મનોરંજનની સાથોસાથ ફિલ્મ પોતાની વાત કહેવા કે વિચાર પ્રગટ કરવા માટે પણ સશક્ત માધ્યમ છે. 2002માં ગુજરાતમાં તોફાનોની આડમાં જે કંઇ પણ થયું એનાથી અભિનેત્રી નંદિતા દાસ પણ પ્રભાવિત થઇ અને તેણે પોતાની ભાવનાઓને ફિરાક દ્વારા રજુ કરી છે. યુધ્ધ કે હિંસા કોઇ પણ સમસ્યાનું હલ નથી. એ ખતમ બાદ પણ એની લાંબા સમય સુધી અસર જોવા મળે છે. ફિરાકમાં પણ તોફાનો સમાપ્ત થયા બાદ એની આફ્ટર ઇફેક્ટ બતાવવામાં આવી છે. હિંસામાં કેટલાય લોકો મરી જાય છે પરંતુ જે જીવતા રહે છે એમનું જીવન ભયાનક યાતનાઓથી ઓછું હોતું નથી. આ સાંપ્રદાયિક હિંસાની જપેટમાં એવા લોકો પણ આવે છે કે જેમનું ઘર સળગાવાયું નથી કે એમનો કોઇ નજીકનો સંબંધી માર્યો ગયો નથી.
ફિલ્મમાં છ વાર્તાઓ છે જે એકબીજા સાથે ગુંથાયેલી છે. એના પાત્રો દરેક ઉંમરના અને વર્ગના છે. જેમની જીંદગીના 24 કલાક બતાવવામાં આવ્યા છે. પતિ (પરેશ રાવલ)નો અત્યાચાર સહન કરનારી મધ્યમ વર્ગની પત્ની (દીપ્તી નવલ)ને આ વાતનો પશ્વાતાપ છે કે તોફાનોમાં પોતાના ઘરની બહાર જાનની ભીખ માંગનારી એક મહિલાની કોઇ મદદ કરી શકી ન હતી.
સંજય સુરી એક ઉચ્ચવર્ગીય અને ભણેલો ગણેલો મુસ્લિમ છે જેણે હિન્દુ મહિલા સાથે લગ્ન કર્યા છે. તેની દુકાન તોફાનો દરમિયાન લૂંટી લેવામાં આવી હતી અને તે ડરના લીધે ગુજરાત છોડી દિલ્હી જવા ઇચ્છે છે. એને પોતાનું નામ બતાવવામાં ડર લાગે છે કે ક્યાંક એનો ધર્મ લોકોને જાણ થઇ જશે.
IFM
શહાનાનું ઘર તોફાનોમાં સળગાવી દેવાયું છે અને એને પોતાની ખાસ સહેલીના પતિ ઉપર શક છે. તેની દોસ્તીની પરીક્ષા આ કઠીન સમયે થાય છે. રસ્તા ઉપર રખડતું એક બાળક છે કે જેના પરિવારને મારી નાંખવામાં આવ્યો છે અને તે પોતાના પિતાને શોધી રહ્યો છે.
એક વૃધ્ધ મુસ્લિમ સંગાતકાર (નસીરુદ્દીન શાહ) છે જે આ સાંપ્રદાયિક હિંસાથી ખુબજ દુઃખી છે. એનો નોકર એને પુછે છે કે શુ તમને એ વાતનું દુઃખ નથી કે મુસ્લિમોને મારવામાં આવી રહ્યા છે. તે કહે છે કે મને મનુષ્યો મરી રહ્યા છે એનું દુઃખ છે. કેટલાક યુવકો છે જે હિન્દુઓથી બદલો લેવા ઇચ્છે છે.
નિર્દેશકના રૂપમાં નંદિતા પ્રભાવિત કરે છે. ફિલ્મની શરૂઆતના દ્રશ્યો હચમચાવી મુકે છે. લાશોને અંતિમ સંસ્કાર માટે ટ્રકો દ્વારા લાવવામાં આવી રહ્યા છે. મુસ્લિમ વ્યક્તિઓ વચ્ચે એક હિન્દુ સ્ત્રીની લાશ જોઇ કબર ખોદનાર તેના મારવા ચાહે છે. આ દ્રશ્ય એ બતાવે છે કે, ઇન્સાન આટલી હદ સુધી નીચે જઇ શકે છે.
નંદિતાએ પુરૂષોના મુકાબલે મહિલાઓના પાત્રોને સશક્ત બતાવ્યા છે. વગર તોફાને સ્ક્રીન ઉપર રજુ કરેલા પાત્રો દ્વારા દહેશતનો માહોલ ખડો કરાયો છે. ફિલ્મ જોતી વખતે આ ભયને મહેસુસ કરી શકાય છે. ફિલ્મ દ્વારા તેણે દુષ્પ્રભાવ તો બતાવ્યો છે પરંતુ એનો કોઇ ઉકેલ નથી બતાવ્યો જે અંતમાં દર્શકોએ વિચારવાનો છે.
ફિલ્મના અંતમાં એ બાળકનો ક્લોઝઅપ બતાવ્યો છે કે જે પોતાના પિતાને શોધી રહ્યો છે. એની આંખોમાં ઘણા પ્રશ્નો ઉપસી રહ્યા છે. એનું શુ ભવિષ્ય હશે એની કલ્પના કરી શકાય એમ છે. આંખોમાં બાળકનો ચહેરો લઇ દર્શકો જ્યારે સિનેમાઘર છોડે છે ત્યારે એમના મનમાં પણ ઘણા સવાલો ઉપસી આવે છે.
IFM
ફિલ્મમાં કેટલીક ખામીઓ પણ છે. નસીરનું પાત્ર અચાનક સકારાત્મક થઇ જાય છે. પરેશ રાવલના પાત્રને પણ ઠીક રૂપથી નથી બનાવાયું. કેટલાક યુવકો દ્વારા બંદુક મેળવવાના દ્રશ્યો કોઇ પ્રભાવ નથી પાડતા. બાળકને દરેક વાર્તાથી જોડી શકાય એમ હતું જોકે એમ થયું નથી. ફિલ્મમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી સંવાદો છે જેને સમજવામાં કેટલાક દર્શકોને તકલીફ થઇ શકે છે.
તમામ કલાકારોને પોતાના પાત્રો બખૂબીથી નિભાવ્યા છે. એવું લાગતું જ નથી કે કોઇ અભિનય કરી રહ્યું છે. રવિ કે ચન્દ્રનની સિનેમાટોગ્રાફી ઉલ્લેખનિય છે. આ ફિલ્મ એવી ફિલ્મો પૈકીની એક છે કે જે વિચારવા માટે મજબૂર કરતી હોય....