ફિલ્મ સમીક્ષા - જીસ્મ 2

બેનર - ક્લોક્વર્ક ફિલ્મ્સ પ્રા. લિ., ફિશ આઈ નેટવર્ક પ્રા.લિ.
નિર્માતા - પૂજા ભટ્ટ, ડીનો મોરિયા
નિર્દેશક - પૂજા ભટ્ટ
સંગીત - આર્કો, મિથુન, પ્રાયો મુખર્જી
કલાકાર - સન્ની લિયોન, રણદીપ હુંડા, અરુણોદય સિંહ
સેંસર સર્ટિફિકેટ - એ *2ઘંટે 12 મિનિટ

રેટિંગ : 1/5

સન્ની લિયોને હા પાડતા જ મહેશ ભટ્ટને લાગ્યુ કે તેમના હાથમાં જેકપોટ લાગી ગયો છે અને તેમને તરત જ ફિલ્મ બનાવીને જીસ્મ 2 નામથી રજૂઆત પણ કરી દીધી. સન્નીનો ક્રેઝ લોકો વચ્ચે ઓછો ન થાય એ માટે એ હોટ સનસનીનો ભરપૂર ફાયદો ઉઠાવવાની કોશિશમાં રહ્યા. જેને કારણે સ્ટોરી કેવી બની છે, કલાકારોએ કામ કેવુ કર્યુ છે તેમજ નિર્દેશકે પોતાની જવાબદારી ભજવી કે નહી એ બધી વાતો તરફ ધ્યાન જ ન આપ્યુ.

ગ્લેમર વર્લ્ડના મહેશ ભટ્ટૅ જૂના ખેલાડી છે. ફિલ્મની સ્ટોરી અને સ્ક્રિપ્ટની સારી સમજ હોવા ઉપરાંત તેઓ ચતુર વ્યવસાયી પણ છે. ફિલ્મકાર પર બિઝનેસમેન તો પહેલાથી જ હાવી થઈ ચુક્યો છે, પરંતુ આ વખતે તો તેઓ હદ પાર કરી ગયા. સની લિયોનની તાજી લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવાના ચક્કરમાં તેમણે એકદમ બેકાર માલ લોકો સામે મુકી દીધો.

'જીસ્મ-2'ને જોવા માટે સિનેમાઘરોમાં જે ભીડ એકત્ર થઈ છે તેમાંથી 90 ટકા ફક્ત સન્ની લિયોનના સ્ક્રિન શો સાથે મતલબ છે. વાર્તા, નિર્દેશક કે એક્ટિંગમાં તેમને કોઈ રસ નથી. પરંતુ તેઓ પણ નિરાશ થશે. ટ્રેલર અને ફોટોમાં ફિલ્મની તુલનામાં વધુ મસાલો છે.

સન્નીએ પહેલા જ હકીકત બતાવી દીધી હતી કે ફિલ્મ એટલી બોલ્ડ નથી જેટલી પહેલા બતાવવામાં આવી હતી. પરંતુ સન્નીની બોલ્ડનેસ તેની શુ સીમા છે, તેનો અંદાજ લગાવવો મુશ્કેલ કામ છે. જે લોકો આ પ્રશ્નનો જવાબ જાણવા માંગે છે કે ફિલ્મમાં સ્ક્રિન શો કેટલો છે, તેમને જવાબ મળી જ ગયો હશે.

સન્ની લિયોન ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈંટ બની શકતો હતો, જો તેનો રોલ એકદમ બોલ્ડ હોત અથવા હોટસીન ની ભરમાર હોત, પરંતુ સન્નીની આ વિશેષતાનો કોઈ ફાયદો જીસ્મ 2ની ટીમ ન ઉઠાવી શકે. આ કારણ થી સન્ની ફિલ્મનો સૌથી મોટો માઈનસ પોઈંટ બની ગઈ.

