ફિલ્મ સમીક્ષા : અમેજીંગ સ્પાઈડર મેન

P.R
સ્ટાર કાસ્ટ: એન્ડ્ર્યૂ ગારફિલ્ડ, એમ્મા સ્ટોન, રિસ ઈફેન્સ, ડેનિસ લેઅરી, માર્ટિન શિન, સેલી ફિલ્ડ, ઈરફાન ખાન
ડાયરેક્શન: માર્ક વેબ્બ
પ્રકાર: એક્શ
રેટિંગ: 4 સ્ટાર્સ

પિટર પાર્કર પોતાના માતા-પિતા વિશે પત્તો લગાડવા માંગે છે...તેની આ શોધ તેને એક ખતકનાક રસ્તા પર લઈ જાય છે.

હા, અમને ખબર છે કે ટોબે મેગ્વાયર હવે સ્પાઈડર મેનનો રોલ નથી કરી રહ્યો....અને સેમ રૈમી તેનું ડાયરેક્શન નથી કરી રહ્યા. માટે 'ધ અમેઝિંગ સ્પાઈડર મેન'માં તેમને જોવાની અપેક્ષા ન રાખશો. અમે તો કોઈ સરખામણી પણ નથી કરવાના. પણ તો પછી શું 2002થી જેને પિટર પાર્કર તરીકે જોતા આવ્યા છે તેને ભૂલીને એન્ડ્ર્યૂ ગારફિલ્ડને જોવો ગમશે અને પહેલી વાર માર્ક વેબ્બનું ડાયરેક્શનન દર્શકોને પસંદ આવશે? ચાલો જોઈએ...

અપાર શક્તિઓ સાથે આવે છે અપાર જવાબદારીઓ. આ વાતને ડાયરેક્ટર માર્ક વેબ્બ કરતા વધારે સારી રીતે કોણ સમજી શકે. આખરે, 'સ્પાઈડ મેન' ફ્રેન્ચાઈઝીને રિબૂટ કરવાની જવાબદારી તેના પર રહેલી છે. અને આ ફિલ્મ સાથે જ રિ-બૂટિંગ (જૂના વિચારોને સાંકળીને નવા આઈડિયા ઉમેરવા) અત્યારે પ્રોગ્રેસમાં છે. આ ફિલ્મમાં પિટર પાર્કરને ક્યારે સ્પાઈડર કરડ્યો હતો તેનાથી પણ આગળની વાર્તાની અપેક્ષા કરી શકો છો...તમે ક્યારે વિચાર્યું છે ખરું કે, સ્પાઈડર મેનની આટલી ફિલ્મો આવી પણ એકમાં પણ પિટરના માતા-પિતા કેમ નથી દેખાડાયા?! જ્યારે તમે આ વિચારતા હશો તે દરમિયાન જ, બિગ એપ્પલની ગલીઓ પર છવાયેલો છે આંતકનો ભય. આ સાથે સાથે જ આ વખતે એન્ડ્ર્યૂ અને એમ્મા સ્ટોન વચ્ચેનો રોમાન્સ સ્પાઈડર મેન ફિલ્મના ઈમોશનલ ક્વોશન્ટમાં વધારો કરે છે.હવામાં ઊંધા લટકી રહેલા સ્પાઈડર મેનની પોતાની પ્રેમિકા સાથેની કિસને મિસ નહીં કરો કારણ કે આ ફિલ્મમાં પણ આવું જ કંઈક છે. થોડું અલગ છે પણ પહેલા જેટલી જ સ્માર્ટ રીતે રજૂ કરાઈ છે.

પહેલાની સ્પાઈડર મેન ફિલ્મ કરતા આ ફિલ્મમાં આવેલા તફાવતની વાત કરીએ તો ઘણા છે. ગ્વેન સ્ટેસી (એમ્મા સ્ટોન) મેરી જેનની જેમ મૂંગી દર્શક નથી. એમ્મા દરેક વખતે કન્ટ્રોલ લેતી દેખાડાઈ છે. પછી ભલે, જ્યારે સ્પાઈડ મેનને આખી પરિસ્થિતિને સંભાળવામાં કોઈની મદદ જોઈએ ત્યારે વિલનને જઈને એકાદ-બે કિસ આપવાની કેમ ન હોય. ડો. કર્ટ જેકિલ કોનોર્સ (રિસ ઈફેન્સ) ખાતરી કરાવે છે કે જેટલો વખત તે સ્ક્રિન પર છે તેટલી વાર તમે સ્પાઈડીને ભૂલીને પણ ફિલ્મ માણી શકશો. અંતે વાત કરીએ સ્પાઈડી, એન્ડ્ર્યૂ ગારફિલ્ડની. કહેવાની જરૂર નથી, સ્પાઈડર મેનના સૂટમાં બહુ સરળતાથી પ્રવેશી ગયો છે અને તે પણ રમૂજ સાથે. પિટર પાર્કર તરીકે પણ દુશ્મનોને ભોંય ભેગા કરવામાં કુશળ છે.

પણ સ્પાઈડર મેન તરીકે, સ્પાઈડી સૂટ ધારણ કરવામાં લાંબો સમય લગાડે છે. એટલે સુધી કે, લાંબા સમય સુધી તે સ્પાઈડર મેનના માસ્ક વગર જ લડતો દેખાડાયો છે....રહી રહીને અંતે તેણે સ્પાઈડર મેનનો વેશ ધારણ કર્યો. તેની સ્પાઈડર વેબ પણ તેને સહજ રીતે નથી મળતી. તેણે જાળ ફેલાવવા માટે પણ મિકાનિઝમ કામે લગાડવું પડે છે. પણ હા, એક વાર જેવો તે સ્પાઈડર મેનના અવતારમાં પ્રવેશી જાય છે પછી તો પૂછવું જ શું. ખાસ કરીને મેનહટ્ટનની બે ઊંચી ઈમારતો વચ્ચે કરેલા બંજી જમ્પિંગમાં-કિંગ કોંગ ટાઈપના ક્લાઈમેક્સમાં-તમારા શરીરમાં એક ધ્રૂજારી પેદા કરી દે છે.

હોલિવૂડ ફિલ્મમાં ભારતીય એક્ટર હોય અને આપણે તેમની વાત ન કરીએ તો અન્યાય કહેવાય. ઈરફાન ખાન વિશે એક વાત. ઈરફાન ખાન કહે છે કે તેનો રોલ કંઈ ખાસ લાંબો નથી તો માર્ક વેબ્બ કહે છે કે તેનો રોલ મહત્વનો છે. અમે કહીશું કે, તમે જ નક્કી કરો.

વેબદુનિયા પર વાંચો