ફિલ્મ સમીક્ષા - તમને દિવાના બનાવી દેશે 'યે જવાની હૈ દિવાની'

P.R
બેનર - ધર્મા પ્રોડક્શંસ, યૂટીવી મોશન પિક્ચર્સ
નિર્માતા - કરણ જોહર
નિર્દેશક - અયાન મુખર્જી
સંગીત - પ્રીતમ ચક્રવર્તી
કલાકાર - રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, કલ્કિ કિએચલિન, આદિત્ય રોય કપૂર. કુણાલ રોય કપૂર, મેહમાન કલાકાર માધુરી દીક્ષિત

રેટિંગ 4/5

યે જવાની હૈ દીવાનીમાં રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ એકવાર ફરી સાથે આવી રહ્યા છે. આ ફિલ્મ બંનેના બ્રેકઅપ પછી પણ એકસાથે ફિલ્મ કરવાથી ખૂબ ચર્ચિત બની. વેક અપ સિડ પછી અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ બીજી ફિલ્મ છે. ફિલ્મની સૌથી મોટી તાકત એ છે કે બીજી ફિલ્મની લવ સ્ટોરી જેવી આ નથી.

P.R
યે જવાની હૈ દીવાની ચાર પાત્રોની સ્ટોરી છે. બની (રણબીર કપૂર), નૈના (દીપિકા પાદુકોણ), અદિતી ( કલ્કિ કોચલિન) અને અવિ(આદિત્ય કપૂર) નૈના એક ખૂબ સીધી સાદી યુવતી છે. જે પોતાના કેરિયરમાં આગલ વધવા માટે પ્રાયસરૂપ છે. તેનાથી વધુ તેના જીવનમાં બીજુ કશુ મહત્વનુ નથી. આ બધા કોલેજમાંથી બહાર નીકળેલા હસમુખ લોકોનું ગ્રુપ છે. જે પોતાની લાઈફને હસતા હસતા જીવવા માંગે છે. ફિલ્મ ભલે યુવાઓ પર આધારિત હોય પણ તેનો સાર આખી દુનિયા માટે છે.

ફિલ્મની સ્ટોરી નૈનાની આસપાસ ફરે છે. બાકીના ત્રણ મિત્રો તેની જીંદગીમાં ક્યારેય બદલાવ લાવે છે તેની જાણ પણ નથી થતી. નિર્દેશક અયાને પોતાની બીજી ફિલ્મમાં પણ કમાલનું નિર્દેશન બતાવ્યુ છે. અયાને ફિલ્મમાં એ બતાવ્યુ છે કે જીંદગી જીવવામાં અને મુસાફરી કરવામાં જેટલી મજા છે તેટલી જીવનની કોઈ ઉપલબ્ધિમાં નથી. ફિલ્મમાં મજાક મસ્તી ઉપરાંત પાત્રોને યોગ્ય સમયે ગંભીર થતા પણ બતાવાયા છે જે જીંદગીમાં જરૂરી હોય છે.

ફિલ્મની સ્ટોરી અને છાયાંકનમાં સંતુલન છે. ક્યાક ક્યાંક ફિલ્મની ગતિ ધીમી પડે છે. એવુ પણ લાગે છે કે બીજા ભાગમાં આને ખેંચવામાં આવી છે. ફિલ્મની એક બીજી ખાસ વાત છે તેનુ સંગીત, જે પહેલાથી જ ખૂબ લોકપ્રિય થઈ ચુક્યુ છે. બદતમીઝ દિલ, બલમ પિચકારી અને દિલ્હીવાલી ગર્લફ્રેંડ પહેલાથી જ એફ એમની પ્રથમ પસંદગી બની ચૂક્યા છે.

P.R
અભિનયની વાત કરીએ તો રણબીર કપૂરને પડદાં પર સૌથી વધુ પોતાનો અભિનય બતાડવાનો સમય મળ્યો છે. જેનો તેમણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. મસ્તીખોર યુવકમાંથી એક પરિપક્વ માણસના પાત્રમાં જે બદલાવ આવે છે તે અભિનય તેમનો સ્વાભાવિક લાગ્યો છે. દીપિકા પાદુકોણે પણ પોતાનુ પાત્ર ખૂબ સારી રીતે ભજવ્યુ છે. રણબીર કપૂરના પિતાનુ પાત્ર ફારૂખ શેખે પણ સારી રીતે ભજવ્યુ છે. આશિકી 2માં પોતાના અભિનયથી લોકોની વાહ વાહ મેળવી ચુકેલા કુણાલ રોય કપૂરે પણ આ ફિલ્મમાં સારો અભિનય કર્યો છે.

જો તમને પ્રેમ અને સંબંધો પર આધારિત કોઈ રોમાંટિક ફિલ્મ જોવી છે તો જવાની હૈ દીવાનીથી સારી કોઈ ફિલ્મ નથી.

વેબદુનિયા પર વાંચો