ભાગતી " ગો'

IFMIFM

નિર્માતા: રામગોપાલ વર્મા
નિર્દેશક : મનીષ શ્રીવાસ્તવ
સંગીત : પ્રસન્ના શેખર, સ્નેહા ખાનવલકર, અમર મોહિલે, ડીજે અંકલ
કલાકાર : ગૌતમ, નિશા કોઠારી, રાજપાલ યાદવ, કેકે મેનન, ગોવિંદ નામદેવ

રામગોપાલ વર્મા માટે ફિલ્મ બનાવાવી એટલે કોઇ ઉત્પાદ બનાવવા બરાબર છે. તેમની ફિલ્મો સતત વાતી રહે છે. હવે તેઓ " ગો ' લઈને આવી રહ્યાં છે. આ ફિલ્મના નિર્માતા તેઓ પોતે છે અને નિર્દેશનની જવાબદારી તેઓએ મનીષ શ્રીવાસ્તવને સોંપી છે. રામૂએ આ ફિલ્મમાં નાયિકા તરીકે નિશા કોઠારી અને એક નવો હીરો ગૌતમને પ્રસ્તુત કરી રહ્યાં છે.

મધ્મય વર્ગના પરિવારમાં જન્મેલ અભય નરૂલા(ગૌતમ) પોતાના માતા-પિતાનો એક જ સંતાન છે. આત્મવિશ્વાસથી ભરેલા અભયને તે વાતનો એકદમ વિશ્વાસ છે કે ગમે તેવી પરિસ્થિતિને તે પહોચી વળવા માટે સક્ષમ છે. હંમેશા હસતો રહેતા અભયને સંબંધોમાં મજબુતાઇ પસંદ છે.

વસુંધરા દવે (નિશા કોઠારી) અભયની પડોશમાં રહેતી છોકરી છે. તે પણ એક મધ્યમ વર્ગના પરિવારમાંથી છે. વસુંધરા એકદમ સીધી સાધી અને ખુબ જ રોમેંટીક સ્વભાવવાળી છે. તે હંમેશા ચોકલેટ અને ફૂલોની દુનિયામાં ખોવાયેલી રહે છે. અભય તેને હંમેશા ખીજાવતો રહે છે પરંતુ આ વાતનું ખોટુ તે ક્યારેય નથી લગાવતી.

અભય અને વસુંધરાની વચ્ચે પ્રેમ છે અને તે પોતાના સપનાઓને સાકાર કરવા માટે ઘરેથી નાસી જાય છે. તે બંન્નેને ખબર નથી હોતી કે આ રસ્તા પર તેમને ઘણા બધા અલગ અલગ ચરિત્રોનો સામનો કરવો પડશે.

રાજ્યનો મુખ્યમંત્રી પોતાના મંત્રીની હત્યા કરાવી નાંખી છે. અભય અને વસુંધરાનો ભેટો તે મંત્રીની લાશ સાથે થાય છે અને મુસીબતો શરૂ થઈ જાય છે. તેમની પાછળ પોલીસની સાથે સાથે મુખ્યમંત્રીના ગુંડાઓ પણ લાગી જાય છે.

ભાગતાં-ભાગતાં ઘણાં પ્રકારના લોકો તેમને અથડાય છે અને તેઓ ફસાતા ચાલ્યા જાય છે. આ મામલામાંથે તે કેવી રીતે નીકલે છે તેને ફિલ્મમાં રોમાંચક રીતે બતાવ્યું છે. શરૂઆતથી જ ઝડપથી ભાગતી ગો દર્શકોને પસંદ આવશે આવું તે ફિલ્મમાં જોડાયેલ લોકોનું માનવું છે. .

વેબદુનિયા પર વાંચો