ફિલ્મ સમીક્ષા : એક દિવાના થા

ફિલ્મનું નામ: એક દિવાના થા
સ્ટાર કાસ્ટ: પ્રતિક, એમી જેક્સન, મનુ રિશી, રમેશ સિપ્પી, સચિન ખેડેકર
ડાયરેક્ટર: ગૌતમ મેનન

રેટિંગ: 3 સ્ટાર

એક હિન્દુ યુવક ક્રિશ્ચિયન યુવતીના પ્રેમમાં પડે છે. તેમના ધર્મનો તફાવત તેમની પ્રેમ કહાણીની અડચણ બને છે. જો કે યુવક પોતાની પ્રેમિકાને મેળવવા માટે દ્રઢ છે.
IFM

તે પહેલી વાર યુવતીને રસ્તા પર ચાલતી જુએ છે. મેચિંગ બ્લાઉઝ સાથે કાળા રંગની સાડીમાં સજ્જ યુવતીને જોતા જ સચિન (પ્રતિક) તેના પ્રેમમાં પડી જાય છે. મિકેનિકલ એન્જિનિયર સચિન ફિલ્મો બનાવવા માંગે છે. યુવતીને જોતા જ પતંગિયાની જેમ હવામાં ઉડવા લાગે છે.


જો કે, પ્રેમ ક્યારેય કોઈને સરળતાની નથી મળ્યો. ખાસ કરીને જ્યારે યુવક મરાઠી કોકંણસ્થ બ્રાહ્મણ હોય અને યુવતી જેસ્સી (એમી જેક્સન) મલયાલી ક્રિશ્ચિયન. તે સિવાય પણ અન્ય ઘણી અડચણો હોય છે. જેસ્સી સચિન કરતા મોટી છે અને તેના પિતા અને ભાઈ સચિનને પસંદ નથી કરતા પણ સચિન પાછો હટે તેમ નથી.
P.R

બોલિવૂડમાં આજકાલ આવેશવાળી પ્રેમકહાણીઓ ઓછી જોવા મળે છે. પણ મૂળ તામિલમાં બનેલી 'એક દિવાના થા'માં ગાઢ પ્રેમની વાત છે. કોઈએ સાચુ જ કહ્યુ છે કે, "યે ઈશ્ક નહીં આસાન, આગ કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ...."

સિનેમેટોગ્રાફર એમ એસ પ્રભુએ કેરાલાના એક્ઝોટિક લોકેશન્સને બહુ જ સુંદર રીતે કેમેરામાં કેદ કર્યા છે. ફિલ્મમાં પ્રેમકહાણીને બતાડવા કરતા પ્રેમ છે કે આકર્ષણ-યુવાન લોકોની આ સામાન્ય મૂંઝવણને વધારે મહત્વ અપાયું છે. ફિલ્મની છેલ્લી 20 મિનીટને વધુ સચોટ બનાવી શકાઈ હોત.

ડાયરેક્ટર ગૌતમ મેનનનું માનવું છે કે દરેક લોકો પોતાની જાતને સચિન-જેસ્સી સાથે સાંકળી શકશે પણ તેવું નથી થતું કારણ કે તેમની જોડી ખાસ અસરકારક નથી. પ્રતિકનો અવાજ પ્રભાવશાળી છે. એમી જેક્સનને સંમોહક બતાડવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. રસપ્રદ વાત છે કે લગભગ દરેક સીનમાં તેની ત્વચાનો રંગ અલગ જ દેખાય છે. બન્ને સાથે મળીને સ્ક્રિન પર જાદુ પેદા નથી કરી શકતાં. રમેશ સિપ્પીની હાજરી પણ આખી વાર્તામાં ખાસ અસર ઊભી નથી કરતી.
P.R

મનુ રિશીના સંવાદો થોડા વધારે દમદાર હોવા જોઈતા હતાં. એટલે સુધી કે એ.આર.રહેમાનનું સંગીત પણ તેની પોતાની ટોપ 20 ફિલ્મોમાં સામેલ થાય તે કક્ષાનું નથી.

'એક દિવાના થા'ની અમુક ક્ષણો નોંધનીય છે પણ આખી ફિલ્મ તમને પ્રેમકહાણીના મૂડમાં લઈ જવામાં ખાસ સફળ નથી રહેતી.

વેબદુનિયા પર વાંચો