ફિલ્મ સમીક્ષા : 'ફટા પોસ્ટર નીકલા હીરો' કોમેડીથી ભરપૂર

બેનર : ટિપ્સ મ્યુઝિક ફિલ્મ્સ
નિર્માતા : રમેશ એસ. તૌરાની
નિર્દેશક્જ : રાજકુમાર સંતોષી
કલાકાર : શાહિદ કપૂર, ઈલિયાના ડિક્રૂઝ, પદ્મિની કોલ્હાપુરી, દર્શન જરીવાલા, જાકિર હુસૈન, સૌરભ શુક્લા, મુકેશ તિવારી, સંજય મિશ્રા, નરગિસ ફાખરી(આઈટમ સોંગ) સલમાન ખાન (મહેમાન કલાકાર)
સેંસર સર્ટિફિકેટ : યૂ *બે કલાક 26 મિનિટ 20 સેકંડ
રેટિંગ : 1.5/5
P.R

ફટા પોસ્ટર નિકલા હીરોના ફિલ્મ નિર્દેશક રાજકુમાર સંતોષીને આજે પણ દામિની, ઘાયલ, ઘાતક અને ધ લેજેંડ ઓફ ભગત સિંહ જેવી ફિલ્મો માટે યાદ કરવામાં આવે છે. પરંતુ આ ફિલ્મને તેઓ પોતાની પહેલાની ફિલ્મો જેવી ન બનાવી શક્યા. પણ છતા કોશિશ પ્રશંસનીય છે. શાહિદ કપૂરનુ કેરિયર ડગમગી રહ્યુ છે, કારણ કે તેમની મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ જઈ રહી છે. આવામા આટલો મોટો નિર્માતા શાહિદના નામ પર પૈસા લગાવે એ ખૂબ મોટી વાત છે.

P.R


ફિલ્મની સ્ટોરી કંઈક આ રીતની છે. એક મા છે જે પોતાના પુત્ર વિશ્વાસ રાવ મતલબ શાહિદ કપૂરને પોલીસ ઓફિસર બનાવવા માંગે છે. પણ પુત્રના સપના કંઈક બીજ જ છે. તે અભિનેતા બનવા માંગે છે. તે પોતાની માતાને ખોટુ બોલે છે અને કહે છે કે તે પોલીસવાળો છે. આ દરમિયાને એક યુવતી (ઈલિયાના ડીક્રૂઝ) સાથે વિશ્વાસને પ્રેમ થઈ જાય છે. જે દરેક અન્યાય વિરુદ્ધ ફરિયાદ કરતી ફરે છે. પુત્ર મુંબઈમા પોતાનુ નસીબ અજમાવવા નીકળી પડે છે. ફિલ્મની સ્ટોરીમાં ટ્વિસ્ટ આવી જાય છે અને...

વિલન સાથે ફાઈટ, આઈટમ ગર્લ સાથે ડાંસ, હીરોઈન સાથે રોમાંસ, કોમેડી, ઈમોશન, ગુંડાઓની ધુલાઈ મતલબ શાહિદે આ ફિલ્મમાં ઘણુ બધુ કર્યુ છે. જો કે જોવા જઈએ તો આ એક કોમેડી મૂવી કહી શકાય છે. પણ ઘણી વસ્તુઓને જોડવા અને ઊંધી છતી ઘટનાઓને કારણે આ ફિલ્મ ખીચડી બનીને રહી ગઈ છે. જે દર્શકોની મજાને ચૂરચૂર કરી નાખે છે. પરંતુ ફિલ્મના કેટલા દ્રશ્યો ખૂબ જ મજેદાર છે જે તમને હસાવે છે.

P.R

ફિલ્મમાં વધુ પડતા ગીતો અને આગળ-પાછળના દ્રશ્યો સાથે તેની સંગતિ નથી બેસતી. એક ગીત ખતમ થયુ કે થોડા દ્રશ્યો અને ફરી ગીત આવી જાય છે. જે દર્શકોને ખટકી શકે છે. ફિલ્મ ઘણી જગ્યાએ હસાવે છે અને ક્યાય બોર પણ કરે છે.

ફિલ્મમાં સલમાન ખાને પણ એક નાનકડી ભૂમિકા ભજવી છે. શાહિદનો અભિનય શાનદાર છે. શાહિદનો બિંદાસ અંદાજ સારો લાગે છે. તેણે ફિલ્મના કોમેડી અને એક્શન બંને સીંસમાં ખુદને સારા સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે. ફિલ્મ મનોરંજ જરૂર કહી શકાય છે, જેને આખા પરિવાર સાથે જોઈ શકાય છે. પણ ફિલ્મમાં બ્લોકબસ્ટર હોવાના ગુણોનો અભાવ જોવા મળે છે.

વેબદુનિયા પર વાંચો