'લફંગે પરિન્દે' એ લોકોની વાર્તા છે જે મુંબઈની ઝાકળમાળથી દૂર સાંકડી ગલીયોમાં રહે છે. જ્યા માણસો વધારે અને જગ્યા ઓછી છે. વાડી કે ચાલમાં તેમના નાના-નાન ઘર હોય છે. આ ગલીયોમાં રહેનારા બાળકો/યુવાઓમાં એક ખાસ પ્રકારની સ્માર્ટનેસ હોય છે.
આવો જ એક દેખાવડો યુવાન છે નંદૂ(નીલ નીતિન મુકેશ)જેને વન શોટ નંદૂના નામથી ઓળખવામાં આવે છે. તે ત્યાં ફાઈટિંગ કરે છે. જ્યા લડનારાઓ પર પૈસા લગાવવામાં આવે છે. આંખો પર પટ્ટી બાંધી નંદૂ પહેલા તો ખૂબ માર ખાય છે, પરંતુ પછી એક જ મુક્કાથી વિરોધીને ભોય ભેંગો કરી દે છે.
પિંકી પાલકર(દીપિકા પાદુકોણ)ને સ્કેટ પહેરીને ડાંસ કરવાનો શોખ છે અને રિયાલીટી શો જીતીને નામ કમાવવા માંગે છે. અપરાધની દુનિયામાં નંદૂ ડગ માંડે છે અને પહેલા જ દિવસે તેની કાર સાથે એક છોકરી અથડાય જાય છે અને તે આંધળી થઈ જાય છે. બતાવવાની જરૂર નથી કે એ છોકરી પિંકી જ હોય છે. આ વાત ફક્ત નંદૂને ખબર હોય છે.
આત્મગ્લાનિથી પીડિત નંદૂ પિંકીની આંખ બને છે અને તેનુ સપનુ પુરૂ કરવામાં તેની મદદ કરે છે. પરંતુ એક દિવસે નંદૂનુ રહસ્ય ખુલી જાય છે અને તે પિંકીની નજરમાંથી ઉતરી જાય છે. કેવી રીતે પિંકી અને નંદૂ એક થાય છે એ જ આ ફિલ્મનો સાર છે.
P.R
મૂળ રૂપે આ એક લવ સ્ટોરી છે, જેની પુષ્ઠભૂમિમાં સ્ટ્રીટ ફાઈંટિંગ અને ડાંસનો તડકો લગાવવામાં આવ્યો છે. સાથે જ મુંબઈયા ફ્લેવર આપવામાં આવ્યો છે. આ મુંબઈમાં રહેનારા એ લોકો છે જે ગણપતિ જોર-શોરથી ઉજવે છે, ડાંડિયા રમે છે અને કડક તાપમાં પરસેવાથી લથપથ રહે છે. શાનપટ્ટી, ખોપચે, યેડામ સટકેલા શબ્દ બોલે છે. ગુલકંદ, ડીઝલ અને ચડ્ડી જેવા કેટલાક પાત્રોના નામ છે.
વાર્તાને લઈને ઘણા પ્રશ્નો કરી શકાય છે અને ક્યાંક ક્યાંક રબને બના દી જોડી' પણ યાદ આવે છે. વાત એમ છે કે નિર્દેશક પ્રદીપ સરકારે સારા ફોક્સ નંદૂ અને પિંકીની લવ સ્ટોરી પર કર્યો છે કે કેવી રીતે બંને એકબીજાના નજીક આવે છે અને બંને વચ્ચે પ્રેમના બીજ અંકુરિત થાય છે.
આ ભાગ તેમણે સારી રીતે ફિલ્માવ્યો અજ્ને દર્શકોને સીટ પર જકડી રાખ્યા છે. પિંકી, નંદૂ અને તેના મિત્રોની વચ્ચે ઘણા એવા દ્રશ્યો છે, જે ભરપૂર મનોરંજન કરે છે. જેવા કે નંદૂનો સ્કેટિંગ શીખવાની કોશિશ કરવી, બંનેનુ સિનેમા જોવા જવુ.
પરંતુ વાર્તાના અન્ય પહેલૂઓ જેવા એક્સીડેંટ પછી પોલીસનું નંદૂ સુધી પહોંચવુ કે રિયલીટી શો માં પિંકીનુ વિજેતા બનવા જેવા મુદ્દાને નિર્દેશકે હળવેથી લીધા છે. તેણે જેમ તેમ કરીને પતાવ્યા છે. અહી વાર્તા નબળી પડી જાય છે અને નિર્દેશન પણ. આમ છત પણ ફિલ્મ જોતી વખતે સારી લાગે છે. કારણ કે નંદૂ પિંકીની લવ સ્ટોરીને સારુ ફુટેજ આપ્યુ છે.
નીલ નિતિન મુકેશ અને દીપિકા પાદુકોણે ભલે લોકપ્રિયતા મેળવી લીધી હોય, પરંતુ અભિનયના ઘણા પાઠ હજુ તેમને શીખવાના બાકી છે. નીલના અભિનયમાં તેમની રજૂ થયેલી ફિલ્મોના મુકાબલે સુધાર જોવા મળે છે.
P.R
દીપિકા સુંદર લાગે છે, પરંતુ અંધ છોકરીનુ પાત્ર તેમણે એ રીતે ભજવ્યુ છે જાણે તેણે બધુ જ દેખાતુ હોય, પરંતુ વાર્તામાં બતાવવામાં આવ્યુ છે તેથી આપણે માનવુ પડે છે, નહી તો દીપિકાના અભિનયથી ક્યાય પણ એ વાત જોવા નથી મળતી કે તેને દેખાતુ નથી. નંદૂના મિત્રો અને પિયૂષ મિશ્રાનો અભિનય સ્વાભાવિક છે. નાનકડા રોલમાં કેકે મેનન પણ છે.
આર. આનંદનુ સંગીત ફિલ્મનો પ્લસ પોઈંટ છે. કેટલાક ગીત સારા બની પડ્યા છે અને તેનુ ફિલ્માંકન પણ સારુ છે. સ્વાનંદ કિરકિરેએ ગીત સારા લખ્યા છે. એન. નટરાજન સુબ્રમણ્યમની સિનેમેટોગ્રાફી આંખોને સારી લાગે છે. સંવાદ ઘણીવાર હસાવે છે.
વધુ આશા પૂર્વક ફિલ્મ 'લફંગે પરિન્દે' ન જોવાય તો જ આ ગમશે.