દક્ષિણ ભારતીય અભિનેત્રી સિલ્ક સ્મિતા 80ના દાયકામાં બી-ગ્રેડ ફિલ્મોની સુપરસ્ટાર હતી. પોતાની કામુક અદાઓ અને અંગ પ્રદર્શન દ્વરા તેણે દર્શકોને દિવાના બનાવ્યા હતા. તેની જીંદગીમાં બધુ જ ઝડપથી ઘટિત થયુ અને 36 વર્ષની વયે જ તેણે આ દુનિયામાંથી વિદાય લઈ લીધી.
સિલ્કની જીંદગીથી પ્રેરિત થઈને 'ધ ડર્ટિ પિક્ચર' બનાવવામાં આવી છે, જે સિલ્કના જન્મદિવસે 2 ડિસેમ્બરના રોજ રજૂ થઈ છે. સિલ્કથી પ્રેરિત થવાને કારણે ફિલ્મ જોતી વખતે એ જ લાગે છે કે આપણે સિલ્કની જીવનયાત્રા જોઈ રહ્યા છે.
'ધ ડર્ટિ પિક્ચર' બનાવનારાઓએ ખૂબ જ ચતુરાઈથી આવો વિષય પસંદ કર્યો છે, જે દરેક પ્રકારના દર્શકોને અપીલ કરે. જો કે સિલ્ક અને બોલ્ડનેસ એકબીજાના પર્યાયવાચી છે, આ કારણે 'ડર્ટિ પિક્ચર'ને જોઈને બોલ્ડ સીન વાહિયાત નથી લાગતા. જો કે કેટલાક અશ્વીલ સંવાદોનો ઉપયોગ નહોતો કરવો. જેની છૂટ ફિલ્મ મેકરે સિલ્કના નામે લીધી છે.
ગામડાંના રહેનારી છોકરી રેશમા પર સિનેમાનો રંગ એવો ચઢ્યો હતો કે તે હીરોઈન બનવા ઘરેથી ભાગીને મદ્રાસ જતી રહે છે. ત્યાં જઈને તેને સમજાય છે કે તેના જેવી ઘણી છોકરીઓ જે એક ચાંસ માટે સ્ટુડિયોના ચક્કર લગાવી રહી છે.
ખૂબ જ મુશ્કેલીથી તેને ફિલ્મમાં એક તક મળે છે, જેમા તે ઉત્તેજક ડાંસ કરે છે. એક ફિલ્મકારની નજર તેના પર પડે છે અને રેશમાનુ નવુ નામ તે સિલ્ક મુકી દે છે. ફિલ્મોમાં સફળતા મેળવવા માટે સિલ્ક સારુ-ખરાબ વિચારતી નથી. આ માટે તે તેના શરીરનો પણ ઉપયોગ કરે છે. તે એક આંધી જેવી છે. જ્યા જાય છે ત્યાં તોફાન આવી જાય છે. બોલ્ડ એટલી કે જે પ્રેમી તેની સાથે લગ્ન કરવાનો છે તેને તેના બાપની વય પૂછે છે.
પુરૂષ બોલ્ડ હોય તો એ તેનો ગુણ સમજવામાં આવે છે, પરંતુ આ વાત મહિલા પર લાગૂ નથી થતી. પુરૂષ પ્રધાન સમાજ મહિલાની બોલ્ડનેસથી ભયભીત થઈ જાય છે. જે સુપરસ્ટાર રાત સિલ્ક સાથે વિતાવે છે તે એની પાસે આવતા ગભરાય છે.
IFM
સુપરસ્ટાર બનેલ સિલ્કને સમજમાં આવી જાય છે કે બધા પુરૂષ તેની કમર પર હાથ મુકવા માંગે છે. માથા પર કોઈ હાથ મુકવા તૈયાર નથી. બેડ પર તો બધા લઈ જવા માંગે છે પણ ઘરે કોઈ નથી લઈ જવા માંગતુ.
સિલ્કના જીવનમાં ત્રણ પુરૂષ આવે છે. એક ફક્ત તેનુ શોષણ કરવા માંગે છે. બીજો તેને અપનાવવા માટે તૈયાર છે પણ સિલ્કના બિંદાસપણાથી અને પોતાના ભાઈથી ગભરાય છે. તે તેને પોતાના મુજબ બદલવા માંગે છે. ત્રીજો તેને નફરત કરે છે. તેને ફિલ્મોમાં આવેલ ગંદકી કહે છે, પરંતુ અંતમાં તેની તરફ જ આકર્ષિત થાય છે.
