'રામગોપાલ વર્માની આગ' નીકળી ખાખ

િર્માતા - રામ ગોપાલ વર્મા
નિર્દેશક - રામ ગોપાલ વર્મા
કલાકાર - અમિતાભ બચ્ચન, મોહનલાલ, અજય દેવગન, સુષ્મિતા સેન, નિશા કોઠારી, પ્રશાંત રાજ.


રામૂ પાગલ થઈ ગયો છે આ નામ છે તે ફિલ્મનું જેને તાજેતરમાં એક વ્યક્તિએ રજિસ્ટર્ડ કરાવ્યું છે હોઈ શકે કે તેને ' રામગોપાલ વર્માની આગ'[ ફિલ્મ જોવાનો મોકો પહેલાંજ મળી ગયો હોય અને તેને રામૂ પર ફિલ્મ બનાવવાનું નક્કી કરી લીધુ હોય. કારણકે 'રામગોપાલ વર્માની આગ' જોયા પછી જ આ વિચાર આવી શકે છે.

જેવી રીતે એક હિટ ગીતની મધુરતાને બગાડીને રિમિક્સ વર્ઝન બનાવવામાં આવે છે તેવી જ રીતે રામૂએ 'શોલે' સાથે કર્યુ છે. 'શોલે'ને તેમણે પોતાના અંદાઝે બનાવ્યું છે. સલીમ-જાવેદની પટકથા પર ફિલ્મ કેવી રીતે બનાવવી જોઈએ તે રમેશ સિપ્પીએ 'શોલે' બનાવીને બતાવી દીધુ હતું. તેવી જ રીતે રામૂએ એ બતાવ્યું છે કે ફિલ્મ કેવી નહી બનાવવી જોઈએ. પ્રયોગના રૂપે રામૂએ 'શોલે' ને છંછેડી છે અને તેની અસર 'રામ ગોપાલ વર્માની આગ' માં જોવા મળી છે.

તમે એ આશા લઈને ન જતાં કે રમેશ સિપ્પીની શોલે જેવી ફિલ્મ તમને જોવા મળશે. કારણકે રામૂએ તેને કોપી નથી કરી. તેમણે મૂળ કથાને તો એવી જ રાખી છે બસ, વાતવરણમાં થોડો બદલાવ કરી દીધો છે.ગામની જગ્યાએ શહેર આવી ગયું છે અને ડાકૂની જગ્યાએ ભાઈ. 'શોલે'ના દ્રશ્યોને થોડા ફેરફાર કરીને બતાવ્યા છે. ફિલ્મમાં તમને શોલેના પ્રખ્યાત ડાયલોગ 'તેરા ક્યા હોગા કાલિયા' અને 'અરે ઓ સાંબા' સાંભળવા નહી મળે. તેની જગ્યાએ બીજા ડાયલોગ મૂકવામાં આવ્યા છે.

વાર્તા તે જ છે જે 'શોલે'ની હતી. ઈંસપેક્ટર નરસિમ્હાના પરિવારના સદસ્યોને બબ્બન મારી નાખે છે. બદલો લેવા માટે નરસિમ્હા હીરુ અને રાજને પસંદ કરે છે. 'શોલે'માં દરેક પાત્ર લાર્જર ધેન લાઈફ હતુ. પણ રામૂએ પોતાની ફિલ્મના કલાકારોને હકીકતની નજીક રાખ્યા છે.

ફિલ્મમાં રોમાંસ અને મસ્તી ગાયબ છે. અમિતાભ અને ધર્મેંન્દ્ર વચ્ચે જે કેમિસ્ટ્રી હતી તે પ્રશાંત અને અજય વચ્ચે ક્યાંય નથી દેખાતી. અજય અને નિશાના રોમાંટિક દ્રશ્ય બિલકુલ અપીલ જ નથી કરતાં. અજય દેવગનનો સુસાઈડ વાળુ દ્રશ્ય અને રાજનું હીરુ માટે ધૂઁધરૂની માને લગ્ન કરવાની વાતનું દ્રશ્ય મજાક જેવું લાગે છે.

ફિલ્મને મધ્યાંતર પહેલાં તો કેવી પણ રીતે સહન કરી શકાય છે, પણ મધ્યાંતર પછી તો ફિલ્મ માથા પર એક બોજ હોય તેવી લાગે છે. મધ્યાંતર પછી તો ફિલ્મ હિંસાત્મક દ્રશ્યોથી જ ભરેલી છે.

રામૂએ સૌથી વધુ મહેનત બબ્બન(અમિતાભ બચ્ચન) પર કરી છે. અને બીજા પાત્રોને વધુ મહત્વ નથી આપ્યું. અમિતાભ કેટલાક દ્રશ્યોમાં તો જામ્યા છે પણ કેટલીક જગ્યાએ તો તેમણે ઓવર એક્ટિંગ કરી છે. અજય દેવગન અને પ્રશાંત રાજ પોતાની છાપ છોડવામાં માર ખાઈ ગયા છે કારણકે તેમના પાત્ર પણ કમજોર હતા. સુષ્મિતા સેન અને નિશા કોઠારીએ સારો અભિનય કર્યો છે. મોહનલાલનો અભિનય તો સારો છે પણ તેમની હિન્દી બોલવાની સ્ટાઈલ થોડી ખટકે છે. રાજપાલ યાદવને જોઈને તો ચીડ જ આવે છે.

અમિત રાયે ફોટોગ્રાફીના નામ પર ખૂબ પ્રયોગ કર્યા છે, પણ બધા જ પ્રયોગ સારા લાગે તે પણ જરૂરી નથી. તેમને ફિલ્મને સારી રીતે શૂટ જ નથી કરી. કેટલીક વાર તો પરદા પર અડધા જ ચહેરા દેખાય છે. અમિતાભ દ્રારા સફરજન ઉછાળવાનો શોટ તેમણે સરસ રીતે શૂટ કર્યો છે.

ફિલ્મમાં ગીતો આવતાં-જતા રહે છે અને લોકોને બ્રેક મળી જાય છે. શોલેનું ફક્ત એક જ ગીત 'મહેબૂબા' ઉઠાવીને મૂકવામાં આવ્યું છે, જેના દ્રારા ઉર્માલાએ પોતાનું ગ્લેમર બતાવ્યું છે. અભિષેક પણ આ ગીતમાં જોવા મળ્યા છે.

શોલેમાં આઉટડોર શૂંટિગ હતી, કડક તડકો હતો, અજવાળુ હતું, વીરુ-બસંતીની મસ્તી હતી. રામૂની ફિલ્મમાં અંધારું છે, ગંદકી છે, શીલન છે અને બદસૂરત ચહેરા છે. જો આ ફિલ્મની 'શોલે' જોડે સરખામણી ન કરતાં એક નવી ફિલ્મના રૂપે પણ જોવામાં આવે તો પણ આ ફિલ્મ જરાપણ પ્રભાવિત નથી કરતી. એવું બની શકે કે કોઈ મગજનો ખસકેલો 'શોલે' ને છંછેડવાનો આરોપ રામૂ પર મૂકી તેની પર કેસ ી દે.

મહેબૂબા ગર્લ્સ - હેલન - મલ્લિકા-ઉર્મિલા

પ્રશાંત રાજ - રામૂ કી શોલેના વીર

વેબદુનિયા પર વાંચો