જન્નત : પ્રેમ અને પૈસાના ચક્રવ્યૂહમાં અર્જુન

IFM
નિર્માતા : મુકેશ ભટ્ટ
નિર્દેશક : કુણાલ દેશમુખ
સંગીત : પ્રીતમ, કામરાન અહમદ
કલાકાર : ઈમરાન હાશમી, સોનલ ચૌહાણ, જાવેદ શેખ, સમીર કોચર, વિશાલ મલ્હોત્રા
એ-સર્ટિફિકેટ *15 રીલ

રેટિંગ : 2/5

'જન્નત' પ્રેમ કથા પર આધારિત ફિલ્મ છે અને તેને ક્રિકેટ સાથે કોઈ લેવા-દેવા નથી. પ્રેમીઓને એકબીજાના થવામાં ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે. કદી માઁ-બાપ વિરોધી રહે છે. કદી ધર્મ અને જાતિ વચ્ચે નડી જાય છે. કદી અમીરી-ગરીબીને કારણે તેમનો માર્ગ મુશ્કેલીભર્યો બની જાય છે.

'જન્નત'ના પ્રેમીઓના માર્ગમાં ક્રિકેટ છે, કારણકે આ ફિલ્મનો હીરો બુકી હોવાની સાથે સાથે મેચ ફિક્સિંગ પણ કરે છે. હીરોઈનને આ પસંદ નથી. તે ઈચ્છે છે કે ફિલ્મનો નાયક અર્જુન(ઈમરાન હાશમી) આ ગેરકાનૂની કામને છોડીને ઈમાનદારીથી પૈસા કમાવે.

બાળપણમાં અર્જુનના પિતા તેને તે રસ્તે નહોતા લઈ જતા જે રસ્તામાં રમકડાંની દુકાન હતી. રમકડાં જોઈને અર્જુન કૂદી પડતો હતો અને તેના પિતાનુ ખિસ્સું તેને આ વાતની મંજૂરી નહોતુ આપતુ કે તેઓ રમકડાં ખરીદીને તેને આપી શકે. તેના પિતા એક ઈમાનદાર વ્યક્તિ છે અને ઈમાનદારીમાં ફાયદાનુ પ્રમાણ ખૂબ જ ઓછુ હોય છે.

IFM
અર્જુનના વિચારો તેના પિતા કરતાં વિરુધ્ધ છે. તે ખૂબ પૈસા કમાવવા માંગે છે. તેને માટે કોઈ રસ્તો ખોટો નથી. ત્રણ પત્તી રમીને કમાનારા અર્જુનનું દિલ જોયા(સોનલ ચોહાણ)પર આવી જાય છે.

જોયાને એક મોંધી અંગૂઠી ગમી જાય છે તો તે તેને માટે દુકાનનો કાચ તોડીને વીંટી મેળવવાનો પ્રયાસ કરે છે. જોયાને કારમાં જવુ પસંદ છે, અર્જુન તેને માટે ક્રિકેટ મેચ પર દાવ લગાવીને પૈસા કમાવે છે અને કાર ખરીદી લે છે.

કદાચ જોયાને પૈસાથી વધુ પ્રેમ હતો. કારણકે કાર આવતા જ તે અર્જુનની બગલની સીટમાં બેસી જાય છે. આટલુ જાણ્યા વગર કે એ પૈસા ક્યાંથી તે લાવ્યો છે ? તે શુ કરે છે ? આ દરમિયાન જોયાની સામે અર્જુનનુ રહસ્ય ઉઘાડુ પડે છે કે તે મેચ ફિક્સિંગ કરે છે તો તે ઈમાનદારીની વાતો કરવા માંડે છે.

તેને બેઈમાનીથી કમાવેલા ઘન કરતા એશો આરામ નહી પરંતુ ઈમાનદારીથી કમાવેલી ચટણી રોટલી જોઈએ. તે મેચ ફિક્સિંગથી કમાવેલા પૈસાને હરામની કમાણી માને છે પરંતુ પોતે ક્લબમાં ડાંસ કરીને શરીરનુ પ્રદર્શન કરે છે. શુ તેનો આ રસ્તો યોગ્ય છે ? શુ તે કોઈ સન્માનીય કામ નહોતી કરી શકતી.

લેખક વિશેષ ભટ્ટ જોયાના ચરિત્રને બરાબર લખી શક્યા નથી. જે છોકરી અર્જુનને સુધારવા માંગે છે, શુ તેને પોતે અપનાવેલો માર્ગ યોગ્ય છે ?

અર્જુનન ચરિત્રને આપણે દીવારના અમિતાભનો વિસ્તાર માની શકીએ છીએ. જે મેરે પાસ બંગલા હૈ, ગાડી હૈ, વાળી થિયરી પર ચાલે છે. પૈસો જ તેને માટે ભગવાન છે. તે ચાદર જેટલા પગ ફેલાવવામાં નહી પરંતુ ચાદરને પગ મુજબ ફેલાવવામાં માને છે.

મેચ ફિક્સિંગ સાથે ફિલ્મને કોઈ લેવા-દેવા નથી, કારણકે આ બાબતની વિસ્તૃતમાં જવાનો પ્રયત્ન નથી કર્યો. ક્રિકેટને આ ફિલ્મમાંથી હટાવી દેવામાં આવે તો આ એક સામાન્ય સ્ટોરી લાગે છે. અર્જુન એટલી સરળતાથી મેચ ફિક્સિંગ કરે છે કે નવાઈ લાગે છે. ફિલ્મમાં એક પોલીસ ઓફિસર પણ છે જે વચ્ચે વચ્ચે આવીને અર્જુનને લેક્ચર આપતો રહે છે.

કુણાલ દેશમુખનુ નિર્દેશન સારુ છે. તેમણે પટકથા થોડુ અલગ કામ કર્યુ છે અને વાર્તાને પડદા પર સારી રીતે રજૂ કરી છે. ફિલ્મનુ ક્લાયમેક્સ શ્રેષ્ઠ છે અને અર્જુન દર્શકોની હમદર્દી મેળવી લે છે.

IFM
ઈમરાન હાશમી ખૂબ જ સીમિત પ્રતિભાના અભિનેતા છે. દરેક દ્રશ્યમાં તેમના ચહેરા પરનો ભાવ એક સમાન રહે છે. નવી નાયિકા સોનલ ચૌહાણનુ લુક અને અભિનય સરેરાશ છે. સમીર કોચર, અભિમન્યુ સિંહ, જાવેદ શેખ, વિશાલ મલ્હોત્રા અને વિપિન શર્માએ પોતાની હાજરી નોંધાવી છે.

ફિલ્મનુ સંગીત ધીરે ધીરે લોકપ્રિય થઈ રહ્યુ છે. 'જન્નત જહા' અને 'જરા સી દિલમે દે જગહ' પહેલીવાર સાંભળતા જ ગમવા માંડે છે. ટૂંકમાં 'જન્નત' એક સરેરાશ ફિલ્મ છે.