સની દેઓલે 80 અને 90ના દાયકામાં પોતાની એક્શન ફિલ્મોથી ધૂમ મચાવી હતી. સનીનો આ સોનેરી સમય હતો. આ સમયના સનીની ઝલકને નિર્દેશક અનિલ શર્માએ સિંહ સાબ ધ ગ્રેટ દ્વારા ફરીથી બતાડવાનો પ્રયત્ન કર્યો છે. સિંહ સાબ ધ ગ્રેટની સ્ટોરી ટિપિકલ સની દેઓલ ફિલ્મો જેવી જ છે. એક આદર્શવાદી હીરો, જેનો સામનો એક તાકતવર વિલન સાથે થાય છે અને પછી અંતમાં સચ્ચાઈની જીત થાય છે.
P.R
એક નાનકડા શહેરમાં ઈમાનદાર કલેક્ટર સરનજીત સિંહ (સની દેઓલ)ની ટ્રાંસફર થાય છે. સરનજીત પોતાની કાબેલિયતના દમ પર કલેક્ટર બને છે. તે કોઈપણ ભય વગર પોતાની ડ્યુટી ભજવવામાં વિશ્વાસ રાખે છે. નિડર સરનજીતને લોકો સિંહ સાબ કહે છે. સરનજીતનો સામનો ભૂદેવ (પ્રકાશ રાજ) સાથે થાય છે, જે ખુદને કાયદાની ઉપર માને છે. ભૂદેવ સામે મુખ્યમંત્રી અને મોટા ઓફિસરો પણ ચૂપ રહે છે.
ભૂદેવની કંપનીઓ પર સરકારને કરોડો રૂપિયાનો ટેક્સ બાકી છે, જેને વસૂલ કરવા માટે સરનજીત તેની ફેક્ટરીઓને સીલ કરાવી દે છે. ભૂદેવ અને સરનજીતનો જ્યારે સામનો થાય છે તો સરનજીત ભૂદેવના ગાલ પર તમાચો ચોડી દે છે. અને પછી શરૂ થાય છે ભૂદેવ સરનજીતની જંગ, જેમા ભૂદેવ સરનજીતને જેલમાં મોકલી દે છે. સરનજીત જેલમાં જ ભૂદેવ સાથે બદલો લેવાનો સંકલ્પ કરે છે અને પછી સિસ્ટમને પોતાની રીતે ઠીક કરે છે.
સની દેઓલને પડદાં પર પોતાનો ગુસ્સો બતાવતા ખૂબ સારી રીતે આવડે છે. તેમના રોલ મુજબ તે પડદાં પર ગુસ્સામાં જોવા મળ્યા છે અને તેમના એક્શન સીન લાજવાબ છે. એક્શન સીનની વચ્ચે સની ડાયલોગ બોલતા સારા લાગે છે.
પ્રકાશ રાજે પોતાનો રોલ પૂરી ઈમાનદારીથી ભજવ્યો છે. ભૂદેવ માટે પ્રકાશ રાજને જેટલો ખતરનાક અને અત્યાચારી લાગવો જોઈતો હતો એ એટલો લાગ્યો છે. પરંતુ દર્શકો તેમનુ આ રૂપ અગાઉની ફિલ્મોમાં જોઈ ચૂક્યા છે. છતા પણ તેમનો અભિનય દમદાર છે. જોની લીવર પોતાના જૂના અંદાજમાં હસાવતા જોવા મળ્યા છે.
નિર્દેશક અનિલ શર્માએ એકવાર ફરી સનીનો આખો એક્શન અવતાર રજૂ કર્યો છે. જે તેમના ફેનને ગમી શકે છે. સિંહ સાબ ધ ગ્રેટમા સની માટે એક્શનનું સ્થાન તો હતુ, પણ તેમના પર ફિલ્માવેલા ગીતો ગુસ્સો અપાવે છે. અનિલ શર્માએ એક મસાલ ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ કયો મસાલો કેટલો નાખવો તેનો અંદાજ તેઓ જાણી શક્યા નહી.
જો તમે રિવેંજ એક્શન ફિલ્મ પસંદ કરો છો અને તમે સનીના ફેન છો તો તમને સિંહ ધ ગ્રેટ ગમી શકે છે.