ફિલ્મ સમીક્ષા - હાઉસફૂલ 2

P.R
સ્ટાર: અક્ષય કુમાર, જ્હોન અબ્રાહમ, રિતેશ દેશમુખ, શ્રેયસ તલપદે, અસિન, જેક્વેલિન ફર્નાન્ડિઝ, ઝરિન ખાન, શાહજહાન પદમસી, રિશી કપૂર, રણધિર કપૂર, બોમન ઈરાની, મિથુન ચક્રવર્તી, જ્હોની લિવ
ડાયરેક્શન: સાજીદ ખા

રેટિંગ: 3.5 સ્ટાર

સ્ટોરી: દરેક લોકો પોતાની દીકરીના લગ્ન માટે ટાયકૂન જેડીના દીકરા જોલીની પાછળ પડ્યા છે- પણ જ્યારે ઘરમાં ચાર જોલી ભેગા થઈ જાય છે, ત્યારે સર્જાય છે મહા કન્ફ્યૂઝન!

રિવ્યૂ: સાજીદ ખાનની ફિલ્મમાં ડિસ્કો-બોલ્સ, લૂચ્ચા વિલન અને દમદાર હિરો આ બધુ જ છે...જે એક સમયે 1970ના સમયની ફિલ્મોમાં જોવા મળતું હતું. 'હાઉસફૂલ 2'માં એક જ ઘરમાં 4 લવ કપલ મોડી રાત્રે લવ સોન્ગ ગાય છે, પપ્પાઓ નજર રાખે છે અને 'પ્રિન્સ ચાર્લ્સ' પણ છે. જે લોકો મગજ વાપરીને ફિલ્મ જોવા માંગતા હોવ તે ભૂલથી પણ ફિલ્મ જોવા ન જતાં. જે લોકો ભેજા વગરની કોમેડી પસંદ કરે છે તેમને જલસો પડશે.

સાજીદ ખાન મનમોહન દેસાઈનો ફંડા અનુસરે છે- દર્શકોને એક સમયે એટલું બધું આપી દો કે દર્શકોને વિચારવાનો સમય જ ન મળે. મોટા ભાગે આ યુક્તિ કામ પણ કરે છે. ફિલ્મની વાર્તા લંડનમાં બે ભાઈઓની દુશ્મની સાથે શરૂ થાય છે....કપૂર બ્રધર્સ (રણધિર અને રિશી) મોટા ભાઈ ડબ્બુ તેના પિતાની 'નાઝાયઝ' ઔલાદ હોય છે તેમ છતાં તેના પિતા બિઝનેસમાં અડધો હિસ્સો તેના નામે કરતા ગયા છે અને આ વાતને કારણે નાના ભાઈ ચિંટુ (રિશી)ને રિસાયેલો છે. આ ગુસ્સો ચિંટુની દીકરી હિના (અસિન) અને ડબ્બુની બોબી (જેક્વેલિન)ની વચ્ચે પણ ફેલાય છે. બન્ને ભાઈઓ ઈચ્છે છે કે તેમની દીકરીના લગ્ન ટાયકૂન જેડીના દીકરી જોલી (રિતેશ)સાથે થાય. જો કે જોલી મોડલ જેલો (ઝરિન)ને પ્રેમ કરે છે પણ પિતા જેડી-મિથુન ચક્રવર્તી, જે કડક ધોતીમાં પોતાના અંગ્રેજી મહેલમાં દોડતા રહે છે અને પોતાના ચાપલૂસ પાટિલ (જ્હોની લિવર) સામે જ હશે છે, તેમને કહેતા ડરે છે.

