દિવ્યા દત્તા અને રાજેશ્વરી સચદેવને તેમની યોગ્યતા અનુસાર ભુમિકા નથી મળી.
બધુ જોઈને આ વાર્તા સાધારણ લોકોની છે જેની અંદર મનોરંજનની પાછળ એક સંદેશ પણ સંતાયેલ છે.