ફિલ્મમાં સિલ્કની વાર્તા મનોરંજક રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મ ઈંડસ્ટ્રીને નિકટતાથી જોવાની તક મળે છે. એ સમય રજૂ કરવામાં આવ્યો જ્યારે સિંગલ સ્ક્રીન હતી. એ સમય એવો હતો કે સામાન્ય ક્લાસમાં ફિલ્મ જોતા દર્શકોને જો ગીત ગમતુ તો તેઓ પડદાં પર પરચુરણ ફેંકતા હતા. સિલ્કની કલરફુલ લાઈફની સાથે સાથે તેના દર્દ અને ઉદાસીને પણ નિર્દેશન મિલન લથુરિયાએ શ્રેષ્ઠ રીતે રજૂ કર્યુ છે.
મિલને એ સમય અને તમિલ ફિલ્મ ઈંડસ્ટ્રીને ઝીણવટાઈથી રજૂ કર્યુ છે. સાથે જ તેને પોતાના કલાકારો પાસેથી સારું કામ પણ લીધુ છે. ઈમરાન હાશમી અને વિદ્યા બાલનની લવ સ્ટોરીને મૈચ્યોરિટી સાથે હેંડલ કરી છે.
'સૂફિયાના' અને 'ઉહ લા લા' ગીત માટે યોગ્ય સિચુએશન બનાવી છે. ઈંટરવલ પછી થોડીવાર માટે ફિલ્મ મિલનના હાથમાંથી છટકતી હોય તેવુ લાગ્યુ, વિશેષ કરીને સિલ્ક અને શકીલાનો પાર્ટીમાં ડાંસ કરનારો પ્રસંગ ન લીધો હોત તો સારુ થાત.
રજત અરોરાની સ્ક્રિપ્ટ અને મિલનને ટ્રીટમેંટ એવી છે કે ફિલ્મ માસ અને ક્લાસ બંને પ્રકારના દર્શકોને જોવી ગમશે. રજત અરોરાના સંવાદો પર દર્શક ઘણી જગ્યાએ હસે છે તો ઘણી જગ્યાએ તાળીઓ વગાડે છે. ખાસ કરીને સિલ્કને પુરસ્કૃત કરનારા સીનમાં સંવાદ સાંભળવા લાયક છે. નસીરુદ્દીન શાહ માટે પણ શ્રેષ્ઠ ડાયલોગ લખવામાં આવ્યા છે.
વિદ્યા બાલન આ ફિલ્મની જાન છે. ઘણા લોકોનું કહેવુ હતુ કે ગર્લ નેકસ્ટ ડોર ઈમેજવાળી વિદ્યાને સિલ્ક સ્મિતાના રોલમાં પસંદ કરવી ખોટી કાસ્ટિંગ છે. વિદ્યા એ લોકોને ખોટા સાબિત કરે છે. તેના પાત્રને જે બોલ્ડનેસ જોઈતી હતી, તે વિદ્યાએ આપી. કેમેરા સામે બોલ્ડ સીન અને ઓછા કપડાં પહેરવામાં તેણે બિલકુલ શરમ નથી કરી.
વિદ્યાએ ઘણા દ્રશ્યોમાં ગજબનો અભિનય કર્યો છે, જેવો કે તુષાર કપૂર સાથે કાર શીખવાનો સીન, સુપરસ્ટાર નસીરની પત્ની સાથે મુલાકાતવાળો સીન, ઈમરાન હાશમી સાથે દારૂ પીવાનો સીન. સિલ્કના દર્દ અને પ્રેમની તડપને તેણે શાનદાર અભિનય સાથે રજૂ કરી છે. વર્ષની બેસ્ટ એક્ટ્રેસનો પુરસ્કાર તેને ચોક્ક્સ મળશે.
IFM
એક ઉંમરલાયક સુપરસ્ટાર જે હજુ પણ કોલેજ સ્ટુડેંટનો રોલ કરે છે, તેમા નસીરુદ્દીન શાહનો અભિનય જોવાલાયક છે. સુપરસ્ટારના એટીટ્યુડ અને તેના લટકા-ઝટકાને નસીર ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યા છે. ઈમરાન હાશમીનો રોલ નાનકડો છે અને તેણે કમેટ્રી વધુ કરી છે. પરંતુ પોતાની ઈમેજથી વિપરિત તેણે રોલ કર્યો છે અને તેના પાત્રના ઘણા શેડ્સ છે. છેવટે તેનુ પાત્ર સહાનુભૂતિ મેળવી લે છે. તુષાર કપૂરને જે રોલ મળ્યો છે તે તેના પર સૂટ થાય છે તેથી તે પણ સારો લાગે છે.
સિલ્ક કહે છે કે કોઈપણ ફિલ્મને ચલાવવા માટે તેમા સૌથી જરૂરી ત્રણ વસ્તુઓ હોય છે - એંટરટેનમેંટ, એંટરટેનમેંટ અને એંટરટેનમેંટ. અને આ જ વસ્તુઓ ડર્ટિ પિક્ચરમાં પણ છે.