'મિ.વ્હાઈટ મિ. બ્લેક' મિ. ઝીરો છે

IFM

નિર્માતા - બિપિન શાહ
નિર્દેશક - દીપક શિવદાસાની
સંગીત - જતીન પંડિત, લલિત પંડિત, તૌસિફ અખ્તર
કલાકાર - સુનિલ શેટ્ટી, અરશદ વારસી, સંધ્યા મૃદુલ, અનિષ્કા ખોસલા.આશિષ વિદ્યાર્થી, મહિમા મહેતા, રશ્મિ નિગમ.

* યૂ/એ 16 રીલ

મિ. વ્હાઈટ મિ. બ્લેક' ચૂકી ગયેલા લોકોની ફિલ્મ છે. દીપક શિવદાસાનીએ વર્ષો પહેલા કેટલીક સફળ ફિલ્મો બનાવી હતી. બદલતા સમયની સાથે તેઓ પોતાની જાતને ન બદલી શક્યા અને તેમની આ ફિલ્મ પણ એ જ ગાળાની લાગે છ.

ફિલ્મના નાયક સુનીલ શેટ્ટી અને અરશદ વારસીનુ સફર હીરો તરીકેનો સમય ક્યારનો પૂરો થઈ ગયો છે. હવે તેઓ ચરિત્ર ભૂમિકાઓ ભજવે છે. આ અભિનેતાઓને ફિલ્મના નાયક બનાવવામાં આવ્યા છે. તેમની નાયિકા કોણ બનવુ પસંદ કરશે ? તેથી કેટલીક ફ્લોપ અભિનેત્રીઓને તમની સાથે રજૂ કરી છે.

ફિલ્મના લેખકે બધા નિષ્ફળ ગયેલા ફોર્મૂલાઓને ફરી અજમાવ્યા છે. હસાવવા માટે બે નાયક, એક બેવકૂફ ડોન, મૂર્ખ પોલીસ ઓફિસર, હીરાઓની ચોરી અને કેટલાક જોકર જેવા પાત્રો. આ બધાને લઈને હંસાવવાની કોશિશ કરવામાં આવી છે. અફસોસની વાત તો એ છે કે તેમની બધી મહેનત છતાં એક વાર પણ હંસવુ નથી આવતુ.

કિશન (અરશદ વારસી)ની શોધમાં હોશિયારપુરથી ગોપી(સુનીલ શેટ્ટી) ગોવા આવે છે. તે કિશનને હોશિયારપુરથી લઈ જવા માંગે છે જેથી તેને જમીન આપીને પોતાની જવાબદારીથી મુક્ત થઈ જાય.

કિશન એક ચાલતુ મશીન જેવો માણસ છે. લોકોને બેવકૂફ બનાવીને અને ચોરી કરીને તે પોતાના ખર્ચા ચલાવે છે. તે ગોપીને સાથે જવાની ના પાડી દે છે. કેજી રિસોર્ટના માલિકની છોકરી ગોપીની ખાસ મિત્ર બની જાય છે.

ત્રણ છોકરીઓ પચ્ચીસ કરોડ રૂપિયાના હીરા ચોરીને કેજી રિસોર્ટમા સંતાઈ જાય છે. જ્યારે આ વાત કિશનને ખબર પડે છે તો તે હીરાઓને ચોરવા માટે કેજી રિસોર્ટ જાય છે, અને તેની પાછળ પાછળ ગોપી.

કેટલીક ઉપકથાઓ શરૂ થઈ જાય છે અને ઘણા ચરિત્ર વાર્તામાં જોડાય જાય છે. બધા હીરા મેળવવા પાછળ પડી જાય છે.

દીપક શિવદાસાનીની વાર્તા મધ્યાંતર પછી પોતાની અસર ખોઈ બેસે છે. દીપક અને પટકથા લેખક સંજય પવાર અને નિશિકાંત કામતે ઘણા પાત્રો વાર્તામાં સમાવી લીધા છે, પણ પછી તેમને સમજાયુ નથી કે આ બધાને અવેરવા કંઈ રીતે. ફિલ્મનો ક્લાઈમેક્સ પણ એ જ ચવાયેલો છે.

હીરાઓની ચોરી કરનાર છોકરીની પુષ્ઠભૂમિ શુ છે ? કિશનને ગોપી હોશિયારપુર કેમ લઈ જવા માંગે છે, એ તેમણે સ્પષ્ટ નથી કર્યુ. જ્યારે કે આ તો વાર્તાનો મહત્વનો ભાગ છે. વાર્તા અને પટકથા એવી છે કે ઘણા પ્રશ્નો મગજમાં આવે છે, જેના જવાબ આપવાની જરૂરરિયાત નિર્દેશકે સમજી નથી.

નિર્દેશક દીપક શિવદાસાનીએ ફિલ્મને સ્ટાઈલિશ લુક આપવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો છે. નબળી પટકથાને કારણે પણ તેઓ વધુ કશુ ન કરી શક્યા. ફિલ્મ ચાર વર્ષમાં બની છે અને તેની અસર જોવા મળી છે.

IFM
સુનીલ શેટ્ટી, અને અરશદ વારસીને પણ સમજાય ગયુ હતુ કે ફિલ્મમાં દમ નથી કારણકે તેમણે મનથી અભિનય નથી કર્યો. સુનીલ શેટ્ટીને વધુ તક નથી મળી. શરત સકસેના, મનોજ જોશી, આશીષ વિદ્યાર્થી, અતુલ કાલે, ઉપાસના સિંહ, સદાશિવ અમરાપુરકરે હસાવવાના નિષ્ફળ પ્રયત્નો કર્યા છે.

ફિલ્મની નાયિકાઓ (રશ્મિ નિગમ, અનિષ્કા ખોસલા, મહિમા મહેતા) ન તો દેખાવમાં પણ સુંદર નથી કે તેમણે અભિનય પણ આવડતો નથી. સંધ્યા મુદુલે ખબર નહી શુ વિચારીને આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી. ગીત-સંગીત સ્રરેરાશ છે અને તકનીકી રૂપે ફિલ્મ નબળી છે.

બધુ મળીને 'મિ વ્હાઈટ મિ. બ્લેક' મિ. જીરો સાબિત થાય છે.