જો કે, કપૂર ભાઈઓ 'હાઉસફૂલ 1'ના ઈન્ડો-ઈટાલિયન 'આખરી પાસ્તા' એટલે કે ચંકી પાંડેને રોકે છે...જે હજી પણ સ્કિન ટાઈટ નિઓન સૂટ પહેરે છે અને સતત 'આઈ એમ એ જોકિંગ' બોલતો રહે છે, તેને રોકે છે. મેરેજ ફિક્સર આખરી પાસ્તા ચિંટુની દીકરી માટે એક યોગ્ય જમાઈ શોધી લાવે છે પણ ચિંટુ પોતાના કટાક્ષ ભરેલા આફ્રિકન જોક્સને કારણે તે યુવક (શ્રેયસ)ના પિતાને હોસ્પિટલ સુધી પહોંચાડી દે છે. આ કારણે શ્રેયસ તેનો બદલો લેવા પ્રેરાય છે અને પોતાના મિત્ર જોલીને ચિંટુની દીકરી સાથે પ્રેમનું નાટક કરવા માટે કહે છે. જો કે, ચિંતાતુર જોલી આ કામ કરવા માટે મસલમેન મેક્સ (જ્હોન)ને રોકે છે અને સન્ની (અક્ષય કુમાર)ને ડબ્બુની દીકરી સાથે રોમાન્સનું નાટક કરવા માટે રોકે છે.

આ દુશ્મન જોલી બંધૂઓ કપૂર ભાઈઓની જૂની દુશ્મનીની મજા માણે છે પણ તેમની બે હોટ દીકરીઓ અને એકલવાયા આઈલેન્ડના બીચની પાછળ આવેલા રિસોર્ટમાં મગરને જોતા જ આ દુશ્મની ભૂલી જાય છે. તેમ છતાં, જેમ તેમ કરીને ચાર-ચાર જણાની પેર આખરે સેટ થઈ જાય છે અને ચાર જોલીઓ ભેગા મળીને જલસા કરે છે. જ્યારે આ 'ડર્ટી ડઝન' એટલે કે 4 કપલ, 3 પંજાબી પાપા અને એક બટુક પટેલ(બોમન ઈરાની-પારૂલ શ્રેયસની પ્રેમિકા પારૂલ(શાહજહાન-જેણે ફિલ્મમાં જેટલા ડાયલોગ્સ બોલ્યા છે તેના કરતા વધારે બિકીની બદલી છે)ના પિતા)ત્યારે પાપાઓ મળીને જોલી(ઓ) પર નજર રાખવા લાગે છે. પણ તેઓ અજાણ છે, કારણ કે જેડી ગુસ્સાવાળો છે- તેનું એક રહસ્ય છે અને તેની પાસે બંદૂક પણ છે.

'હાઉસફૂલ 2'માં હાસ્યની છોળો છે અને આંખો માટે આકર્ષણ પણ છે- લિનેન ટ્રાઉઝર્સમાં અક્ષય કુમાર, મિની સ્કર્ટ્સમાં જેક્વેલિન અને અમુક રમૂજી પરફોર્મન્સ. મિથુનદા પોતાની બારીક હાજરીથી દર્શકોને જકડી રાખે છે અને ફિલ્મનો ક્લાઈમેક્સ તમને હસાવી હસાવીને પેટમાં દુ:ખાડશે. રિતેશ પહેલી ફિલ્મની માફક આ ફિલ્મમાં પણ બિચારો જ બતાવાયો છે જે પોતાના મરાઠી સંવાદો દ્વારા હસાવે છે. મસલમેનના રોલમાં જ્હોન અબ્રાહમ સારો લાગે છે જ્યારે અનારકલી ડિસ્કો ચલીમાં મલાઈકા અરોરા ખાન ટેમ્પરેચર વધારે છે. જો કે, ફિલ્મ તો અક્ષય કુમાર જ ચલાવે છે- તેના 'જારી મેં ચલે' જોક્સ અને આત્મવિશ્વાસ તમને જકડી રાખશે. આટલા બધા કલાકારો છતાં પણ સાજીદ ખાને એક વસ્તુનું ધ્યાન રાખ્યું છે- ફિલ્મની પાગલ કરી નાંખે તેવી વાર્તા. સાજીદ-વાજીદનું સંગીત થોડું વધારે આકર્ષક હોવું જોઈતું હતું. 'પપ્પા જગ જાયેગા' જેવું જ ગીત 'રાઈટ નાવ' એટલું જોરદાર નથી.

ઈન શોર્ટ, મગજ ઘરે મૂકીને માત્ર હસવા માટે ફિલ્મ જોવાની તૈયારી હોય તો જ જજો.

વેબદુનિયા પર વાંચો