આ 'ગેન્ગ્સ ઓફ વાસેપુર'ની વાર્તાની સિક્વલ છે અને તેમના બદલાની આગનું છેલ્લુ ચેપ્ટર છે. સરદાર ખાનના દીકરાઓ રામાધીર સિંહના માણસોને મારી નાંખવા માટે બેબાકળા છે. ચાકુ અને બંદૂકો ત્યા સુધી ચાલતા રહે છે જ્યા સુધી બન્નેમાંથી એક મરી ન જાય.
જે લોકોને સ્ક્રિન પર મારધાડ અને ખૂન ખરાબો જોવો ગમતો હોય તેમના માટે જન્નત છે આ ફિલ્મ. આ ફિલ્મ પહેલી ફિલ્મનો ડબલ ડોઝ છે. ગલીઓમાં થતો ગોળીબાર અને ચાકુ-તલવારના ચાલવાનો અવાજનો ડબલ ડોઝ છે. બદલાની વધુ જોર પકડતી આગ. વધારે ગેન્ગ્સ અને વધારે અથડામણ અને વધુ ગાળો. લાલ, કાળા અને ગ્રે રંગના શેડ્સ વધુ ગાઢ અને વધુ બોલ્ડ વાર્તા. ફૈઝલ ખાન (નવાઝુદ્દિન), સરદાર ખાન (મનોજ બાજપાઈ)નો દીકરો પોતાના પિતાની મોતનો બદલો લેવા માટે તલપાપડ છે જેને રામાધીર સિંહ (તિગમાંશુ ધૂલિયા)ની ગેન્ગએ ક્રૂર રીતે મારી નાંખ્યો હતો. તેના આખા વંશનો ખાત્મો બોલાવી દેવાયા બાદ અને પોતાની માતા (રિચા ચઢ્ઢા)ની બળજબરી પૂર્વકની ઉશ્કેરણી બાદ ફૈઝલ ખાન આખા ઘરની જવાબદારી પોતાના માથે લઈ લે છે. તે વાસેપુરનો સૌથી શક્તિશાળી અને ખતરનાક વ્યક્તિ બની જાય છે. હવે તેનું માત્ર એક જ લક્ષ્ય છે- રામાધીર સિંહનું લોહી. તેની આ લોહીની તરસને છુપાવવા માટે શસ્ત્રગારના ગમે તેટલા હથિયાર તેને પૂરતા નહીં પડે. બદલાનું આ તોફાન થોડી જ વારમાં ગેરકાનૂની ભંગારના વેપાર, ચૂંટણી અને ગુંડાગર્દી સાથે હિંસાત્મક નિર્દયી હુલ્લડ બની જાય છે.
આ વાર્તાની ડાર્ક સાઈડ છે. બીજી તરફ લોહીની આ હોળીની વચ્ચે પાંગરી રહી છે એક પ્રેમ કહાણી (હા, અન્ય ફિલ્મોની જેમ અહીંયા હિરો-હિરોઈન કાલ્પનિક ગીતો ગાતા ગાતા કેપટાઉન કે લંડન કે પેરિસમાં નથી પહોંચી જતા). આ એકદમ વાસ્તવિક અને અણઘડ પ્રેમકહાણી છે. ફૈઝલ ખાનની પ્રેમિકા મોહસિના (હુમા કુરેશી) હંમેશા તેને પોતાના બોલિવૂડ અંદાજમાં પ્રોત્સાહન આપતી રહે છે, 'જો ભી રોંગવા હૈ...રાઈટવા કરોજી..ઉંહા!'
ડાયરેક્ટર અનુરાગ કશ્યપની આ ગેન્ગ સાગા તેમની પહેલી ફિલ્મ જેટલી જ લોહિયાળ છે, તેમ છતાં પહેલી ફિલ્મની સરખામણીમાં જોવી સરળ છે. ફિલ્મની વાર્તા સ્ફોટક સંગીત (મોર્ડન ટ્વિસ્ટ સાથેની બિહારી ફોક ટ્યૂન્સ), મૂરખ અને ગામઠી હ્યુમર, હાઈ ડ્રામા અને અચાનક મળતી શાંતી સાથે વણાયેલી છે. સ્ક્રિન પર ચાલતી ક્રૂર હિંસા છતાં પણ અનુરાગે તેમના બ્લેક કોમેડીને જીવંત રાખી છે જે મનોરંજન પણ આપે છે. આ સિક્વલના અમુક પાત્રોના નામ 'પરપેન્ડિક્યુલર', 'ડિફાઈનાઈટ'(ઝિશાન કાદરી) અને 'ટેન્જન્ટ' જ તમને હસાવવા માટે પૂરતા છે તેમાં વળી અમુક દ્રશ્યો પણ તમને હસવા માટે મજબૂર કરી દેશે. વાસેપુરમાં ગેન્ગસ્ટર્સ અને સ્થાનિક લોકો સંજય દત્તના ડેડલી અંદાજમાં વાત કરે છે તો સલમાન ખાનના સુપર કૂલ અંદાજમાં ફાઈટિંગ મારે છે અને તેમાં પણ 'હિન્દુસ્તાન મેં જબ તક સિનેમા હૈ, લોગ ચૂ** બનતે રહેંગે' જેવા ડાયલોગ્સનો મસાલો.
નવાઝુદ્દિને પોતાના પરફોર્મન્સ દ્વારા ફરીથી ચોંકાવી દીધા છે. તેના આખા રોલ દરમિયાન તે પોતાના પાત્રની જરૂરિયાત અનુસાર શાંત અને સ્ટ્રોન્ગ બન્ને પ્રકારના હાવભાવ પૂરા પાડ્યા છે. પોતાના ભડકાછાપ ડ્રેસિસ, ડિઝાઈનર સન ગ્લાસિસ અને અનોખી આકર્ષકતા સાથે હુમા કુરેશી વાસેપુરની હોટ વુમનિયા બનેલી છે. તે એક શહેરના પાવરફૂલ પુરુષની પ્રાઉડ પત્ની તરીકે તેના દરેક સારા કે સૌથી ખરાબ ગુનામાં તેનો સુંદર સાથ આપે છે. સિક્વલમાં પણ રિચા ચઢ્ઢા પોતાનો રૂઆબ જાળવી રાખ્યો છે, મજબૂત છતાં સ્થિર. તે અદ્દભુત છે. ઝિશાન કાદરી 'ડેફિનેટલી' નોંધપાત્ર છે.
ઝિશાન કાદરી, અખિલેશ, સચિન લાડિયા, અનુરાગ કશ્યપે સાથે મળીને લખેલો સ્ક્રિનપ્લે એક્સેલન્ટ છે. 'ગેન્ગ્સ ઓફ વાસેપુર 2'ની વાર્તા સાથે મેળ ખાતુ મ્યુઝિક અને નાટ્યાત્મક ચઢાવ ઉતાર ફિલ્મને જોવાલાયક બનાવે છે, હા પણ માત્ર કઠોર હૃદયના લોકો માટે. પહેલી ફિલ્મની જેમ જ આ સિક્વલ પણ અમુક સમયે ધીમી પડે છે (કારણ વગરની બંદૂકો, પાત્રોના ટોળા અને વેડફાયેલા સબ-પ્લોટને કારણે). ફિલ્મની લંબાઈ ખરેખર ટૂંકાવવાની જરૂર છે.
અન્યથા, સ્ક્રિન પર પીરસાયેલી બદલાની આ વાનગી ઠંડા કલેજે પીરસાઈ છે અને ચોક્કસ જ બીજી વાર તેનો સ્વાદ માણવા જેવી છે.