પોર્ન ફિલ્મની એક્ટિંગ (!) અને ફીચર ફિલ્મની એક્ટિંગમાં શુ અંતર હોય છે એ સન્નીને હવે જાણ થઈ ગઈ હશે. 'મેં કપડે ખોલકર દેશ કી સેવા કર રહી હુ' જ્યારે એ આ ડાયલોગ બોલે છે ત્યારે તેની એક્ટિંગને જોઈને હસવું પણ આવે છે અને ગુસ્સો પણ આવે છે. મોટાભાગની ફિલ્મમાં તેણે માત્ર ઊંડો શ્વાસ લીધો છે. જ્યા સુધી તે ચૂપચાપ બેસી રહે છે ત્યાં સુધી તે એક સુંદર ઢીંગલી જેવી લાગે છે, પરંતુ ડાયલોગ બોલવા માટે તેનુ મોઢું ખુલતા જ તેને સુંદરતાના બાર વાગી જાય છે.

હવે સ્ટોરી પર નજર નાખી લઈએ. ઈંટેલિજેંસ ઓફિસર અયાન (અરુણોદય સિંહ) હત્યારા કબીર (રણદીપ હુંડા)ને પકડવા માટે સુંદર ઈજ્ના(સની લિયોન)ની મદદ લે છે. ઈજ્ના દ્વારા તે કબીર સુધી પહોંચી તેનો ડેટા મેળવી લેવા માંગે છે.

6 વર્ષ પહેલા ઈજ્ના કબીરની પ્રેમિકા રહી ચુકી છે, જ્યારે કબીર પોલીસ માટે કામ કરતો હતો. હવે ઈજ્ના પણ ઈચ્છે છે કે કબીર જેલના સળિયા પાછળ ધકેલાય. કબીર હત્યારો કેમ બન્યો. શુ ઈજ્ના આ મિશનમાં સફળ રહેશે ? અયાનની અસલિયત શુ છે ? જેવા પ્રશ્નોના જવાબો અંતમાં મળે છે.

આ સ્ટોરીને સ્ક્રીન પર જોતી વખતે એટલા પ્રશ્નો મનમાં થાય છે કે પશ્ન કરતા કરતા તમે થાકી જાવ. કબીરના ઘરની સામે ઈજ્ના અને અયાન રહેવા માંડે છે. કબીર જ્યારે સામે છે ત્યારે જ તેના ઘરમાં ઘુસીને અયાન ડેટા મેળવી શકે છે, તેને મારી પણ શકે છે પછી ઈજ્નાની જરૂર જ કેમ પડે છે ? આ પ્રશ્નોના જવાબમાં જે તર્ક છે તેમાં કોઈ દમ નથી અને તેના દ્વારા જેમ તેમ કરીને વાર્તાને આગળ વધારમાં આવે છે. છેલ્લી પંદર મિનિટમા જ ફિલ્મમાં થોડો રસ પડે છે. બાકી આખી ફિલ્મ બોરિંગ છે.

પૂજા ભટ્ટ આ વાર્તાને ન તો રોચકતા સાથે રજૂ કરી શકી કે ન તો તેની કમીઓ છુપાવી શકી. તેની રજૂઆતમાં સ્મૂથનેસ નથી. ઉબડ-ખાબડ રસ્તા પર ચાલવાનો અનુભવ ફિલ્મને જોતી વખતે લાગે છે.

કલાકાર એકદમ ચીસો પાડવા લાગે છે. આશ્ચર્ય એ વાત પર થાય છે કે તેઓ આવુ કેમ કરી રહ્યા છે, કારણ કે વ્યવસ્થિત સિચુએશન નથી બનાવવામાં આવી. અરુણોદય સિંહ અને આરિફ જકારિયાની વચ્ચે બધા જ સીન આવા જ છે. ગીતોનો યોગ્ય ઉપયોગ પણ પૂજા નથી કરી શકી.

રણદીપ હુંડાને હત્યારો બતાવાયો છે પરંતુ તેને કયારેય પોતાનુ આ આ કામ કરતા કે તેની યોજના બનાવતા નથી બતાડવામાં આવ્યો. તે મોટાભાગે વાયોલિન વગાડતો રહે છે. રણદીપનુ પાત્ર જ કંઈક એવુ હતુ કે તેમા તેનો એક્સપ્રેશન લેસ ચેહરો ચાલી ગયો. તેની સંવાદ જરૂર સારા બન્યા છે. અરુણોદય બિલકુલ પ્રભાવિત નથી કરી શક્યા. સની લિયોન સૌથી વધુ નિરાશ કરે છે. ટૂંકમાં કહી શકાય કે જીસ્મમાં ન તો આત્મા છે કે ન તો સુંદરતા.

વેબદુનિયા પર વાંચો