વાર્તા પર વિચાર કરવામાં આવે તો રાગિની એમએમએસ રામસે બ્રધર્સની સી-ગ્રેડ ફિલ્મોની જેવી લાગે છે. તેમની ફિલ્મોમાં પણ વીકેંડ મનાવવા માટે સુનસાન હવેલીઓને પસંદ કરવામાં આવે છે અને પછી હવેલીના ભૂત અને ચુડેલ પ્રેમ કરનારાઓને હેરાન કરતા હતી.
પરંતુ રાગિની એમએમએસમાં આ વાર્તાનુ પ્રસ્તુતિકરણ તકનીકી રૂપથી ખૂબ સશક્ત છે. શોટ ટેકિંગ, એડિટિંગ, બેકગ્રાઉંડ મ્યુઝિક અને ચરિત્ર એવા જે સામાન્ય લોકોના જીવનમાંથી ઉઠાવવામાં આવ્યા હોય. આ ફિલ્મને રામસે બ્રધર્સની ફિલ્મોથી અલગ તારવે છે. ટૂંકમાં એક સાધારણ વાર્તાને સારી રીતે પેકેજીંગ કરવામાં આવી છે.
P.R
'લવ સેક્સ ઔર ઘોખા' પછી ફિલ્મની નિર્માતા એકતા કપૂરે અનુભવ કરી લીધો છે કે જો ફિલ્મમાં સ્ટાર નથી તો સેક્સને સ્ટાર બનાવવામાં આવ્યુ છે તેથી 'રાગિની એમએમએસ'માં બોલ્ડ દ્રશ્યો, ગાળો અને અપશબ્દોની ભરમાર છે.
ફિલ્મને બોલ્ડ લુક આપવા માટે ગાળોનો ઉપયોગ કંઈક વધારે પડતો જ કરવામાં આવ્યો છે અને સેંસર બોર્ડ પણ આ ફિલ્મ બાબતે ઉદાર નીકળ્યુ.
ઉદય અને રાગિણી વીકેંડ મનાવવા શહેરથી દૂર એક હવેલીમાં જાય છે. ઉદયના મનમાં ખોટ છે અને તે રાગિનીનો સેક્સ વીડિયો બનાવી તેનો લાભ ઉઠાવવા માંગે છે. એ હવેલીમાં બિગ બોસની જેમ દરેક કક્ષમાં કેમેરા લગાવવામાં આવ્યો છે.
બંને અહીં પહોંચતા જ તેમની સાથે વિચિત્ર પ્રકારની હરકતો શરૂ થઈ જાય છે. એ હવેલીમાં એક ચુડૈલ રહે છે, જે ઉદય અને રાગિનીનો વીકેંડ ખરાબ કરી દે છે
આ ચુડેલ કોણ છે ? શુ ઈચ્છે છે ? ઉદય અને રાગિનીને કેમ સતાવી રહી છે ? તેના મિત્રોને કેમ મારી નાખે છે ? રાગિનીને કેમ નથી મારતી ? આ પ્રશ્નોનો જવાબ સ્પષ્ટ રૂપે નથી મળતો કારણ કે ફિલ્મને અચાનક પૂરી કરવામાં આવે છે, અને વાર્તા અધૂરી રહી જાય છે.
નિર્દેશક અને પટકથા લેખકે ચતુરાઈ એ બતાવી છે કે બધા પ્રશ્નો ફિલ્મ જોતી વખતે પરેશાન નથી કરતા, કારણ કે સ્ટોરીને એ રીતે રજૂ કરવામાં આવી છે કે દર્શક ફિલ્મ સાથે બંધાય રહે છે. કાયમ ઉત્સુકતા બની રહે છે કે આગળ શુ થવાનુ છે.
P.R
ભય ઉત્પન્ન કરનારા દ્રશ્યોમાં તેમને દર્શકને કલ્પના કરવાની તક આપી છે, જેનાથી તેની અસર વધુ ઉંડાણ પર પહોંચી. પ્રથમ હાહમાં સેક્સ અન બીજા હાફમાં હોરર પર જોર આપવામાં આવ્યુ છે. ફિલ્મ જોયા પછી જરૂર પ્રશ્નો સતાવે છે અને દર્શક છેતરાય ગયો હોવાનો અનુભવ કરે છે.
તકનીકનો દુરુપયોગ તરફ પણ ફિલ્મ ઈશારો કરે છે કે કેવી રીતે દરેક હાથમાં કેમેરા હોવાને કારણે બંધ દરવાજાની પાછળ પણ તમને શૂટ કરી શકાય છે. આ પ્રકારના વીકેંડ મનાવતા પહેલા હવે પ્રેમી પ્રેમીકાએ વિચારવુ પડશે કે ક્યાક તેમના પર કેમેરાની નજર તો નથી ને ?
ફિલ્મના પાત્ર એકદમ રિયલ લાગે છે અને લાગતુ જ નથી કે તેઓ અભિનય કરી રહ્યા છે. રાજકુમાર યાદવ અને કૈનાજ મોતીવાલનો અભિનય જીવંત છે. ત્રિભુવન બાબૂએ કેમેરાનો સારો પ્રયોગ કર્યો છે અને હોરર સીનને ઊંડાઈ પ્રદાન કરી છે.
'રાગિની એમએમએસ' માં હોરરને જુદી રીતે રજૂ કરવાની કોશિશ કરી છે. પરંતુ ક્લાઈમેક્સ ફિલ્મને કમજોર કરે છે.