નકાબ-રહસ્યમય પ્રેમ ત્રિકોણ

નિર્માતા - કુમાર એસ. તૌરાની, રમેશ એસ તૌરાન
IFMIFM

નિર્દેશક - અબ્બાસ-મસ્તાન
ગીતકાર - સમી
સંગીતકાર - પ્રીતમ ચક્રવતી
કલાકાર - બોબી દેઓલ, ઉર્વશી શર્મા, અક્ષય ખન્ના.

થ્રિલર ફિલ્મ બનાવવાળામાં અબ્બાસ-મસ્તાન એક પ્રખ્યાત નામ છે. ભલે તે હોલીવુડની ફિલ્મોમાંથી પ્રેરણા લેતા હોય, પણ તે ફિલ્મોનું ભારતીયકરણ ખૂબ સરસ રીતે કરે છે. પાછલી કેટલીક ફિલ્મોમાં તે દર્શકોની અપેક્ષાઓને સંતોષી શક્યા નથી. અને 'નકાબ' પણ એ સ્તરની ફિલ્મ નથી બની જેના માટે લોકો તેમણે ઓળખે છે.

સોફી (ઉર્વશી શર્મા) એક મધ્યમવર્ગની છોકરી છે, જે કરણ(બોબી દેઓલ)ને પ્રેમ કરે છે. કરણની પાસે પૈસાની કોઈ કમી
નથી. એક દિવસ સોફીની મુલાકાત વિક્કી(અક્ષય ખન્ના) જોડે થાય છે અને તેની તરફ આકર્ષિત થઈ જાય છે.

વિકી અને કરણની અસલિયત કાંઈક જુદી જ હોય છે. અને જ્યારે તેમના ચેહરા પરથી નકાબ ઉતરે છે ત્યારે સમસ્યાઓ ઉભી થઈ જાય છે.

ફિલ્મની સ્ટોરીમાં નવીનતા જરુર છે. પણ તેટલી જ તે અવિશ્વસનીય પણ છે. આ અવિશ્વસનીય સ્ટોરી માટે મજબૂત પટકથાનું હોવું ખૂબ જરુરી હતું, પણ પટકથા પણ કમજોર છે.

મધ્યાંતર પહેલા ફિલ્મ એક અલગ ટ્રેક પર ચાલે છે અને મધ્યાંતર પછી જ્યારે પાત્રોનું અતીત સામે આવે છે ત્યારે ફિલ્મનો ટ્રેક બદલાઈ જાય છે. આ વાર્તાને પચાવવાની ક્ષમતા જેનામાં હોય તેમને આ ફિલ્મ જરુર સારી લાગી શકે છે.

શરુઆતના કલાક સુધી આ ફિલ્મ જામતી નથી. બધી ઘટનાઓ નાદાનીઓથી ભરેલી લાગે છે. સોફીને એકાએક વિક્કી તરફ આકર્ષણ થઈ જવું એ સમજની બહાર છે. પછી જ્યારે રહસ્યો ખુલે છે ત્યારે ફિલ્મમાં થોડી રુચિ જાગે છે. છેલ્લી વીસ મિનિટ ફિલ્મનો સૌથી સારો ભાગ છે.

ફિલ્મ માત્ર બે કલાકની છે. નકામા દ્રશ્યો બિલકુલ નથી અને ફિલ્મ ત્રણે પાત્રોના આસપાસ જ ફરે છે. આખી ફિલ્મનું શૂંટિંગ દુબઈમાં થયેલું છે.

અબ્બાસ-મસ્તાને ફિલ્મને સ્ટાઈલિશ બનાવી છે. બોબી, અક્ષય અને ઉર્વશીને ખૂબ સરસ રીતે રજૂ કર્યા છે.

અક્ષય ખન્ના એક સારો અભિનેતા છે, આ વાત તેમણે ફરી એકવાર સાબિત કરી છે. બોબીએ પોતાનો કમાલ છેલ્લી કેટલીક રીલોમાં કરી છે. ઉર્વશીને એક સારી શરુઆત મળી છે. પહેલી ફિલ્મની દ્રષ્ટિથી તેનું કામ સારુ છે.

ફિલ્મમાં માત્ર ત્રણ ગીત છે. 'એક દિન તેરી રાહોમે ' મધુર છે. રાજૂ ખાનની કોરિયોગ્રાફીએ આ ફિલ્મને જોવા લાયક બનાવ્યું છે.

જો તમે તર્કને બાજુ પર મૂકી ફિલ્મ જોવાની હિમ્મત રાખતા હોય તો એક વાર ફિલ્મ જોઈ શકાય છે.