બ્રેક કે બાદ : બ્રેક પહેલા સારી

IFM
બેનર : કુણાલ કોહલી પ્રોડક્શંસ, રિલાયંસ બિગ પિક્ચર્સ
નિર્માતા : કુણાલ કોહલી
નિર્દેશક : દાનિશ અસલમ
સંગીત ; વિશાલ-શેખર
કલાકાર : ઈમરાન ખાન, દીપિકા પાદુકોણ, શર્મિલા ટૈગોર, શહાના ગોસ્વામી, નવીન નિશ્ચલ

સેંસર સર્ટિફિકેટ : યૂ *1 કલાક 53 મિનિટ

રેટિંગ : 2/5

પ્રથમ હાફમાં સારી ચાલી રહેલી 'બ્રેક કે બાદ'માં ઈંટરવલના રૂપમાં બ્રેક થાય છે અને આ બ્રેક પછી ફિલ્મ સંપૂર્ણ રીતે વિખરાય જાય છે. લેખક અને નિર્દેશકને સમજ ન પડી કે કેવી રીતે વાર્તાનો એંડ લાવવો, પરંતુ તેમના 'બ્રેક અપ'વાળી વાતમાં દમ નથી.

દર્શકોને સમજાતુ નથી કે આલિયા કેમ છૂટી પડવા માંગે છે. કોઈ પાક્કુ કારણ તે માટે આપવામાં આવ્યુ નથી. એ વાત તો ઠીક છે કે આલિયા મનમૌજી પ્રકારની છોકરી છે. તે પોતાના દરેક સીનમાં સ્ટાર છે, પરંતુ અભયમાં પણ કોઈ કમી નથી. તે તેને ફક્ત સમજાવતો રહે છે અએન આ જ કારણથી સંબંધ તોડનારી છોકરી બનાવટી લાગે છે. તેથી તેમના છુટા પડવાથી કે ભેગા થવાથી દર્શકોને કોઈ ફરક પડતો નથી.

IFM
બ્રેક પછી આલિયા ભણવા માટે ઓસ્ટ્રેલિયા જાય છે અને તેની પાછળ પાછળ અભય પણ ત્યાં પહોંચી જાય છે. આલિયાનુ ફરી દિલ જીતવા માટે અભય ટેક્સી ચલાવવી, રસ્તા પર ખાવાની વસ્તુઓ વેચવી બધુ સહેલાઈથી એક બીજા દેશમાં સહેલાઈથી પૈસા કમાવવા આ બધુ એકદમ ફિલ્મી છે.

ફિલ્મની થીમ સારી છે કે સંબંધોનુ મહત્વ આપણને ત્યારે જ સમજાય છે, જ્યારે તે તૂટી જાય છે. અભયથી જુદા થયા પછી આલિયાને સમજાય જાય છે એક તે કોઈ સ્પેશ્યલ નથી, પરંતુ તેની નાની નાની વાતોના નખરાં ઉઠાવીને અભયે તેને સ્પેશ્યલ બનાવી દીધી છે. બીજી બાજુ અભય પણ એ વાત જાણી જાય છે કે તેને જીંદગી પાસેથી શુ જોઈએ છે ? પરંતુ આ થીમ માટે જે સ્ક્રીનપ્લે લખવામાં આવ્યુ છે તે પ્રભાવી નથી.

એવુ નથી કે ફિલ્મમાં બધુ જ ખરાબ છે. કેટલાક સારા સીન પણ છે. ખાસ કરીને ઈંટરવલ પહેલા દીપિકા અને રણબીરની વચ્ચે જે વાતચીત છે તે શ્રેષ્ઠ છે. તેમા સંવાદોનો મોટો ફાળો છે.

નિર્દેશક દાનિશ અસલમે ફિલ્મના લુક પર વધુ ધ્યાન આપ્યુ છે અને કલાકારો પાસેથી શ્રેષ્ઠ અભિનય કરાવ્યો છે. ફિલ્મનો મૂડ હળવો રાખ્યો છે અને ઈમરાન તેમજે દીપિકાના કેરેક્ટર પર મહેનત કરી છે. તેમા શક્યતાઓ લાગે છે, પરંતુ તેમણે સ્ક્રિપ્ટની કમીઓ પર ધ્યાન આપવુ જોઈએ હતુ.

હિટ મ્યુઝિક લવ સ્ટોરીની આત્મા હોય છે અને તેની કમી 'બ્રેક કે બાદ'માં અનુભવાઈ. સંગીતકાર વિશાલ-શેખર 'અધૂરે' અને 'દૂરિયા ભી જરૂરી હૈ'ને છોડીને કોઈ સારી ધૂન ન આપી શક્યા. ગીતોનુ ફિલ્માંકન પણ અધૂરા મનથી કરવામાં આવ્યુ છે.

IFM
એક્ટિંગ ફિલ્મનો પ્લસ પોઈંટ છે. ઈમરાન ખાન અને દીપિકા પાદુકોણે પોતાના પાત્રોને સારી રીતે સમજીને અભિનય કર્યો છે, અને તેમની સારી એક્ટિંગને કારણે જ ફિલ્મમાં રસ બન્યો રહે છે. બંનેની કેમેસ્ટ્રી શાનદાર છે. શર્મિલા ટૈગોર, નવીન નિશ્વલ, શહાના ગોસ્વામીનો સંપૂર્ણ રીતે ઉપયોગ નથી થઈ શક્યો.

ટૂંકમા 'બ્રેક કે બાદ' બ્રેક પહેલા જ સારી છે.

વેબદુનિયા પર વાંચો