ફિલ્મ સમીક્ષા : ડેન્જરસ ઈશ્ક

P.R
સ્ટાર : કરિશ્મા કપૂર, રજનીશ દુગ્ગલ, જીમ્મી શેરગિલ, દિવ્યા દત્તા, રવિ કિસન
ડાયરેક્શન: વિક્રમ ભટ્
ટિંગ: 2 સ્ટાર્સ

સુપરમોડલ સંજનાનો પૈસાદાર બોયફ્રેન્ડ કિડનેપ થઈ જાય છે અને તેને બચાવવા માટે સંજનાએ પોતાના પાછલા જન્મોમાં જઈને અમુક સવાલોને જવાબ શોધવાના હોય છે. શું તેનો ભૂતકાળ-તેના પાછલા જન્મો તેને વર્તમાનને બચાવી શકશે?

'ડેન્જરસ ઈશ્ક' એનિમલ પ્લેનેટ જેટલી ડેન્જરસ છે- ખાસ કરીને જ્યારે તમે 3ડીમાં જોતા હોવ. ફિલ્મની વાર્તા કદાચ 90ના દાયકામાં વિશ્વસનીય લાગત પણ અત્યારના સમયમાં ખાસ પ્રભાવશાળી નથી લાગતી. ફિલ્મની વાર્તા એક રહસ્ય છે- 500 વર્ષથી ચાલી આવતી પ્રેમકહાનીનું, ઘણી સંસ્કૃતિઓનું- મુગલ, રાજપૂત અને દેશના ભાગલા સમયનું રહસ્ય પણ વાર્તા પુનરાવર્તિત છે.

સુપરમોડલ સંજના સક્સેના (કરિશ્મા કપૂર)નો પૈસાદાર બોયફ્રેન્ડ રોહન (રજનીશ દુગ્ગલ) કિડનેપ થઈ જાય છે. જો કે, એસીપી સિંહ (જીમ્મી શેરગીલ) આ કિસ્સમાં ખાસ રસ ન દાખવતા માત્ર પોતાના સાથીદારોને રોહનને શોધવા માટે મોકલે છે. અલબત્ત, મક્કમ સંજના ગમે તે રીતે પોતાના પ્રેમીને શોધી કાઢવાનો નિર્ધાર કરે છે પણ કેવી રીતે? કોઈ ખાસ બુદ્ધિશાળી વિચાર કર્યા વગર જ તે થેરાપિસ્ટ પાસે પહોંચી જાય છે અને પોતાના પાછલા જન્મની દર્દનાક(આપણા માટે) સફર પર ઉપડી જાય છે. તે પોતાના પાછલા 3 જન્મોની સફળ કરે છે- ગીતા, સલમાન અને પારો(દેવદાસ વાળી નહીં). દરેક જન્મમાં તેના પ્રેમીને (રોહનને) જે-તે જન્મમાં તેનો એક ઘેલો આશિક મારી નાંખે છે. આ કારણે જ તેઓ આ જન્મમાં (આશા કરીએ છેલ્લો જન્મ હોય) પાછા મળે છે. ઈંટો, પત્થરો, મોટા મહેલો, તલવારો, જૂના મુગલ કિલ્લાઓ અને અતિસામાન્ય (ચવાઈ ગયેલા) સંવાદોથી ભરપૂર આ સદીઓથી ચાલી આવતી પ્રેમકહાનીને ઘણી અસરકારક બનાવવાનો પ્રયાસ કરાયો છે પણ સ્ક્રિપ્ટમાં જરા પણ પેશન ન હોવાને કારણે બહુ જ પુનરાવર્તિત લાગે છે.

P.R
કરિશ્મા કપૂર લાંબા બ્રેક બાદ પડદાં પર જોવા મળી છે. દરેક ફ્રેમમાં તેના અતિશયોક્તિ ભરેલા ડ્રામાટિક એક્સપ્રેશન આપતી હોવાને કારણે તે હજી પણ 90ના દાયકા જ હોય તેમ લાગે છે. અમુક ક્ષણો છે જેમાં તેણે તીવ્ર અભિનય આપ્યો છે પણ એ સિવાય બીજુ કંઈ ખાસ નહીં.

રજનીશ દુગ્ગલના ભાગે કંઈ કરવા જેવું આવ્યુ નથી કારણ કે આખી ફિલ્મ દરમિયાન તેના હાથ લગભગ બાંધેલા જ હતાં. (સાચે જ!) કઠોર પોલિસ અધિકારી બનવાનો પ્રયાસ કરતો જીમ્મી શેરગિલ અને કરિશ્માનો સહારો બનતી દિવ્યા દત્તાના પાત્રો અધૂરા અને વેડફાયેલા લાગે છે. જ્યારે બીજી બાજુ, પોતાને સ્ક્રિન પર મળેલા ટૂંકા સમયમાં પણ રવિ કિસન અસરકારક લાગે છે.

કરિશ્માના કમબેકને તેના પાસ્ટ સાથે સાંકળવા જતા વિક્રમ ભટ્ટ કંઈક વધારે જ પાછલા સમયમાં પહોંચી ગયા છે. અને સમયની આ મુસાફરીમાં દર્શકો અટવાઈ જાય છે. નબળી સ્ક્રિપ્ટ, અધૂરુ પાત્રાલેખન અને પાછલા જન્મોના બનાવને માત્ર ડ્રિમ સિકવન્સની જેમ રજૂ કરાયા હોવાને કારણે આ પ્રેમકહાની પ્રાણ વગરની લાગે છે. માત્ર કલાકારો જ નહીં પણ 3ડી ઈફેક્ટ પણ ફિલ્મમાં કોઈ વધારે ડાયમેન્શન્સ નથી ઉમેરતી. હેશમ રેશમિયાનું સંગીત આટલી સદીઓની સફર કરતા હાંફી જાય છે.

આવી ફિલ્મો ભાગ્યે જ બનતી હોય છે. (થેન્ક ગોડ!)

વેબદુનિયા પર વાંચો